SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ હવે પોતે તો ગુસ્સો ન કરવો પણ આચાર્યભગવંત ગુસ્સે થાય તો તેમનું તે ભોગવશે – એમ કહી બેસી ન રહેવું, તે જણાવે છે : आयरियं कुवियं नच्चा पत्तिएण पसायए । विज्झवेज्ज पंजलीउडो वएज्ज न पुणुत्ति य ॥१-४१॥ આચાર્યભગવંતને ગુસ્સે થયેલા જાણીને હાથ જોડી, અંજલિ જોડીને પ્રતીતિજનક વચનો વડે ‘ફરીથી આવું નહિ કરું” આ પ્રમાણે તેમને જણાવીને તેમને પ્રસન્ન કરવા. આ તો ચારપાંચ દિવસ સુધી મોટું જ ન જુએ. બધા બેઠા હોય ત્યારે વંદન કરીને જતો રહે. આ વિનય કરવાની રીત નથી. આચાર્યભગવંતનો ગુસ્સો શાંત થાય તે માટે તેમની પ્રત્યે વધુને વધુ વિનય કરતા રહેવાનું. તમારે પણ આટલું શીખી લેવાનું કે જેની સાથે ઝઘડો થાય તેની સાથે ચા પીવા બેસી જવાનું. તેના ઘરે જઇને જમી આવવાનું. ઘરેથી આપણું ટિફિન લઇને જવાનું. આપણા ટિફિનનું એને જમાડવાનું. આવું કરો તો ગુસ્સો ઊતરી જાય ને ? સ0 વારંવાર ગુસ્સો આવે તો વારંવાર જમવા જવાનું ? ગુસ્સો ટાળવો હોય તો જવાનું. આપણે અનુબંધ તોડવા છે માટે જવું છે. વારંવાર કરવાનો વખત જ નહિ આવે, આવું કરવાથી ગુસ્સો શાંત થઇ જશે. ચંડકૌશિકનો ગુસ્સો કેવો હતો ? ભગવાનને દંશ દીધો ને ? છતાં ક્ષમાપના કરી તો કાયમનો ગુસ્સો ગયો ને ? સર્પજેવો સર્પ પણ સુધરી જાય તો માણસ ન સુધરે ? આ તો કહે ‘તમે પહેલાં બોલ્યા એટલે હું બોલ્યો.' આ ક્ષમાપનાની રીત નથી. ‘તમારી નહિ, મારી ભૂલ છે, હવે બીજી વાર આવું નહિ કરું.’ આવું કહીને ક્ષમાપના આપીએ તો શુદ્ધિ થાય. સ0 સામાને પૂર્વગ્રહના કારણે ગુસ્સો આવતો હોય તો ? તોપણ આપણે પૂર્વગ્રહ નથી રાખવો. આપણને પૂર્વગ્રહના કારણે નહિ, પૂર્વના અનુબંધના કારણે વેઠવાનું આવે છે. રોગ પૂર્વકર્મના ઉદયથી આવે છતાં તેને ટાળો છો ને ? તેમ પૂર્વના વૈરના અનુબંધ હોય તોપણ ૨૦૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તે હવે તોડવા છે અને તે સામાનો ગુસ્સો સહન કરી લેવાથી અને સામે ગુસ્સો નહિ કરવાથી તૂટશે. હવે આ ક્ષમાનો આચાર મહાપુરુષોએ આચરેલો હોવાથી અવશ્ય આચરણીય છે – તે જણાવે છે. धम्मज्जियं च ववहारं बुद्धेहायरियं सया । तमायरंतो ववहारं गरहं नाभिगच्छई ॥१-४२॥ આ રીતે ક્ષમાધર્મની આચરણ સ્વરૂપ વ્યવહાર બુદ્ધપુરુષોએ સદા માટે આચરેલો હોવાથી તેનું આચરણ સર્વ સાધુજનોએ કરવું જોઇએ. મહાપુરુષોએ જે વ્યવહાર આચર્યો હોય તેનું આચરણ કરનારા ક્યારે પણ ગર્ભાપાત્ર બનતા નથી. આજે આટલું નક્કી કરવું છે કે આપણા ગુરુભગવંતે જે પ્રવૃત્તિ ન કરી હોય તે પ્રવૃત્તિ આપણે નવેસરથી શરૂ ન કરવી. વર્તમાનમાં જે નવાં આચરણો શરૂ કર્યા છે તેનું પરિણામ આપણે ભોગવી જ રહ્યા છીએ. મહાપુરુષોના માર્ગે ચાલ્યા હોત તો આપણે તેમની પંક્તિમાં બેઠા હોત. આપણે મહાપુરુષોની પંક્તિમાંથી બહાર નીકળ્યા હોઈએ તો તે નવી આચરણાઓ શરૂ કરવાના કારણે. આપણા આચાર્યભગવંત પાસે જે પ્રજ્ઞા, જે દીર્ધદર્શિતા, જે પુણ્ય, જે પ્રતિભા હતી તેનો છાંટો પણ આપણી પાસે નથી. તેઓશ્રી આટલા સમર્થ હોવા છતાં જે કામ તેમણે ન કર્યું હોય તે કામમાં આપણે હાથ ન નાંખવો. એમની પ્રતિભા વગેરે ઉપર વિશ્વાસ રાખીને પ્રવૃત્તિ કરવી છે. આપણી પાસે એમાંનું એકે ન હોવા છતાં આપણે એમનાથી આગળ વધવા પ્રયત્ન કરીશું તો નિંદા અને ગોંપાત્ર બન્યા વિના નહિ રહીએ. કલ્પસૂત્રના નવમા સામાચારી વ્યાખ્યાનમાં શરૂઆતમાં જ શિષ્ય શંકા કરે છે કે “ચોમાસથી પચાસમાં દિવસે જ સંવત્સરી આવે છે – એવું શા માટે ?' ત્યારે તેના નિરાકરણમાં જણાવે છે કે – આપણા ગણધરભગવંતોએ આ રીતે આચરણા કરી છે, તેમના શિષ્ય, પ્રશિષ્યોએ પણ આ જ આચરણા કરી છે, અમારા ગુરુભગવંતોએ પણ આવી જ આચરણા કરી છે, વર્તમાનના સાધુઓ પણ આ રીતે જ કરે છે માટે અમે આવી આચરણા કરીએ છીએ. મહાપુરુષોના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦૭
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy