________________
તે દેવ પ્રગટપણે ત્યાં આવ્યો અને પિતામુનિ સિવાય સૌને વંદન કર્યું. ગુરુએ કારણ પૂછતાં તેણે જણાવ્યું કે આમની સલાહ માની મેં પાણી પીધું હોત તો આજે આ સ્થાને ન હોત.
સ૦ પિતામુનિએ પુત્રના સારા માટે, બચાવવા માટે અપવાદે સલાહ આપી હતી ને ?
પિતામુનિએ મમત્વના કારણે આ સલાહ આપી હતી, જે ઘાતક નીવડે એવી હતી. અપવાદ અસહિષ્ણુ માટે છે, મરણાંત કષ્ટ ભોગવનાર માટે નહિ. તેવા વખતે પિતામુનિએ સાથે રહીને નિર્યામણા કરાવવાની જરૂર હતી. તેના બદલે તેને ખોટી સલાહ આપી તેથી પિતામુનિને નમસ્કાર ન કર્યો. આપણે આ કથાનક ઉપરથી એટલું યાદ રાખવું કે હવે આપણે ફ્રીજનું કે બોટલનું પાણી વાપરવું નહિ. કાચું પાણી ન વાપરવું. શક્ય હોય ત્યાં સુધી બેસણાં જ કરવાં કે જેથી અભક્ષ્ય, અપેય, રાત્રિભોજન, હોટલ વગેરેનાં અનેક પાપથી બચી જવાય.
(૩) શીતપરીષહ : સુખ કઇ રીતે ભોગવવું એ કોઇને સમજાવવાની જરૂર નથી અને દુઃખ કઇ રીતે ભોગવવું - એ સમજાવ્યા વગર ચાલે એવું નથી. અનાદિકાળથી સુખ મળ્યું નહિ છતાં સુખ ભોગવવાનો અધ્યવસાય ટળ્યો નહિ અને દુઃખ કાયમ માટે મળવા છતાં દુ:ખ ભોગવવાનો અધ્યવસાય જાગ્યો નહિ માટે આપણે આ સંસારમાં રખડીએ છીએ. પુણ્યથી મળેલું સુખ ભોગવવાનો અધ્યવસાય ટળી જાય અને પાપથી આવેલાં દુ:ખો ભોગવવાનો અધ્યવસાય જાગી જાય તો આપણે ધર્મ પામ્યા એમ સમજવું. દુઃખ ભોગવવાનો અને સુખ ટાળવાનો અધ્યવસાય પેદા કરાવવા માટે જ શાસ્ત્રોની રચના કરવામાં આવી છે. આપણે દુઃખ વેઠવાનો અધ્યવસાય પેદા કરવો છે, બાકી દુઃખ વેઠવાનો અભ્યાસ તો આપણી પાસે ઘણો છે. માત્ર તકલીફ એ છે કે અર્થકામ માટે દુઃખ હસતાં હસતાં ભોગવીએ છીએ અને ધર્મમોક્ષ માટે દુઃખ રોતાં રોતાં ભોગવીએ છીએ. પ્રતિક્રમણમાં ઊભા થતાં જોર આવે અને કલાકો સુધી ઊભા ઊભા વાતો કરવામાં આનંદ આવે. જો ધર્મ અને મોક્ષ માટે દુઃખ ભોગવવાનો
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૨૮
અધ્યવસાય પ્રગટે તો કામ થઇ જાય. ધર્માત્મા તેને જ કહેવાય કે જે દુઃખ ભોગવવાનો અધ્યવસાય કેળવવા માટે મહેનત કરે.
સ૦ દુ:ખ ન આવે તો ઊભું કરવાનું ?
એમાં પૂછવાનું શું ? દુઃખ ઊભું કરવા માટે તો સાધુપણું છે. ધર્મ કરવા માટે સાધુપણું છે એવું બોલવા પહેલાં દુ:ખ ભોગવીને પૂરું કરવા માટે સાધુપણું છે. પાપનો હિસાબ ચૂકતે કરવા માટે આ સાધુપણું છે. તમે પણ ઉઘરાણી ન આપે તો માંગી-માંગીને પણ વસૂલ કરો ને ? તેમ સાધુ દુઃખ ન આવે તો ઊભું કરીને વેઠે.
સ૦ પેટ ચોળીને પીડા ઊભી કરવી ?
કરવી જ પડશે. તમે પણ ઓપરેશન કરાવો છો તે વખતે પેટ ચોળીને જ પીડા ઊભી કરો છો ને ? તે વખતે દુઃખાવો ન હોવા છતાં ઓપરેશન કરીને દુઃખાવો ઊભો કરો ને ? તે શા માટે ? કાયમ માટે દુઃખાવો જાય માટે ને ? તેમ અહીં પણ કર્મ ખપાવવા માટે તેની ઉદીરણા કરવામાં શું વાંધો ? સાધુપણું પુણ્યની ઉદીરણા કરવા માટે નથી પાપની ઉદીરણા કરવા માટે છે. શાતાની ઉદીરણા કરવા માટે ધર્મ નથી, અશાતાની ઉદીરણા કરવા માટે ધર્મ છે. પંદર કલાક સ્વાધ્યાય કરે, ગાથા ગોખે તો કષ્ટ પડવાનું, શ્રમ પડવાનો જ. તે અશાતાની ઉદીરણા કરવા સ્વરૂપ છે.
અહીં જણાવે છે કે, ‘જેઓ સર્વસાવદ્યયોગથી વિરામ પામેલા હોય અને ગામાનુગામ વિહાર કરતા હોય એવા સાધુને’... આ બે વિશેષણ સાંભળતાંની સાથે શિષ્ય શંકા કરે કે “જો જંઘાબળ ક્ષીણ થયું હોય ત્યારે તો વિહાર નહિ કરે તેમ જ ચાતુર્માસ માટે સ્થિરવાસ માટે રહેલા હોય એવા સાધુનું ગ્રહણ નહિ થાય’... તેથી ‘વિચરતા’નો અર્થ ‘ગ્રામાનુગામ જતા’ એવો ન કરતાં ‘મોક્ષમાર્ગમાં જતા’ એવો કરવો - એમ ટીકાકારશ્રી
જણાવે છે. આ રીતે મોક્ષમાર્ગમાં વિહાર કરતા એવા તથા શરીર ઉપર તેલ વગેરે સ્નિગ્ધ પદાર્થો ન ચોપડવાના કારણે રૂક્ષ(લૂખા) શરીરવાળા સાધુને ઠંડી સ્પર્શે તોપણ તે ઠંડીને સહન કરી લે પણ સ્વાધ્યાયનો વ્યાઘાત ન થાય તે માટે એક કામળીથી વધારે કામળી ન લે, એક મકાનને છોડીને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૨૯