________________
કાંકરા વગેરે વાગી ન જાય તે માટે યતના પળાય તે ભાવયતના નથી. કોઈ પણ જીવની વિરાધના ન થાય એવા ઉપયોગથી ચાલવું તે ભાવયતના ઉપયોગપૂર્વક ચાલવા છતાં સહસાત્કારે કોઈ જીવ પગ નીચે આવી જાય તેવા વખતે દ્રવ્યથી અયતના થઈ હોવા છતાં ભાવયતના જળવાઈ રહે છે. આથી જ દાનબત્રીસી વગેરે ગ્રંથમાં જણાવ્યું છે કે – અધ્યાત્મની વિશુદ્ધિથી યુક્ત એવા આત્માની જે કાંઈ વિરાધના થાય છે તે નિર્જરાસ્વરૂપ ફળવાળી છે. આથી જ શાસ્ત્રકારો જણાવે છે કે યતનાના કારણે અશુદ્ધ અનુષ્ઠાન પણ શુદ્ધ બની જાય છે. સમકિતીને પણ જે અલ્પબંધ કહ્યો છે તે નિર્ધ્વસ પરિણામના અભાવસ્વરૂપ યતનાના કારણે જ જણાવ્યો છે. આપણે ત્યાં દયા પાળવાની જણાવી છે તે આપણા પરિણામ નિર્ધ્વસ ન બને તે માટે જ જણાવી છે. બાકી કોઈ જીવને બચાવવો એ આપણા હાથની વાત નથી. તેથી જ કોઈને જીવિતદાન આપવું તે અહિંસા ધર્મ નથી. કારણ કે દરેક જીવો પોતાનું આયુષ્ય પૂર્ણ થયે મરવાના જ છે. લોકોનું જીવન તેમના આયુષ્યકર્મને આભારી છે. કોઈનું આયુષ્ય આપણે આપી શકવાના કે વધારી શકવાના નથી. આપણે કદાચ ન મારીએ તોપણ બીજાના કારણે એ જીવો હણાય તો ય આપણે બચાવી ન શકીએ. આમ છતાં આપણા પરિણામ નિર્બસ ન બને તે માટે જીવોની રક્ષા માટે શક્ય પ્રયત્ન કરવાનો છે. જીવ મરવાના કારણે આપણને નુકસાન થાય છે કે જીવ બચવાના કારણે આપણને લાભ થાય છે એવું નથી. આપણને લાભ કે નુકસાન આપણા પરિણામના કારણે થાય છે. જીવહિંસા વખતે આપણા પરિણામ નિર્ધ્વસ હોય, જીવરક્ષાની ઉપેક્ષા હોય તો આપણને વિરાધનાનું પાપ લાગે. એ વખતે પણ પરિણામ કુણા હોય, જીવની યતનાનો પરિણામ હોય તો નિર્જરા થાય. અને જીવની હિંસા ન થઈ હોય ત્યારે પણ યતનાનો ઉપયોગ હોય તો જ નિર્જરા થાય, બાકી તે વખતે પણ જો યતનાનો પરિણામ ન હોય તો હિંસાનું પાપ લાગવાનું જ. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. અને સમ્યગ્દર્શનનું લક્ષણ અનુકંપા છે. જીવને બચાવવો એ અનુકંપા નથી, જીવને મારવા નહિ, તેમને પીડા આપવી નહિ એ ખરી અનુકંપા છે. જ્યાં સુધી દરેક જીવોને અભયદાન આપવા સ્વરૂપ અનુકંપા સુધી પહોંચી ન શકાય ત્યાં સુધી આપણા પરિણામ નિર્ધ્વસ ન બને, કૂણા રહે તે માટે શક્ય પ્રયત્ન જીવ બચાવવાની પ્રવૃત્તિ પણ કરવી. એક વાર આચાર્યભગવંતને લોકોએ પૂછેલું
(૨૪) =
કે ‘કતલખાનામાંથી જીવ છોડાવીએ તોપણ તેમને પાછા પકડી લાવે છે તો પછી શું કરવું ?' ત્યારે આચાર્યભગવંતે કહ્યું હતું કે બે મિનિટ માટે પણ જીવોને છૂટા કરીએ અને એટલા પૂરતો તેમને જે છૂટકારાનો અનુભવ થાય તેમાં પણ લાભ જ છે. કારણ કે એ પ્રવૃત્તિમાં જીવની રક્ષા કદાચ ન થઈ શકે તોપણ આપણી ભાવનાને લઈને આપણા પરિણામની રક્ષા ચોક્કસ થાય છે.
ચોથા ગુણઠાણાની અનુકંપા પાંચમે ગુણઠાણે લઈ જાય અને પાંચમાની અનુકંપા છઠે લઈ જાય, તો જ એ અનુકંપા સાચી કહેવાય. પાંચમે જવાનો પ્રયત્ન કરે તેનું ચોથું ટકે, છ જેવા પ્રયત્ન કરે તેનું પાંચમું ટોકે, ઉત્તરોત્તર ગુણ પામવા માટે પ્રયત્ન કરે તેની વર્તમાન ગુણની સ્થિરતા હણાય નહિ. આ યતના-અધિકારમાં પૃથ્વી આદિ સાથે કેવી રીતે વર્તવું તે જણાવેલું છે. કોઈ પણ જીવને દુ:ખ નથી આપવું - આ પરિણામ હશે તો જ સાધુપણું પાળી શકાશે. અહીં પૃથ્વીકાયાદિની સાથે જે રીતે વર્તવાનું જણાવ્યું છે - તેવું જીવન અશક્ય નથી. આપણે કરવું ન હોય તેથી ‘વર્તમાનમાં આ શક્ય નથી એવું કહીએ' એ જુદી વાત. બાકી કરવું હોય તો આજે પણ શક્ય છે. બિનજરૂરી પ્રવૃત્તિ ઓછી કરી નાંખીએ તો આજે પણ યતના પાળી શકાય એવી છે. વર્તમાનમાં બિનજરૂરી પ્રવૃત્તિઓ વધી ગઈ છે તેથી યતના સચવાતી નથી. તમારે ત્યાં પણ ઘણું કામ ભેગું થાય એટલે વેઠ ઉતારવાની શરૂઆત થાય ને ? તેમ અમારે ત્યાં પણ ઉપધિ વધી, ઉપકરણો વધ્યાં, બાહ્ય પ્રવૃત્તિ વધી તેથી પડિલેહણાદિ ક્રિયામાંથી, બોલવા-ચાલવાની ક્રિયામાંથી યતના ચાલવા માંડી છે. પહેલાના સાધુઓ તો દરેક વડીલની પડિલેહણ કરતા હતા છતાં યતનાપૂર્વક કરતા હતા. આજે તો માત્ર પોતાની જ ઉપધિ પલેવવાની હોય છતાં જ્યણા પળાતી નથી. કારણ કે બીજી ત્રીજી પ્રવૃત્તિઓ વધતી ચાલી છે. તેના કારણે સંયમ દુરારાધ્ય બનવા લાગ્યું છે. આ બધી વાત સાધુ મહાત્માની નિંદા માટે નથી. આ જયણાનો અધિકાર એટલા માટે સમજાવવો છે કે – ‘ો. સાધુભગવંતો પણ જયણાપૂર્વક ન વર્તે તો તેમની સાધુક્રિયાથી તેમને અનુબંધહિંસા લાગી શકતી હોય તો મારી આસક્તિપૂર્વકની આ આરંભાદિની પ્રવૃત્તિથી મારું શું થશે ?' આટલો વિચાર તમે કરતા થાઓ. એક વસ્તુ કાયમ યાદ રાખવી કે ભગવાન અશક્ય વસ્તુનો ઉપદેશ આપે જ નહિ. આપણે અભ્યાસ પાડીએ, ટેવ પાડીએ, પ્રવૃત્તિ ઓછી કરીએ તો ભગવાનનો ધર્મ આરાધી શકાય એવો છે.
(૧૨૫)