SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ એ ચાલે ? આ તો ઘરમાં ચાર માણસ માન આપે તોય રાજી થઈ જાય અને અમને આવીને કહે કે ઘરમાં આપણું માન ખરું ! આપણે એને કહેવું પડે કે – ભાઈ ! આ તારું માન છે કે તારા પૈસાનું માન છે - એટલો તો વિચાર કર ? જે શાતા ભોગવવામાં આસક્ત હોય તેને ઊંઘ આવે અને ઊંઘે એટલે સૂત્રાર્થની વેળાનું અતિક્રમણ થાય, આથી નિકામશાયીનો અર્થ કર્યો છે : સુત્રાર્થના સ્વાધ્યાયની વેળાનું પણ અતિક્રમણ કરીને ઊંઘનારો. જે સ્વાધ્યાયની વેળાનું ઉલ્લંઘન કરીને ઊંધે તેને ચારિત્રનું ફળ ન મળે. અને જે ઊંઘ ઉડાવવા વગેરેના બહાને તથા શુદ્ધિના બહાને વારંવાર અયતનાપૂર્વક પાણીથી પગ વગેરેને ધોવાનું કામ કર્યા કરે તેને પણ ચારિત્રનું ફળ ન મળે. આમાં અનેકાંત નથી લગાડવાનો. ભગવાનની આજ્ઞા પાળે તેને જ ચારિત્રનું ફળ મળે, ભગવાનની આજ્ઞાનો લોપ કરે તેને ચારિત્રનું ફળ ન જ મળે. આજ્ઞાપાલન એકાંતે ઉપાદેય છે અને આજ્ઞાનું ઉલ્લંઘન એકાંતે હેય છે. આમાં અનેકાન્ત નથી. છતાં તમારે અનેકાંત લગાડવો હોય તો લગાડજે, પણ તેના યોગે સંસારમાં રખડવા જવું ન પડે - તેનું ધ્યાન રાખજો. અસહિષ્ણુતા, અપવાદ, અનેકાંત, વ્યવહારમાર્ગ આ બધાના નામે જેટલી અનુકૂળતા ભોગવવી હોય તેટલી ભોગવો, પણ એમાં નુકસાન તમને છે. અમારે તો ફક્ત માર્ગ બતાવવાનું કામ કરવાનું. માર્ગ ચલાવવાનું કામ અમારું નથી. અમે માર્ગદર્શન આપીશું પણ કોઈનું કાંડું નહિ પકડીએ. માર્ગે ચાલવાનું કામ તમારે જાતે જ કરવું પડશે. રીતે અનુસરનારી પ્રજ્ઞા જેની હોય તેને સુગતિ સુલભ છે, તપ કરનારો સાધુ સંયમના આચારો ન પાળે અથવા ક્ષમાને ગુમાવે તો તેના માટે સુગતિ દુર્લભ જ છે. આથી 'ક્ષમાપ્રધાનસંયમના આસેવી’ આવું વિશેષણ જણાવ્યું. તપસ્વી ક્ષમા ન ગુમાવે અને સંયમના પાલનમાંથી બાકાત ન થાય તો જ તેના માટે સુગતિ સુલભ છે. એ જ રીતે તપનું દુ:ખ વેઠે તેને બીજા પરિષહોને ટાળવાનો પરવાનો મળી નથી જતો : એ જણાવવા માટે પરિષહોનો અભિભવ કરનાર : આવું વિશેષણ આપ્યું. જે મોક્ષે જવા નીકળ્યો હોય તે દરેક જાતનાં દુ:ખોને વધાવવા તૈયાર હોય. સમજણપૂર્વક જેટલાં દુ:ખો વધારે ભોગવી લેવાય તેટલું મોક્ષે જલદી જવાય. આ રીતે શ્રી જિનેશ્વરભગવંતની આજ્ઞા મુજબ જે વર્તે તેને જ સુગતિ-મોક્ષ સુલભ છે. પૂછાવ... ઇત્યાદિ ગાથા ઉપર ચૂર્ણિકાર તથા ટીકાકારશ્રી હરિભદ્રસૂરિ મહારાજે કોઈ વિવરણ કર્યું નથી. જેઓ પાછળથી અર્થાત્ વૃદ્ધાવસ્થામાં પ્રવ્રજિત થયા હોય અથવા તો ચારિત્ર વિરાધીને પાછળથી જેઓએ પ્રાયશ્ચિત્ત અંગીકાર કર્યું હોય તેવા નિરતિચાર ચારિત્રનું પાલન આજ્ઞા મુજબ કરી ન શકે છતાં પણ જેઓને તપ, સંયમ, ક્ષમાધર્મ અને બ્રહ્મચર્ય : આ યતિધર્મો પ્રિય હોય તેઓ શીધ્રપણે દેવલોકને પામે છે. અંતે અધ્યયનાર્થનો ઉપસંહાર કરતાં જણાવે છે કે : इच्चेअं छज्जीवणि, सम्मट्टिी सया जए । दुल्लहं लहित्तु सामण्णं, कम्मुणा न विराहिजासि ।।२९।। तिबेमि ।। સમ્યગ્દષ્ટિ અર્થોદુ ભગવાને જણાવેલાં તત્ત્વોની શ્રદ્ધાવાળા અને સદા માટે યતનામાં તત્પર એવા સાધુસાધ્વી દુર્લભ એવા આ શ્રમણપણાને પ્રાપ્ત કરીને મનવચનકાયાની ક્રિયા દ્વારા પ્રમાદના યોગે પણ આ અધ્યયનમાં જણાવેલ છજીવનિકાયને વિરાધે નહિ : એમ હું કહું છું - આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીજી શ્રી જંબૂસ્વામીજીને કહે છે. આ અધ્યયનના અર્થને જણાવ્યા બાદ ગ્રંથકારશ્રી છેલ્લે એક જ વિનંતિ કરે છે કે અત્યંત દુર્લભ એવા શ્રમણપણાને પામીને એને ક્યારે પણ વિરાધશો નહિ. આ વિરાધનાનો સંભવ પણ મોટે ભાગે પ્રમાદના યોગે જ છે - એમ અહીં જણાવ્યું છે. અપ્રમાદીના હાથે કોઈ વાર વિરાધના થઈ (૧૭૯) હવે ભગવાનની આજ્ઞાને પાળનારા કેવા હોય છે તે માટે જણાવે છે કે - છઠ- અઠ્ઠમ વગેરે તપને નિર્જરાના હેતુથી કરનારને મોક્ષપ્રાપ્તિ સુલભ છે. અહીં તપની શરૂઆત છઠથી કરી છે, કારણ કે ઉપવાસના પારણે ઉપવાસ અને પારણે એકાસણું તો સાધુભગવંતો કરતા જ હોય છે, સાધુભગવંત લાગલગાટ બે દિવસ વાપરે નહિ. તેથી હવે તપની શરૂઆત છઠથી જ થાય ને ? શ્રી ધન્ના કાકંદીએ પણ છઠના પારણે છઠ કરવાનો અભિગ્રહ આ જ આશયથી લીધો હતો. તપ કરનારા સાધુ પણ તપના નામે આહારનું કે માનસન્માનનું સુખ મેળવવાની માયા કરનારા ન હોય તો જ મોક્ષે જઈ શકે. તપ પણ જડતાપૂર્વક કે કદાગ્રહપૂર્વક નથી કરવાનો તે જણાવવા માટે ‘ઋજુમતિ’ વિશેષણ આપ્યું છે. મોક્ષમાર્ગને કુદરતી ક૭૮) =
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy