SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અદત્ત એટલે નહિ આપેલું. કોઈએ નહિ આપેલું ગ્રહણ કરવું તેને ચોરી કહેવાય છે. આ અદત્ત ચાર પ્રકારનાં છે. જે વસ્તુ જેની માલિકીની હોય તેને પૂછ્યા વિના તે વસ્તુ લેવી તેને સ્વામી-અદત્ત કહેવાય. કોઈ પણ જીવના પ્રાણ તે હરવા તેને જીવ-અદત્ત કહેવાય. કારણ કે કોઈ જીવે પોતાના પ્રાણ હરવાની રજા આપણને આપી નથી. ભગવાનની આજ્ઞા ન માનવી તેને તીર્થંકર-અદત્ત કહેવાય અને ગુરુની આજ્ઞા ન પાળવી તેને ગુરુ-અદત્ત કહેવાય. સાધુભગવંત આ ચારમાંથી એક પણ પ્રકારનું અદત્ત સેવે નહિ. સાધુભગવંત તો ચોરી ન કરે ને ? સ્વામીઅદત્ત અને જીવ-અદત્તથી બચવાનું હજુ સહેલું છે, પણ તીર્થંકર-અદત્ત અને ગુરુ-અદત્તથી બચવાનું કામ અત્યંત કપરું છે. અમારી પાસે જેટલી વસ્તુ હોય તેની ખબર અમારા ગુરુભગવંતને હોય કે નહિ ? જો હોય તો સમજવું કે ગુરુઅદત્ત નથી. બાકી અમારી કોઈ પણ પ્રવૃત્તિ ગુરુની જાણબહારની હોય તો અમને ગુરુ-અદત્તનું પાપ લાગવાનું જ. અને જ્યાં ગુરુ-અદત્ત હોય ત્યાં તીર્થંકર-અદત્ત હોય જ. કારણ કે તીર્થંકરભગવંતની સૌથી પહેલી આજ્ઞા એ છે કે - જે ગુરુ કહે તે પ્રમાણે કરવું. એક વાર આચાર્યભગવંતને હાથ ધોવા માટે મેં સાબુ આપ્યો. સાહેબે હાથ ધોતાં કહ્યું કે ‘તારો સાબુ ફીણ બહુ કરે છે’ તે વખતે ‘તારો' શબ્દ સાંભળીને મારા કાન ચમક્યા. સાબુજેવી વસ્તુ પણ ગુરુની જાણ બહાર રાખી હોય તો ગુરુ-અદત્તના પાપથી કેવી રીતે બચાય ? વસ્તુ વગર ચલાવી લઈશું પણ ગુરુની જાણ બહારની વસ્તુ રાખવી નથી : આટલી તૈયારી હોય તો આ ગુરુ-અદત્તના પાપથી બચી શકાશે. अहावरे चउत्थे भंते ! महव्वए मेहुणाओ वेरमणं, सव्वं भंते ! मेहुणं पच्चक्खामि, से दिव्यं वा माणुसं वा तिरिक्खजोणियं वा, नेव सयं मेहुणं सेविज्जा वनेहिं मेहुणं सेवाविज्जा मेहुणं सेवतेऽवि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । चउत्थे भंते ! महव्वए उवट्टिओमि सव्वाओ मेहुणाओ वेरमणं ४ ।। (सूत्र - ६ ) હવે ત્રણ મહાવ્રતથી અન્ય એવા ચોથા મહાવ્રતને વિષે હે ભગવન્ ! મૈથુનથી વિરામ પામવાનું ભગવાને જણાવ્યું છે. તેથી હે ભગવન્ ! સર્વ પ્રકારનાં (૧૧૦) મૈથુનનું હું પચ્ચક્ખાણ કરું છું. પછી તે દેવતાસંબંધી હોય, મનુષ્યસંબંધી હોય કે તિર્યંચસંબંધી હોય, તેમાંથી એક પણ પ્રકારનું મૈથુન હું જાતે સેવીશ નહિ, બીજા પાસે મૈથુન સેવરાવીશ નહિ, મૈથુન સેવનારા બીજાને સારા માનીશ પણ નહિ. જ્યાં સુધી જીવું ત્યાં સુધી ત્રિવિધે ત્રિવિધે મનથી, વચનથી, કાયાથી મૈથુનનું સેવન કરીશ નહિ, કરાવીશ નહિ, કરતાને અનુમોદીશ પણ નહિ. ભૂતકાળમાં મેં જે કાંઇ મૈથુનસેવન કર્યું છે તેનાથી હે ભગવન્ ! હું પાછો ફરું છું, તે પાપની આત્મસાક્ષીએ નિંદા કરું છું, આપની સમક્ષ ગીં કરું છું અને તે પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું. આ રીતે હે ભગવન્ ! ચોથા મહાવ્રતમાં સર્વથા મૈથુનથી વિરામ પામવા માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આ ચોથા મહાવ્રતનું મહત્ત્વ તો તમને સમજાવવું પડે - એમ નથી ને ? તમે તો મહા-ઉત્સૂત્રભાષીને પણ જો તે ચોથું પાળતા હોય તો તમારાથી ઊંચા ગણો ને ? શાસ્ત્રમાં ચોથા મહાવ્રતની મહત્તા જણાવી છે, પરંતુ તમે જેવી માનો છો એવી નથી જણાવી. તેની દુષ્કરતા જણાવવા માટે મહત્તા બતાવી છે, બીજાં વ્રતોને ગૌણ જણાવવા માટે નહિ. નારદજી બ્રહ્મચર્યનું પાલન સારામાં સારું કરતા હતા છતાં દ્રૌપદીએ તેમને અસંયતી જાણીને તેમનો આદર કર્યો ન હતો. કારણ કે ચોથું વ્રત પાળતા હોવા છતાં ચોથાની સાથે બીજાં ચાર વ્રતો તેમની પાસે ન હતાં. તેથી જ તો તેઓ અસંયતી કહેવાતા હતા. સ૦ ચોથું વ્રત લે એટલે અડધી દીક્ષા આવી જાય ને ? એની ના નથી, પરંતુ એની સાથે બીજી અડધી દીક્ષા બાકી છે – એટલું યાદ રાખવું. સ૦ પણ અડધામાં બાકીનાં ચાર વ્રત આવે ને ? છતાં તેમાં મુખ્ય કોણ ? શરીરનાં અંગોમાં માથું તો પા ભાગથી ય ઓછામાં ગણાય. છતાં માથા વિનાનું બધું નકામું ને ? તેથી સમજીને ચાલો. તમે પેલા શેઠની અને નાવિકની વાત સાંભળી છે ને ? એક શેઠ નૌકામાં બેઠા હતા. તેમણે નાવિકને સહજભાવે પૂછ્યું કે ‘તું શું ભણ્યો ?” નાવિકે કહ્યું, ‘કાંઈ નહિ.' ત્યારે શેઠે કહ્યું કે – 'તારી પા જિંદગી પાણીમાં ગઈ.' પછી શેઠે પૂછ્યું કે - ‘બીજો કાંઇ ધંધો (૧૧૧)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy