SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ કોઇ કારણે આચાર્ય પણ ગોચરીએ જાય. ગૌતમસ્વામી મહારાજ ભગવાનની ગોચરી માટે જતા હતા ને? સાધુભગવંતો કે આચાર્યભગવંતો ગૃહસ્થનાં કામ કરે તો તેમનો મોભો જાય, પોતાનું કામ કરવામાં મોભો ન જાય. | (૭) અરતિપરીષહ : દુઃખ ભોગવવાની તૈયારી ન હોય તો મહાવ્રતોનું પાલન કરવાનું કામ અશક્ય બની જાય છે - આ પ્રમાણે મહાપુરુષો જાણતા હોવાથી જ અનેક પ્રકારનાં દુ:ખોને વેઠવા તૈયાર કરવા માટે આ પરીષહ અધ્યયન છે. જીવનો અનાદિનો સ્વભાવ છે કે દુઃખ આવ્યા પછી તેનો પ્રતિકાર કરવાની તૈયારી કરવી. આ સ્વભાવ સાધુપણામાં આડો ન આવે તે માટે આ પ્રયત્ન છે. આપણે છ પરીષહની વાત પૂરી કરી હવે સાતમા અરતિપરીષહની વાત શરૂ કરવી છે. કયા સાધુને અરતિનો સંભવ છે તે જણાવ્યા બાદ અરતિને જીતવાનો ઉપાય બતાવે છે. જે ભગવાનની આજ્ઞા મુજબ સાધુપણું પાળે તેને દુઃખ પડે જ અને એ દુ:ખ અસહ્ય કોટિનું બને ત્યારે અરતિ થવાની સંભાવના છે. દુ:ખ આવે ત્યારે અરતિ થાય આ વસ્તુ નવી નથી. સાધુભગવંતોને પણ સંજવલનના કષાય હોવાથી નોકષાય પડ્યા જ હોવાથી તે નડે તેની પૂરી સંભાવના છે. આજે અમારી દશા એ છે કે અરતિ થાય તેવું દુઃખ અમે ભોગવતા જ નથી. પહેલેથી જ દુ:ખનો પ્રતિકાર કરીને બેસી ગયા હોઇએ તો અરતિનું કોઇ નિમિત્ત જ નથી ને ? આને અરતિપરીષહ જીત્યો ન કહેવાય. ગરમી વેઠે નહિ, ઠંડી વેઠે નહિ, પહેલેથી જ પાળ બાંધીને મૂકી દે તેથી ગરમી લાગે નહિ, ઠંડી લાગે નહિ, મચ્છર કરડે નહિ – આ કાંઇ પરીષહ જીત્યો ન કહેવાય. દુઃખનો પહેલેથી પ્રતિકાર કરવો નથી. દુ:ખ આવ્યા પછી અરતિ ન કરવી – એ અરતિને જીતવાનો ઉપાય છે. આજે જે સાધુસાધ્વી અરતિની ફરિયાદ કરવા આવે તેઓ મોટાભાગે બનાવટી ફરિયાદ કરે છે. કારણ કે અસલમાં એ અરતિની નહિ અરતિનાં કારણોની ફરિયાદ છે. એ અરતિ કાઢવાની વાત ન કરે અને સહવર્તીની ફરિયાદ કરે તો એ અરતિ કઈ રીતે દૂર કરાય ? અમુક વ્યક્તિ મને દુ:ખી કરે છે - આવી માન્યતા જેની હોય તેની અરતિ દૂર કરી ન શકાય. જેને અરતિ દૂર કરવી હોય તેણે એટલું વિચારવું જોઇએ કે – આ દુનિયામાં આપણને કોઇ હેરાન કરે એવું નથી, આ દુનિયામાં એક પણ ચીજ એવી નથી કે જે આપણા આત્મગુણોનો ઘાત કરે. શ્રી કલ્પસૂત્રોમાં પણ જણાવ્યું છે કે ભગવાનને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી એક પ્રકારનો પ્રતિબંધ નડતો ન હતો. આપણી સાધનાને અટકાવવાનું સામર્થ્ય કોઇ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં નથી. તેથી આપણે ગભરાવાની જરૂર નથી. અહીં અરતિપરીષહની અવતરણિકા કરતાં જણાવે છે કે અચેલ પરીષહને જીતનાર સાધુને અર્થાત્ જેની પાસે વસ્ત્રો પણ પૂરતાં નથી, માત્ર શરીરની લજજા ઢંકાય એવાં જ વસ્ત્ર હોય તેવા સાધુને એક ગામથી બીજે ગામ જતાં અરતિ થવાનો સંભવ છે. તેથી આ પરીષહ જીતવાની વાત કરી છે. સાધુભગવંતને કામળી પણ વાપરવાની છે તે કામળીના કાળમાં પડતા સંપાતિમ જીવોની રક્ષા માટે વાપરવાની છે, ઠંડી રોકવા માટે નહિ. જેમ સુધાપરીષહ સુધી વેઠીને જીતવાનો છે, પિપાસાપરીષહ પિપાસા(તુષા) વેઠવાથી જિતાય છે, શીત-ઉષ્ણ પરીષહ પણ વેઠીને જીતવાનો છે, તે જ રીતે અરતિપરીષહ પણ અરતિને વેઠીને જીતવાનો છે. અરતિ આવે જ નહિ તો પરીષહ જીતવાનો રહે નહિ. હૈયાના ખૂણામાં પણ સુખ ઉપાદેય લાગી ન જાય તે માટે અને દુ:ખ અકારું લાગી ન જાય તે માટે રોજ આવું શ્રવણ કરવાનું છે. રોજ એકની એક દુ:ખ વેઠવાની વાત શાસ્ત્રકારો શા માટે કરે છે - આવો વિકલ્પ ન કરતા. આપણે ક્યાંય પાપ કરી ન બેસીએ, પાપના અનુબંધ ન પાડી બેસીએ માટે આટલી કાળજી કરી છે. જે દિવસે સંસારનું સુખ ભોગવવા જેવું લાગે અને દુ:ખ કાઢવાજેવું લાગે તે દિવસે આપણું ભાગ્ય પરવારી ગયું - એમ સમજવું. પ્રવૃત્તિ તો આપણે ટાળી ન શકીએ – એવું બને, પણ પરિણામ નઠોર ન બને તેની તો કાળજી રાખવી પડે ને ? સમકિતીને અલ્પબંધ થાય છે તેનો અર્થ એ નથી કે તેને ગમે તેવું પાપ કરવાની છૂટ છે ! આ તો કહે કે – સમકિતી સાત વ્યસન સેવે તોપણ પાપ ન લાગે. જાણે સાત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૫૯ ૨૫૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy