SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયના યોગે આસન્નસિદ્ધિક બનાય છે. આવા વિનયની આપણે ઉપેક્ષા નથી કરવી. આપણી ઇચ્છાને અનુસરવાની વૃત્તિ આપણને વિનયથી દૂર રાખે છે અને અવિનયી બનાવે છે. તેથી એ વૃત્તિનો ત્યાગ કરી સર્વ વિનયના સારભૂત ગુરુની આજ્ઞાને અનુસરવાની વૃત્તિ કેળવી લેવી છે. (૨) પરીષહ-અધ્યયન પહેલા અધ્યયનમાં સાધુના આચાર સ્વરૂપ વિનય જણાવ્યો છે. આ આચારનું પાલન ક્યારે કરવાનું ? તો જણાવે છે કે સ્વસ્થ અવસ્થામાં હોય ત્યારે જ વિનય પાળવાનો છે એવું નથી, પરિષહની પીડા વચ્ચે પણ વિનય આચરવાનો છે. તે જણાવવા માટે અહીં પરિષહ અધ્યયન જણાવ્યું છે. ગમે તેટલો પુણ્યનો ઉદય થાય તોપણ આચાર નેવે ન મૂકવા. અનુકૂળતાના ઢગલા થાય તોપણ આચારમાં બાંધછોડ નથી કરવી. ગમે તેટલું દુઃખ આવે તોપણ આચાર છોડવો નહિ તે જણાવવા માટે વિનય અધ્યયન પછી પરીષહ અધ્યયન જણાવે છે. અનુકૂળતા મળે તો ભોગવી લેવી તે સાધ્વાચાર નથી, દુ:ખ આવે તો ટાળવું આ પણ સાધ્વાચાર નથી. સાચું કહો ; સુખ છોડવું સહેલું કે દુ:ખ વેઠવું સહેલું. સ0 બંન્ને અઘરું છે. તમારા માટે બંન્ને અઘરું છે – એવું બની શકે. પરંતુ સાધુભગવંતોને દુઃખ સહન કરવાનું કપરું લાગે તેથી અહીં શિષ્ય પૂછે છે કે તે પરીષહો કયા ? આ અનુસંધાનમાં બીજું અધ્યયન શરૂ કરે છે. આ ગ્રંથની શરૂઆતમાં શ્રી સુધર્માસ્વામીજી શ્રી જંબુસ્વામીજીને એમ કહે છે કે ભગવાનની પાસે વસતા-રહેતા એવા મેં આ પ્રમાણે સાંભળ્યું છે... શું સાંભળ્યું છે - એ જોવા પહેલાં આપણે આટલું વિચારવું છે કે અહીં જે શબ્દો વાપર્યા છે તે અર્થગંભીર છે. “શ્રત' નો અર્થ ‘સાંભળેલું” થાય છે. અહીં જે પરીષહોની વાત જણાવી છે તે માત્ર વાંચીને કે ભણીને નથી જાણી, સાક્ષાત્ ભગવાન પાસેથી જ સાંભળેલી છે - આવું કહેવાથી આ વાતનું મહત્ત્વ વધે ને ? ‘ગાવસંતૈ' નો અર્થ ‘ભગવાનની પાસે - સાથે ૨૧૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર રહેલા’ થાય છે. આના ઉપરથી એ સૂચિત થાય છે કે ગણધરભગવંતો પણ ભગવાનની સાથે વિચરતા હોય તો બીજાએ તો ગુરુથી જુદા ન રહેવું જોઇએ. ગુરુની આજ્ઞાથી જવું પડે એ જુદી વાત, બાકી શિષ્યોએ ગુરુથી જુદા ન વિચરવું – એટલું આના ઉપરથી જણાવ્યું છે. આ દુનિયામાં જૈન શાસન સિવાય મોક્ષે પહોંચાડવા માટે સમર્થ એવું બીજું એકે શાસન નથી : આવી શ્રદ્ધા જેને હોય તેને મોક્ષ અપાવનાર સાધુપણું લેવાનું મન થયા વિના ન રહે. સાધુ થઇને આપણે કેવી રીતે જીવવાનું છે તે સમજવા માટે આપણે આ સૂટાનું વાંચન શરૂ કર્યું છે. આજે આપણને સાધુ થવાનું મન છે ને ? આપણને સાધુ થવાનું મન કેમ નથી થતું તેનું કારણ શાસ્ત્રકાર પરમર્ષિ સારી રીતે જાણે છે માટે જ તેમણે વિનય-અધ્યયન પછી પરીષહ અધ્યયન જણાવ્યું છે. આપણું સુખ જતું રહેવું ન જોઇએ અને આપણે દુ:ખ ભોગવવું ન પડે આ કેન્દ્રબિંદુના આધારે જ આપણે ગૃહસ્થપણામાં રહ્યા છીએ ને ? તમારી ભાષામાં કહીએ તો સુખ ઓછું મળશે તો ચાલશે, નહિ મળે તોય ચાલશે, પરંતુ દુ:ખ તો બિલકુલ આવવું ન જોઇએ : આ જ આપણા હૈયાનો ભાવ છે ને ? આથી જ અહીં પરીષહ અધ્યયનની વાત શરૂ કરી છે. સાધુપણામાં દુ:ખ ભોગવવું પડે છે – આ વાત તો બધાને માન્ય છે ને ? પૂર્વના મહાપુરુષો જયારે દીક્ષા લેવા તૈયાર થતા ત્યારે તેમની માતા તેમને કહેતી કે તારું શરીર સુકુમાલ છે. સાધુપણામાં તો બાવીસ પરીષહ જીતવાના છે, તારું એ કામ નથી. ત્યારે એ મહાપુરુષો કહેતા કે “આ દુઃખો તો મેં ચારે ગતિમાં અનંતીવાર ભોગવ્યાં છે, એનો મને ડર નથી. હું તો આ સુખથી ઊભગી ગયો છું.’ એટલે નક્કી છે કે દુ:ખ ભોગવવાની તૈયારી વિના સાધુપણું પાળી શકાય એવું નથી. આપણે ધર્મ કરીને સુખી થવું નથી ને દુ:ખ ટાળવું નથી, આટલું નક્કી કરવું છે. ધર્મ કરો સુખી થશો, દુ:ખ નહિ આવે - આવી લાલચ આપીને ધર્મ કરાવવાની જરૂર નથી. ધર્મ કરવાથી તો સુખની જરૂર પડતી જ નથી. જેઓ ધર્મ કરીને સુખી થવાની, દુઃખ ટાળવાની વાત કરે છે તેઓ આ ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૧૫
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy