SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ને કે એમાં વિકલ્પ છે ! એકના એક ભોગો વારંવાર ભોગવવાના આવે તો કંટાળો ન આવે ? પુણ્ય શું નવું બાંધવાનું છે ? અનાદિ એવા આ સંસારમાં પુણ્ય તો ઘણી વાર બાંધ્યું છે. નવમા ત્રૈવેયકમાં અનંતીવાર જઈને આવ્યા છીએ, હવે આનાથી વધારે કયું પુણ્ય જોઈએ છે ? અનુત્તરનાં સુખો તો આમે ય ભોગવટામાં આવતાં નથી. આ દુનિયામાં એક પણ ચીજ એવી નથી કે જે આપણે ભોગવી ન હોય અને એક પણ ચીજ એવી નથી આવવાની કે જે ભોગવટામાં આવી ન હોય... આ વાસ્તવિકતાનો વિચાર કરીએ તો ભોગો પ્રત્યેની કૃતૂહલવૃત્તિ શાંત થઈ જાય ને ? અહીં દેવતાઈ કે માનુષી ભોગોનું ગ્રહણ કર્યું છે. કારણ કે બાકીના ભોગો તો ભોગ ગણાતા જ નથી. તિર્યંચગતિમાં ગમે તેટલાં ભોગસુખો મળે તોપણ ગમે એવું છે ? ચક્રવર્તીનો ઘોડો કે હાથી થવાનું ગમે ? નહિ ને ? તેથી નક્કી છે ને કે આ સંસારમાં એકે સુખ ભોગવવાનું બાકી નથી ! જીવ-અજીવને જાણવાનું ફળ આ જ છે કે પુદ્દગલ પ્રત્યે પણ રાગ ન કરવો અને ચેતન પ્રત્યે પણ રાગ ન કરવો. એ રીતે દરેક પ્રકારના કામભોગોથી વિરામ પામવું. જ્યારે દેવતાઈ કે મનુષ્યોના ભોગોની અસારતા જાણી તેનાથી નિર્વેદ પામે છે ત્યારે અત્યંતરસહિત બાહ્ય સંયોગોનો ત્યાગ કરે છે. ક્રોધાદિ કષાયનો સંયોગ એ અત્યંતરપરિગ્રહ છે અને હિરણ્ય, સુવર્ણાદિ બાહ્યપરિગ્રહ છે. જેઓ ભોગોને સારભૂત માનીને તેની ઇચ્છા કરે છે તેને કષાય કરવાની જરૂર પડે કે ધનધાન્યાદિની જરૂર પડે. જેને ભોગો દુઃખરૂપ લાગે તે અત્યંતર કે બાહ્ય પરિગ્રહનો ત્યાગ કર્યા વિના ન રહે. જેઓ પરિગ્રહનો-સંયોગોનો ત્યાગ કરવા તૈયાર નથી થતા તેઓ નવતત્ત્વના દ્રવ્યથી જ જ્ઞાતા છે, ભાવથી નહિ. આજના પંડિતોની આ જ દશા છે. જેનું જ્ઞાન પરિણત હોય તેની પાસે ભણવાથી જ્ઞાન પરિણામ પામે. ગૃહસ્થ પાસે ભણેલું પરિણામ ન પામે, સાધુભગવંત પોતે આચરે છે પછી બોલે છે માટે તેમનું વચન પરિણામ પામે છે. પંડિતો જ્ઞાન ઉપર જેવો ભાર આપે તેવો ભાર ચારિત્ર પર ન આપી શકે. જ્યારે ચારિત્રધર; જ્ઞાનની સાર્થકતા ચારિત્રના કારણે છે, જે વિરતિમાં પરિણામ ન પામે તે જ્ઞાન જ્ઞાન નથી... ઇત્યાદિ ભારપૂર્વક સમજાવી શકે છે. તેથી ગૃહસ્થ પાસે ભણવું તેના કરતાં મહિને કે વરસે બે દિવસ સાધુ પાસે ભણવું સારું, જેથી ભણેલું પરિણમે. શિખાઉ ડોક્ટરને રોજ બતાવે ==૭૪) તેના કરતાં નિષ્ણાત ડોક્ટરની એપોઇન્ટમેન્ટ ગમે તેમ કરીને મેળવી રોગનું નિદાન કરી મૂળમાંથી રોગ કાઢવો સારો ને ? જ્યારે અત્યંતર-મિથ્યાત્વાદિ અને બાહ્ય ધનધાન્યાદિ સંયોગોનો ત્યાગ કરે છે ત્યારે દ્રવ્યથી અને ભાવથી મુંડ થઇને, જેના કારણે મોક્ષ તરફ જલદીથી જવાય એવા અણગારપણાને અર્શદ્ પ્રવ્રજ્યાને સ્વીકારે છે. અગાર એટલે ઘર. જેનું દ્રવ્યથી પોતાના મકાન સ્વરૂપ ઘર નથી અને ભાવથી વિષયકષાયસ્વરૂપ ઘર નથી તેવા સાધુને અણગાર કહેવાય છે. આ અણગારિતાને પામવા માટે દ્રવ્યથી વાળનો લોચ કરવો પડે અને ભાવથી કષાયનો લોચ કરવો પડે. જ્યારે આ રીતે મુંડ થઈને અણગારપણાને સ્વીકારે છે ત્યારે ઉત્કૃષ્ટસંવર સ્વરૂપ અનુત્તર એવા ચારિત્રધર્મને સ્પર્શે છે. સર્વથા પ્રાણાતિપાતાદિથી વિરામ પામવા સ્વરૂપ ચારિત્રધર્મ એ ઉત્કૃષ્ટ સંવર છે, જેમાં શુભ કે અશુભ એકે પ્રકારનો આશ્રવ ઇષ્ટ નથી. આવા ચારિત્રધર્મનું સારી રીતે આસેવન કરવું - એ જ તેનું સ્પર્શન છે. જ્યારે આ ઉત્કૃષ્ટસંવરરૂપ અનુત્તરધર્મને સ્પર્શે છે ત્યારે અબોધિની કલુષતાથી ઉપાર્જેલી અર્થાર્ મિથ્યાત્વના યોગે ભેગી કરેલી કમઁરજને દૂર કરે છે. મિથ્યાત્વના કારણે જે કર્મોનું ઉપાર્જન કરીએ છીએ તે કર્મો આત્માને રંગે છે માટે તેને રજ કહેવાય છે. આ કર્મરજને દૂર કરવાનું સાધન અનુત્તર - સૌથી ચઢિયાતો એવો ચારિત્રધર્મ છે. મિથ્યાત્વમોહનીય અને ચારિત્રમોહનીય કર્મબંધનાં કારણ છે જ્યારે સમ્યગ્દર્શનપૂર્વકનું ચારિત્ર કર્મનિર્જરાનું સાધન છે. યથાખ્યાતચારિત્રના યોગે જ્યારે ઘાતિકર્મોરૂપી રજને દૂર કરે છે ત્યારે સર્વ પદાર્થોને જણાવનારું અર્થાત્ સકલ જ્ઞેય પદાર્થને વિષય બનાવનારું જ્ઞાન-કેવળજ્ઞાન અને સકલદશ્યપદાર્થોને વિષય બનાવનારું કેવલદર્શન પામે છે. જ્યારે સકલ પદાર્થોના વિષયવાળું કેવલજ્ઞાનદર્શન પામે છે ત્યારે તે કેવળીભગવંત ચૌદ રાજલોકસ્વરૂપ લોકને અને અનંતા એવા અલોકને જાણે છે. જ્યારે આ રીતે લોકાલોકને કેવળજ્ઞાન વડે જાણે, કેવલદર્શન વડે જુએ છે ત્યારે ઉચિત સમયે મનવચનકાયાના યોગોનો નિરોધ કરીને ભવોપગ્રાહીકર્મોના અંશનો ક્ષય કરવા માટે શૈલેશી અવસ્થાને પામે છે. જ્યારે યોગોનો નિરોધ કરીને શૈલેશી અવસ્થાને પામે છે ત્યારે બાકી રહેલાં ભવોપગ્રાહીઅઘાતી કર્મોને પણ ખપાવીને સકલ કર્મરૂપી રજથી સર્વથા રહિત એવી લોકના અગ્રભાગરૂપ સિદ્ધિગતિને પામે છે. જ્યારે સકલકર્મનો ક્ષય કરી નીરજ-રજરહિત (૧૭૫)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy