SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું નથી. મનને કાબૂમાં રાખ્યા વિના આ શક્ય છે ? ખાવાની ઇચ્છા ઉત્કટ હોવા છતાં બધી વહોરાવી દીધી - આ સુપાત્રદાન મન માર્યા વિના થઈ શકે ખરું ? આ તો પાછો વહોરાવ્યા બાદ માને કહેતો પણ નથી, ઉપરથી થાળ ચાટતો બેઠો છે. આપણે તો વગર પૂછુયે આજુબાજુના લોકોને કહીએ ને કે - ‘અમારું ઘર ઉપાશ્રયથી નજીકમાં છે, તદ્દન સામે અને ગ્રાઉન્ડફ્લોર ઉપર જ રહીએ છીએ એટલે કાયમ સાધુસાધ્વીનો લાભ ત્રણે ટાઇમ મળે...' ?! ભરવાડના દીકરામાં જેટલી અક્કલ છે એટલી વાણિયામાં નથી ને ? ખાવાની લાલચ છતાં વહોરાવે અને વહોરાવવા છતાં ન બોલે એ નાનીસૂની લાયકાત નથી. તમને સુપાત્રદાનથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાયું ને નવ્વાણું પેટીઓ મળી - એ યાદ રહ્યું, પણ સુપાત્રદાન વખતે જે ઉદાત્ત આરાય હતો તેના પ્રભાવે ચારિત્ર સુલભ બન્યું અને નિકટમોક્ષગામી બન્યા - એ યાદ ન રહ્યું ને ? કારણ કે તમને પુણ્ય બાંધવામાં રસ છે - ખરું ને ? સવ રત્નાકર પચીસીમાં મેં પુણ્ય ન કર્યું - એવું આવે છે ને ? ત્યાં ‘પુણ્ય’ શબ્દ શુભ-કાર્યો, શુભ ક્રિયાઓને જણાવનાર છે. પુણ્ય એટલે પવિત્ર કાર્યો. અત્યાર સુધી પાપ બંધાય એવાં અશુભ કાર્યો જ કર્યો છે, પુણ્ય બંધાય એવાં શુભ કાર્યો કર્યા જ નથી – એવા ભાવને જણાવવાની વાત છે. તેમાં પુણ્યબંધના આશયથી ધર્મ કરવાની વાત જ નથી. સવ અષ્ટકપ્રકરણમાં પુષ્ય ર્તવ્યમ્ કહ્યું છે ને ? ત્યાં પણ આ જ અર્થ જણાવ્યો છે. શુભના અનુબંધવાળું પુણ્ય કાયમ માટે કરવું જોઈએ - એમ જણાવ્યા પછી તરત જ એ પુણ્યાનુબંધી પુણ્યબંધ શેનાથી બંધાય છે - એ પણ જણાવ્યું છે. સદા માટે આગમથી વિશુદ્ધ એવા ચિત્ત- અધ્યવસાયના કારણે જ આ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. જેનું ચિત્તરત્ન અસંકલિષ્ટ હોય તેને જ શુભનો અનુબંધ પડે. નિર્જરાનો આશય ચિત્તરત્નને નિર્મળ બનાવે છે અને પુણ્યબંધનો આશય ચિત્તને સંકલિષ્ટ બનાવે છે. સંકલિસ્ટ અધ્યવસાયવાળાને પાપાનુબંધી પુણ્ય બંધાય. તેથી નક્કી છે કે અષ્ટકપ્રકરણકારે પણ પુણ્યબંધના આશયથી ધર્મ કરવાનો ઉપદેશ આપ્યો જ નથી. આથી જ એ અષ્ટકની છેલ્લી ગાથામાં વૈરાગ્ય તથા વિશુદ્ધ શીલવૃત્તિ વગેરે શુભભાવપૂર્વકની (૩૮) = શુભક્રિયાઓને જ પુણ્યાનુબંધી પુણ્ય તરીકે જણાવી છે. શાસ્ત્રના અધકચરા અર્થ કરીને પોતાની સ્વકલ્પિત માન્યતાને પુષ્ટ કરવાની વૃત્તિ સારી નથી. જ્યાં સુધી સુખની લાલચ હશે કે પુણ્યબંધની ઇચ્છા પડી હશે ત્યાં સુધી પુણ્યાનુબંધી પુણ્ય બંધાવાનું નથી. નિરાશેસ ભાવ હોય અને કર્મનિર્જરાનું લક્ષ્ય હોય તો જ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. શાસ્ત્રમાં જ્યાં પણ પુણ્યાનુબંધી પુણ્યના ઉપાર્જનની કે કર્તવ્યતાની વાત કરી હોય ત્યાં શાસ્ત્રકારોનું તાત્પર્ય પુણ્યબંધના આશયથી ધર્મ કરાવવાનું નથી પરંતુ શુભાનુબંધના કારણભૂત નિર્મળ-અસંક્લિષ્ટ અધ્યવસાયમાં જ સદા માટે રમવું - એ જણાવવાનું તાત્પર્ય છે. ધર્મ કર્મ બાંધવા માટે નથી કરવાનો, કર્મ છોડવા માટે કરવાનો છે : એ વાત ક્યારે પણ ભૂલવી નહિ. જેમ ધર્મ કરવાથી સંસારનું સુખ મળે છતાં પણ સંસારના સુખ માટે ધર્મ ન કરાય; ધર્મ તો મોક્ષના આશયથી જ કરવાનો છે તેમ ધર્મ શુભ આશયથી કરવામાં આવે તો પુણ્યાનુબંધી પુણ્ય બંધાય, પરંતુ પુણ્યાનુબંધી પુણ્ય બાંધવા માટે ધર્મ નથી કરવાનો, ધર્મ તો નિર્જરાના આશયથી જ કરવાનો છે. જ્યાં સુધી પુણ્યનો બંધ ચાલુ છે ત્યાં સુધી અનુબંધ અશુભનો ન પડે એટલા પૂરતો શુભાનુબંધ ઉપાદેય છે, અને એ શુભાનુબંધ નિર્જરાના અધ્યવસાયને આભારી છે. તેથી સાધકનું લક્ષ્ય નિર્જરાનું હોય, શુભ બંધ કે શુભ અનુબંધનું નહિ. સવ મનુષ્યપણાથી મોક્ષ મળે તો મનુષ્યપણું ઇચ્છાય ને ? તમને તો મનુષ્યપણું મળી ગયું છે ! ચાર દુર્લભ અંગોમાંથી એક મળી ગયું, હવે બાકીનાં ત્રણ : શુદ્ધ ધર્મની કૃતિ, શુદ્ધ ધર્મની શ્રદ્ધા અને સંયમમાં વીર્ય જ ઇચ્છવાનાં ને ? મનુષ્યપણાની ઇચ્છા તો દેવો કરે, મનુષ્ય તો સાધુપણાને ઇચ્છે. સવ આ ભવમાં મોક્ષ નથી મળવાનો તો આવતા ભવમાં મનુષ્યપણું મળે – એવું મંગાય ને ? અહીંથી સીધા મનુષ્યપણામાં જવા માટે સમ્યત્વ ગુમાવવું પડે છે - એવું જાણવા છતાં આવું શા માટે પૂછો છો ? મનુષ્યપણું માંગવાથી નથી મળતું. સાચવવાથી મળે છે અને મનુષ્યપણું સાચવવા માટે સાધુપણું લેવું પડે. મોક્ષની નજીક જવા (૧૩૯)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy