________________
પધાર્યો.' એમ કહીને માતા તો પાછી પોતાના કામમાં લાગી ગઈ. આ રીતે માતાની નારાજી જોઇને દુઃખી થયેલા પુત્રે પૂછ્યું કે ‘લાંબા કાળથી આવેલા અને માતા પ્રત્યે ભક્તિવાળા પુત્ર પ્રત્યે તું ઉદાસીન કેમ છે ?” માતાના હૈયામાં સ્નેહ હોવા છતાં માતા બહારથી ઉદાસીનતા બતાવે છે. કારણ કે માતાને ચૌદ વિદ્યાના અધ્યયનમાં રસ ન હતો, પોતાનો પુત્ર ચૌદપૂર્વ ભણે તેમાં તે રાજી હતી. આથી માતાએ કહ્યું કે ‘તું જે વિદ્યા ભણીને આવ્યો છે તે તો હિંસાદિ પાપોને કરાવનારી હોવાથી નરકગતિમાં લઇ જનારી છે, તેનાથી હું રાજી ક્યાંથી થઉં ?'
આ અચેલપરીષહમાં જે દુ:ખ વેઠવાની વાત આવે છે તે શરીરમાં કોઇ દુ:ખ ઉત્પન્ન થયેલું હોય છે – એવું નથી, આ તો માત્ર માનસિક વિકલ્પના કારણે ઉત્પન્ન થયેલું દુઃખ છે. તે દુ:ખ વેઠવામાં તો અપવાદ કઇ રીતે હોય ? આપણા શરીરમાં કોઇ દુ:ખ ઉત્પન્ન થયું હોય તો તેમાં તેને હળવું કરવાનો ઉપાય બતાવાય. પણ જેમાં શરીરને કોઈ કષ્ટ નથી, પરંતુ માત્ર આપણે કેવા દેખાઇશું – એવી કલ્પનાના કારણે દુ:ખ થતું હોય તો તે દુઃખને ટાળવા માટે વસ્ત્ર લેવાની છૂટ ન અપાય. ઘણાને પૂજા કે પ્રતિક્રમણ માટે ધોતિયું પહેરવું પડે તો તેમાં શરમ આવે એ આવો પરીષહ જ છે. એ વખતે મનમાંથી શરમ કાઢી નાંખવી – એ જ પરીષહને જીતવાનો ઉપાય છે. સ0 અમે શિયાળામાં સ્વેટર વગેરે પહેરીને પૂજા કરવા જઇએ તો ?
ન ચાલે, પરીષહ તો તમારે પણ વેઠવાના છે. તમારા અને અમારા માર્ગમાં કોઈ ભેદ નથી. જે ભેદ છે તે ચાલવાની રીતને લઇને છે. સાધુભગવંત આગળ ચાલે, શ્રાવકો પાછળ ચાલે, પરંતુ બંને મોક્ષના માર્ગે જ ચાલે. ભગવાને સર્વવિરતિધર્મ પણ બતાવ્યો અને દેશવિરતિધર્મ પણ બતાવ્યો પરંતુ બંન્ને ધર્મ મોક્ષની પ્રાપ્તિ માટે બતાવ્યા છે. માત્ર સર્વવિરતિધર્મ અવિલંબે મોક્ષે પહોંચાડે, દેશવિરતિધર્મ વિલંબે મોક્ષે પહોંચાડે, સર્વવિરતિનું કારણ બનવા દ્વારા મોક્ષે પહોંચાડે. શ્રાવકધર્મ સંસારના માર્ગે લઇ જનારો હોય અને સાધુધર્મ મોશે પહોંચાડનારો હોય -
એવું નથી. જેને મોક્ષે જવા માટે સાધુ થવું છે પણ આજે સાધુ થવાનું સત્ત્વ નથી તેના માટે શ્રાવકધર્મ છે. સંસારમાં રાખવા માટે દેશવિરતિ નથી, સંસારથી છૂટવાની ભાવના પ્રગટાવવા માટે દેશવિરતિ છે. અપવાદ પણ માર્ગ છે, પરંતુ તે અપવાદના સ્થાને હોવો જોઇએ. દેશવિરતિ એ કાંઇ સર્વવિરતિનો અપવાદ નથી. સર્વવિરતિના અપવાદ તો સર્વવિરતિમાં જ હોય, આ અપવાદ તો વ્યક્તિ પરત્વે છે. ઉત્સર્ગમાર્ગ સર્વસામાન્ય છે જ્યારે અપવાદમાર્ગ તે તે અસહિષ્ણુ વ્યક્તિવિશેષને લઇને ગીતાર્થ ભગવંતો જ આપતા હોય છે. જે ગીતાર્થ અપવાદના સ્થાને અપવાદ ન બતાવે તે પોતે દોષના ભાગીદાર બને છે. કોઇ ગીતાર્થભગવંત પડતાને બચાવવા માટે કે શિથિલાચારીને સુંદર આચારવાળા બનાવવા અપવાદ સેવડાવે તો તે ગીતાર્થ શિથિલાચારનું પોષણ કરે છે – એવું માનવાની ભૂલ ક્યારે ય ન કરવી, આપણી વાત તો એટલી છે કે આપણે લોકલજજાના કારણે આપણા આચાર મૂકવા નથી. લોકોનું વચન જોઇને આપણે પ્રવૃત્તિ નથી કરવી, આપણે તો ભગવાનની આજ્ઞાને નજર સામે રાખીને પ્રવૃત્તિ કરવી છે. આ જ અનુસંધાનમાં આપણે અચેલપરીષહને જીતવાની વાત શરૂ કરી છે.
આપણે જોઇ ગયા કે આર્યરક્ષિત ચૌદવિદ્યા ભણીને આવ્યા પછી પણ માતાએ તે ભણતરને મિથ્યા કહ્યું. ત્યારે આર્યરક્ષિત માતાને પૂછે છે કે કેવી વિદ્યા ભણું તો તું રાજી થાય.” ત્યારે માતા કહે છે કે “તું દૃષ્ટિવાદ ભણે તો મને આનંદ થાય.” આ સાંભળતાંની સાથે આર્યરક્ષિત માતાને રાજી કરવા માટે દૃષ્ટિવાદ ભણવા તૈયાર થઇ જાય છે. એ વખતે તે એવા કોઇ વિકલ્પ કરતો નથી કે – ‘તમે પહેલાં કીધું હોત તો પહેલાં જ એ ભણવા જાત. અત્યારે આટલું ભણવામાં મેં આટલો સમય વિતાવ્યો હવે આ અભ્યાસ ક્યારે કરીશ ? અને મારા જીવનનું શું ?...” એ તો માતાની ઇચ્છા ખાતર સહર્ષ ભણવા તૈયાર થઇ ગયા. આમે ય ઇચ્છા મુજબ ભોગવવા નથી મળવાનું, પુણ્ય મુજબ જ ભોગવવા મળવાનું છે તો આજ્ઞા મુજબ કેમ ન જીવી લઇએ ?
૨૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૪૩