________________
सव्वभूयप्पभूअस्स, सम्मं भूयाई पासओ । पिहिआसवस्स दंतस्स, पावं कम्मं न बंधइ ।।९।।
બધા આત્માઓને પોતાના સમાન ગણનાર સાધુ પૃથ્યાદિ જીવોને સમ્યમ્ રીતે અર્થાત્ વીતરાગપરમાત્માએ જેવા જણાવ્યા છે તેવા માનતો હોવાથી ઇન્દ્રિય અને મનનું દમન કરવા દ્વારા પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવનો નિરોધ કરનારો બને છે તેથી તેને ક્લિષ્ટ કર્મનો બંધ થતો નથી. ‘બધા જીવો મારા જેવા છે, મને જેમ દુ:ખ નથી ગમતું તેમ કોઈને દુ:ખ નથી ગમતું. તેથી મને પીડા થાય તો ભલે, મારે બીજાને પીડા નથી આપવી.'... આવી વિચારણા જેની હોય તે પૃથ્યાદિને વિષે અયતનાપૂર્વક વર્તી જ ન શકે. બધા જીવોને જીવ તરીકે જોતો એવો તે સાધુ મનથી વચનથી કે કાયાથી કોઈને પીડા કરતો ન હોવાથી તેનાં આશ્રયસ્થાનો ઢંકાયેલાં હોય છે. આશ્રવથી રહિત બન્યા પછી ઇન્દ્રિયો અને મનનું દમન કરતાં ન આવડે તો આશ્રવો પાછા આવ્યા વિના ન રહે તેથી સાધુનું દાંત’ વિશેષણ આપ્યું. આ રીતે યતનાનું પાલન કરવા માટે સર્વ જીવોને અર્થાત્ એકેન્દ્રિયથી માંડીને બધા જ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પોતાના આત્મા સમાન ગણવાની અને ઇન્દ્રિયોનું દમન કરવાની જરૂર છે.
આ પ્રમાણે પાપકર્મના અબંધની વાત સાંભળીને શિષ્યને એમ થાય કે – ‘આ માર્ગ જ સારો છે. બધા જીવોને વિષે યતના-દયાભાવ રાખવામાં જ પ્રયત્નશીલ બનવું, તેથી હવે જ્ઞાનાભ્યાસ વડે સર્યું. ભણવાની કડાકૂટ નહિ, ચારિત્ર પાળીને તરી જઈશું...’ આવો મતિવિભ્રમ અપરિકર્મિતમતિવાળાને થઈ જાય તો તે વિભ્રમને દૂર કરવા જણાવે છે :
पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही, किंवा नाहीइ छेअपावगं ॥१०॥
સ્વરૂપનું જ્ઞાન મેળવવું પડે, જીવોના સંરક્ષણના ઉપાયનું જ્ઞાન મેળવવું પડે તેમ જ જીવના સંરક્ષણનું ફળ શું છે તેનું પણ જ્ઞાન મેળવવું જરૂરી છે. આ રીતે જીવના વિષયનું જ્ઞાન મેળવે તેને સંયમ જ એકાંતે ઉપાદેય છે એવું લાગ્યા વિના ન રહે અને તેથી સંયમના પાલનમાં તે ભાવપૂર્વક પ્રવર્તી શકે છે. આના ઉપરથી નક્કી છે કે જીવોનું જ્ઞાન મેળવ્યા વિના અને એ જ્ઞાન દ્વારા સંયમમાં જ માત્ર ઉપાદેયબુદ્ધિ પ્રગટ્યા વિના જે ચારિત્રનું પાલન થાય તે દ્રવ્યથી થાય છે. એવા ચારિત્રનું પાલન કરનારો સંયત કહેવાતો નથી. જેને જીવોના સ્વરૂપનું જ્ઞાન નથી, જીવના સંરક્ષણના ઉપાયનું જ્ઞાન નથી અને એ સંરક્ષણના ફળનું જ્ઞાન નથી તેવો અજ્ઞાની ચારિત્ર લેવા છતાં આશ્રવનો નિરોધ, સંવરભાવની પ્રાપ્તિ કે કર્મની નિર્જરા આવી કોઈ જ પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરી શકતો નથી. અજ્ઞાનીને અહીં અંધતુલ્ય ગણ્યો છે. જેમ આંધળા માણસ પાસે પ્રવૃત્તિ કે નિવૃત્તિના કારણભૂત આંખો ન હોવાથી તે કોઈ પણ વિષયમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરી શકતો નથી અને જે કાંઈ પ્રવૃત્તિનિવૃત્તિ કરે તે ફળદાયી બનતી નથી તે જ રીતે અજ્ઞાનીની ચારિત્રની ક્રિયા ફળદાયી બનતી નથી, નિષ્ફળ જાય છે. કારણ કે આંખ વિના જેમ સારાનરસાનું જ્ઞાન નથી થતું તેમ જ્ઞાન વિના હિતાહિતનો, હેયોપાદેયનો વિવેક કરી શકાતો નથી. આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે - જ્યાં સુધી જ્ઞાન ન મળે ત્યાં સુધી ગીતાર્થની નિશ્રામાં જ વિહાર કરવો. આંધળો માણસ જેમ દેખતાની સહાય લઈને ચાલે તો જ અનર્થથી બચી શકે તેમ અજ્ઞાની જ્ઞાનીની નિશ્રામાં રહે તો જ અનર્થથી બચે. તેથી ચારિત્રની જેમ જ્ઞાન પણ પ્રધાનપણે ઉપાદેય છે માટે જ્ઞાનાભ્યાસ પણ કરવો જ જોઈએ.
આ રીતે કલ્યાણકારિતાનું કે પાપકારિતાનું જ્ઞાન ઉપાદેય છે એ જણાવ્યા બાદ હવે એ જ્ઞાનપ્રાપ્તિનું સાધન ગુરુભગવંત પાસે ધર્મનું શ્રવણ કરવું તે જ છે એ જણાવે છે :
सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । उभयपि जाणइ सोच्चा जं सेयं तं समायरे ।।११।।
હેતુ સ્વરૂપ અને અનુબંધથી જીવાદિનું સ્વરૂપ સાંભળીને કલ્યાણકારી એવા સંયમનું જ્ઞાન થાય છે અને પાપકારી અસંયમનું પણ જ્ઞાન થાય છે. આમ સંયમ
(૧૬૯)
પ્રથમ જ્ઞાન પછી દયા-ચારિત્ર : આ પ્રમાણે સર્વ પ્રકારે સંયત રહે છે. અર્થાત્ સંયતનું સંયમ દરેક સ્થાને જ્ઞાનપૂર્વકની ક્રિયા વડે જ ટકે છે. જે અજ્ઞાની હોય તે શું કરી શકવાનો ? કલ્યાણ કે અકલ્યાણને - હિતાહિતને કઈ રીતે જાણી શકવાનો ? જીવોને વિષે યતનાનો પરિણામ પેદા કરવા માટે સૌથી પહેલાં જીવના
(૬૮) =