SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં તેમની હિતશિક્ષાને ‘ખખડાવે છે' - એવું કેમ કહેવાય ? તમે ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર તમને કડક શબ્દોમાં જણાવે ત્યારે તમે એમ કહો ખરા કે – ડૉક્ટર ખખડાવે છે ? તો અહીં શા માટે એવું લાગે ? પત્ની ગમે તેટલું બોલે તો ખખડાવે છે – એવું લાગે ? ત્યાં તો કહી દે કે – સ્વભાવ આકરો છે, કામ ઘણું કરે એટલે અકળાઇ જાય, બાકી મનમાં પાપ નથી.” અને અહીં જાણે ગુરુના મનમાં પાપ જ હોય - એવું ને ? આવો વિચાર કઇ રીતે આવે ? અહીં આગળ જણાવે છે કે આચાર્યભગવંત હિતશિક્ષા આપે ત્યારે આ મને થપ્પડ મારે છે, મારી ઉપર આક્રોશગુસ્સો કરે છે, મારો વધ કરે છે... આવું લાગે તો સમજવું કે આપણે બાળ છીએ. આ બાળને અહીં પાપદૃષ્ટિ તરીકે જણાવે છે. જે કલ્યાણકારી અનુશાસન છે તેને પણ પોતાના અકલ્યાણ તરીકે જુએ તેની દૃષ્ટિ પાપકારી છે – એવું કહેવાય ને ? હવે જે વિનીત શિષ્ય હોય તે ગુરુ હિતશિક્ષા આપે ત્યારે શું વિચારે છે - તે માટે જણાવે છે કે તેને એવું થાય કે ‘ગુરુભગવંત મને પોતાનો પુત્ર માને છે, ભાઇ માને છે, જ્ઞાતિજન એટલે કે સ્વજન માને છે” તમને પુત્ર પર જેવો પ્રેમ હોય, ભાઇ પ્રત્યે જેવો પ્રેમ હોય, સ્વજન પર જેવો પ્રેમ હોય અને તેના કારણે તેની હિતચિંતા જે રીતે કરો તે રીતે ગુરુભગવંત પોતાની હિતચિંતા કરે છે - એવું વિનીત શિષ્યને કડક અનુશાસન વખતે પણ થાય. જેને આપણી પ્રત્યે લાગણી હોય તે જ આપણી ભૂલ બતાવી આપણને ઉન્માર્ગે જતાં અટકાવે ને ? આપણું પાકીટ પડી ગયું હોય ને કોઇ ગાળ આપીને બતાવે તો પણ તમને માઠું ન લાગે ને ? તેમ અહીં પણ વિનીત શિષ્યને અનુશાસનથી માઠું ન લાગે. આપણે માર્ગે ચાલતા હોઇએ અને કોઇ આપણી ભૂલ બતાવે તો ખખડાવ્યા કહેવાય, પણ આપણે ઉન્માર્ગે જતા હોઇએ ત્યારે રાડ પાડીને અટકાવે તો તે ખખડાવ્યા કહેવાય કે બચાવ્યા કહેવાય ? વિનીત શિષ્યને જેમ ગુરુની હિતશિક્ષામાં પણ ગુરુની લાગણીના દર્શન થાય છે, તેમ પાપદૃષ્ટિ એવા બાલજીવને તો ગુરુ હિતશિક્ષા આપે ત્યારે ‘આપણે એમના નોકર ૨૦૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ન હોઇએ – એવી રીતે વાત કરે છે !' એવો દાસપણાનો ભાવ આવે. આપણને શું થાય છે – એ આપણે જાતે વિચારી લેવું છે અને બાળ હોઇએ તો પંડિત થવા મહેનત કરવી છે. આ સૂત્રનું અધ્યયન માત્ર પોપટપાઠરૂપે નથી કરવું. આપણા અધ્યવસાયને નિર્મળ બનાવે એ રીતે આનો સ્વાધ્યાય, અધ્યયન, મનન કરવું છે. न कोवए आयरियं अप्पाणं पि न कोवए । बुद्धोवघाइ न सिया न सिया तोत्तगवेसए ॥१-४०।। આ ઉત્તરાધ્યયનસૂત્રનું વાંચનશ્રવણ આપણે એટલા માટે શરૂ કર્યું છે કે ભવિષ્યમાં તમારે સાધુ થવું છે. જેઓ સાધુ થઇને બેઠા છે અને જેમને સાધુ થવું છે : એ લોકોએ કેવી રીતે વર્તવું જોઇએ - તે જણાવવા માટે આ વર્ણન છે. જેઓ સાધુ થઇને બેઠા છે તેઓ પોતાના સાધુપણાને હારી ન જાય તેની ચિંતા શાસ્ત્રકારોએ સૌથી પહેલાં કરી છે. આ સંસારની રઝળપાટથી બચવું હોય તો આપણે આ હિતશિક્ષા ઝીલવી પડશે. અવિનયનું આચરણ આપણા સંસારનું મૂળ છે. એને ટાળીને વિનય આચરવો જ પડશે. આથી અહીં ૪૦મી ગાથામાં વિનયનું સર્વસ્વ જણાવતાં કહે છે કે – આચાર્યભગવંતને ગુસ્સે ન કરવા. આચાર્યભગવંતને ગુસ્સો આવે એવું એક પણે વર્તન કરવું નથી. તમારે પણ આટલું શીખી લેવું પડશે. મા-બાપ કે ભાઇ-બહેન વગેરે ગુસ્સે થાય એવું વર્તન ન કરવું. મા-બાપ કહે તે માની જ લેવાનું, તેમાં દલીલ નહિ કરવાની. સ0 આજની પેઢી તો કારણ પૂછે કે આવું કેમ કરવાનું ? આપણે કારણ પૂછવાનું કામ જ નથી. મા-બાપ મોટાં છે, મોટા કહે તે માની લેવાનું. આપણા છોકરાઓને ભણવા મોકલીએ ત્યારે પણ તે આપણને પૂછે કે શા માટે જવાનું ?” તો આપણે શું કહીએ ? “ કહું છું – એટલે જવાનું.” – એમ જ કહો ને ? તો આપણા મા-બાપની વાત આપણે પણ દલીલ કર્યા વિના માની લેવાની. આ તો પોતે માબાપનું માને નહિ અને છોકરાઓ માનતા નથી - એવી ફરિયાદ કરે – શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦૧
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy