SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ચોક્કસ થવાનું. જે ન પાળે તેનું અકલ્યાણ કોઈ અટકાવી નહિ શકે અને બીજાનું અકલ્યાણ એની અયોગ્યતાના કારણે થાય તેમાં આપણને કોઈ નુકસાન નથી. આ રાત્રિભોજનમાં દ્રવ્યાદિને લઈને પણ ચતુર્ભાગી ઘટે છે. (૧) કોઈ દ્રવ્યથી રાત્રે વાપરે પણ ભાવથી નહિ. (૨) કોઈ ભાવથી રાત્રે વાપરે, પણ દ્રવ્યથી ન વાપરે. (૩) કોઈ દ્રવ્યથી પણ રાત્રે વાપરે અને ભાવથી પણ રાત્રે વાપરે. જ્યારે (૪) કોઈ દ્રવ્યથી પણ ન વાપરે અને ભાવથી પણ રાત્રે ન વાપરે. તેમાંથી કોઈ રાગદ્વેષ વગરના સાધુભગવંત સૂર્ય ઊગ્યો ન હોવા છતાં સૂર્ય ઊગી ગયો છે - એમ સમજીને અથવા તો આથમી ગયો હોવા છતાં આથમ્યો નથી - એમ સમજીને કારણસર રાત્રે વાપરે તો પહેલો ભાંગો લાગે કે દ્રવ્યથી રાત્રિભોજન કર્યું પણ ભાવથી ન કર્યું. એ જ રીતે ‘રાત્રે વાપરીશ’ એવી મૂર્છાવાળા જીવને રાત્રે જમવા ન મળે ત્યારે બીજો ભાંગો મળે કે ભાવથી છે, દ્રવ્યથી નથી. જેને ઇચ્છા છે ને રાત્રે વાપરે છે તેને દ્રવ્યથી અને ભાવથી ઉભયથા રાત્રિભોજન હોવાથી ત્રીજો ભાંગો મળે. ચોથા ભાંગે રાત્રિભોજન મળતું ન હોવાથી ચોથો ભાંગો શુદ્ધ છે. આ પ્રમાણે પાંચ મહાવ્રત અને છ રાત્રિભોજનવિરમણવ્રત આત્માના હિત માટે પાળવાનાં છે. અહીં ‘આત્મહિત’નો અર્થ ‘મોક્ષ' કર્યો છે. કારણ કે આપણા આત્માનું હિત મોક્ષમાં જ સમાયેલું છે. આના ઉપરથી એટલું નક્કી થાય છે કે દરેકે પોતાના આત્માના હિત સ્વરૂપ મોક્ષ માટે જ ચારિત્રધર્મનું પાલન કરવાનું છે. આ સિવાયનો બીજો કોઈ હેતુ વ્રતપાલનનો હોવો ન જોઈએ. આપણે બીજાના આત્માના ઉદ્ધાર માટે દીક્ષા નથી લીધી, આપણા આત્માના ઉદ્ધાર માટે દીક્ષા લીધી છે ; એટલું સાધુસાધ્વીએ કાયમ યાદ રાખવું. બીજાને મોક્ષે પહોંચાડવા માટે આપણી દીક્ષા નથી. તેમ જ આપણા આત્માને પણ મોક્ષે પહોંચાડવા માટે જ દીક્ષા છે, તે સિવાયના દેવલોકાદિની પ્રાપ્તિ માટે આ વ્રત અંગીકાર કરવાનું નથી – એ પણ સાથે યાદ રાખવું. અહીં જણાવે છે કે આત્માના મોક્ષ સિવાય અન્ય કોઈ પણ દેવેન્દ્રત, નરેન્દ્ર–ાદિની ઇચ્છાથી જે વ્રત ગ્રહણ કરવામાં આવે તેને વ્રત કહેવાતું નથી. એવા જીવો વ્રતનું પાલન કરતા હોવા છતાં તત્વથી તેમને વ્રતનો અભાવ થાય છે. જે લાકડી, ચાલવા માટે કે કપડાં સૂકવવા માટે રાખી હોય તે લાકડી કોઈને ફટકારવા માટે કોઈ માંગે તો ‘લાકડી નથી” - એમ કહો કર૦) - ને ? કારણ કે ફટકારવા માટે લાકડી નથી. જે વસ્તુ જે પ્રયોજનથી રાખી હોય તેનાથી ભિન્ન પ્રયોજન માટે તે વસ્તુ નથી - એમ જ કહેવાય ને ? કાજાવાળો માણસ પણ કાજો ન લે તો તે માણસ નથી - એમ જ કહો ને ? તેમ જે સાધુ મોક્ષ માટે મહાવ્રત ન પાળે તે સાધુ નથી - તેમ કહેવાય. સાધુપણું મોક્ષના આરાયથી જ પાળવાનું છે - તેમાં સાદ્વાદ નથી લગાડવાનો. કારણ કે સ્યાદ્વાદનો સ્વીકાર મોક્ષે જવા માટે અને સંસારથી છૂટવા માટે કરવાનો છે. સાધુપણું મોક્ષ માટે પણ પળાય અને સંસારના સુખ માટે પણ પળાય - આ પરિણામ સંસારમાં રાખનારો હોવાથી તે સાદ્વાદમાં ન ગણાય અને ‘સાધુપણું મોક્ષ માટે જ પાળવાનું છે” આ અધ્યવસાય સંસારથી તારનારો હોવાથી તે એકાંતવાદમાં ન ગણાય. જેઓ મોક્ષે ગયા નથી તેમની સાધના અપૂર્ણ હોવાથી તે સાધનામાં ન ગણાય, જે સિદ્ધિ સુધી પહોંચાડે તેને સાધના કહેવાય. એ જ રીતે જેઓ મોક્ષે ગયા તેઓ તીર્થંકર થયા વિના ગયા હોય તો પણ તેમની સાધના પરિપૂર્ણ થઈ છે - એમ કહેવાય. હવે અહીં મોક્ષ સિવાયના આ લોક કે પરલોકસંબંધી સુખની ઇચ્છાથી જે વ્રત પળાય છે તે વ્રતરૂપ કેમ ગણાતું નથી તે હેતુ- યુક્તિ આપવા દ્વારા જણાવે છે. મોક્ષ સિવાય જે દેવ-દેવેન્દ્ર, ચક્રવર્તી, વિદ્યાધર, નરેન્દ્રપણાની અભિલાષા વ્રત-પાલન વખતે જાગે તો તેમાં હિંસાદિની અનુમોદના લાગે છે. કારણ કે તે તે નરેન્દ્રવાદિનું (રાજાપણાનું) પુણ્ય હિંસાના યોગે ફળતું હોય છે. તેથી ધર્મના યોગે એવા પુણ્યબંધની અભિલાષા રાખવાથી તેમાં થતી હિંસાની પણ અનુમોદના લાગે છે. આ રીતે હિંસાદિથી વિરામ પામવા સ્વરૂપ વ્રતનો અભાવ થાય છે - એ સમજી શકાય એવું છે. તેથી એકમાત્ર મોક્ષ સિવાય બીજા કશાની અભિલાષા રાખવી નથી. માગવાથી કશું મળતું નથી, આરાધના કરવાથી મળે છે. આ આરાધના પુણ્યના યોગે નથી થતી, ક્ષયોપશમભાવના યોગ થાય છે. સંસારના સુખની ઇચ્છાથી કરાતી આરાધના ઔદયિકભાવની છે. મોક્ષના આશયથી કરાયેલી આરાધના યોપશમભાવની છે. ક્ષયોપશમભાવથી કરાતી આરાધનામાં મંદ અધ્યવસાયને લઈને અલ્પવિશુદ્ધિમાં નરેન્દ્રવાદિનું પુણ્ય બંધાઈ જાય એટલામાત્રથી વ્રતનો અભાવ નથી થતો. કારણ કે તેમાં તેની અભિલાષા ન હોવાથી અનુમોદના પણ નથી. જ્યારે એ સુખની કે પુણ્યની અભિલાષા જાગે ત્યારે હિંસાની અનુમોદના પડેલી હોવાથી વ્રતનો અભાવ થાય છે. તેથી મુમુક્ષુ આત્માઓએ એકમાત્ર સ્વ (૧૨૧)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy