SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કહે કે ‘તને ત્રિફળા આ સાત દિવસ લે તો પેટ સાફ આવશે અને ખંજવાળનો રોગ મટી જશે.’ ત્યારે આ રોગી કહે છે કે ‘મારે તારી દવા નથી જોઈતી. જો ખંજવાળનો રોગ જ જતો રહે તો ખણવાની મજા ક્યાંથી મળે ? ખંજવાળ આવતી હોય અને ખણવાનું સાધન મળે તો મજા આવે ને ?' તેના જેવી જ દશા આપણી છે ને ? ધર્મ કરવાથી સુખ છૂટી જતું હોય તો સંસારમાં મજા શું આવે ? સુખનો રાગ છે તો સુખ ભોગવવામાં મજા આવે, રાગ જ ન હોય તો સુખમાં શું મજા આવે ? જો સંસાર રોગ લાગતો હોય તો એક દવા પૂરી થઈ જાય તો બીજી દવા લેવા આવે - આ તો એક તપ પૂરો થયા પછી કૃતકૃત્ય થઈ જાય કે ‘હવે આ વખતે બીજું કશું કરવું નથી, આવતા વરસે કરીશું !” આપણે પૂછવું પડે કે કેમ ભાઈ ! તપનું ફળ મળી ગયું ?' તપનું ફળ ન મળ્યું હોય તો તપમાં ફેરફાર તો કરવો પડે ને ? તપ કયા આશયથી કરવાનો છે ? સહ આશય તો મોક્ષનો જ હોય... પણ મોટું સંસાર તરફ હોય ! પેલા ઊંટની જેમ. ઊંટ જ્યાં પણ જાય ત્યાં, તેનું મોટું તો રાજસ્થાન ભણી જ હોય. મારા ગુરુમહારાજ પણ પૂછતા કે ‘ઊંધી દિશામાં સોની સ્પીડ ગાડી દોડાવે તો કેટલા સમયમાં ઇષ્ટ સ્થાને પહોંચે ?' સંસારના આશયથી તપ કરે તો મોક્ષ ક્યારે મળે ? સઆપ આવું કહેશો તો અમે તપ છોડીને ખાવા બેસી જઈશું ! આ ગાડી બંધ કરવાની વાત નથી ચાલતી, દિશા ફેરવવાની વાત ચાલે છે. દિશા ફેરવવા માટે પણ ગાડીને ઊભી તો રાખવી પડે ને ? તપ કર્યા પછી જો મુક્તિ ન મળતી હોય તો તપમાં માલ નથી કે આપણામાં માલ નથી ? જે તપ મોક્ષે પહોંચાડે એવો હતો તે તપ સંસારમાં રખડાવનારો બનતો હોય તો તે તપમાં ફેરફાર કર્યા વિના ચાલે એવું નથી - એમ લાગે ને ? તપમાં જે ખામી છે તેને દૂર કરવાની છે, તપને દૂર નથી કરવાનો. ચામાં સાકર ન હોય તો ચા ફેંકી દેવાની કે સાકર નાંખવાની ? બાહ્ય તપમાં અત્યંતર તપની ખામી હોય તો તે તેમાં ભેળવવા મહેનત કરવાની. સાધુ ભગવંતનાં મહાવ્રતોની વાત તમારી આગળ એટલા માટે કરવામાં આવે છે કે જેથી તમને પાંચ મહાવ્રતનું (૯૮) = સ્વરૂપ સમજાય, તેના કારણે માર્ગસ્થ સાધુને તમે ઓળખી શકો અને તમને પણ એ વ્રતો લેવાની ભાવના જાગે. કોઈ પણ જીવને પીડા આપ્યા વગર જીવી શકાય એવું આ ભગવાનનું સાધુપણું છે. આ મહાવ્રતોને સમજી જે સાધુ ભગવંત તેનું પાલન કરતા હોય તેમને મહાવ્રતના પાલનમાં સહાય કરવી એ શ્રાવકનું કર્તવ્ય છે. શ્રાવક પોતે જ સાધુ થવા માટે તલસતો હોય તો સાધુપણામાં બાધા પહોંચે એ રીતે સાધુ સાથે ન વત્તી શકે ને ? તમે સાધુને માર્ગસ્થ રહેવા દો તો તમે પણ માર્ગસ્થ બની શકો. સંસારના સુખમાં રસ હોય ત્યાં સુધી વાંધો નહિ. પણ એમાં આગ્રહ ન હોવો જોઈએ - તો માર્ગસ્થ બનવાનું સહેલું છે. રસ સૂકવતાં વાર ન લાગે, કદાગ્રહ ટાળવાનું કામ કપરું છે. એક વાર કદાગ્રહ નીકળી જાય તો જ્ઞાનીના વચનમાં તાકાત છે કે આપણા સંસારના રસને સૂકવી દે. મેઘકુમાર શરીરના રાગે ઘરે જવા નીકળેલા છતાં આંખને છોડીને શરીરના કોઈ પણ અવયવની સારસંભાળ ન લેવી : આવો અભિગ્રહ લઈ સાધુપણું પાળવા તૈયાર થયા - આ પ્રભાવ ભગવાનના તારક વચનનો હતો. અહીં પહેલા મહાવ્રતની પ્રતિજ્ઞામાં જે પ્રહૂમ પદ આવે છે - એનો અર્થ કરતાં ટીકામાં જણાવ્યું છે કે વર્તમાનમાં પાપનો ત્યાગ કરવા દ્વારા ભવિષ્યસંબંધી પાપના પણ ત્યાગનું આદરપૂર્વક કથન કરવું તેનું નામ પ્રત્યાખ્યાન. આ પ્રમાણે અર્થ કરવા દ્વારા એ સૂચવવું છે કે જે વ્રતના અર્થના પરિજ્ઞાન વગેરે ગુણોથી યુક્ત હોય તે જ ઉપસ્થાપના માટે અર્થાત્ મહાવ્રતો ઉચ્ચરાવવા સ્વરૂપ જે વડીદીક્ષા છે તેના માટે યોગ્ય છે. બે પ્રકારની પરિજ્ઞા છે. જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા. તેમાં જ્ઞપરિજ્ઞા વડે જાણવાનું છે અને પછી પ્રત્યાખ્યાનપરિજ્ઞા વડે તેનો ત્યાગ કરવાનો છે. આ બે પરિજ્ઞાપૂર્વક લેવાયેલી પ્રતિજ્ઞા શુદ્ધ ગણાય છે. પહેલાં જાણકારી મેળવવાની પછી ત્યાગ કરવાનો. જાણકારી મેળવ્યા વિના પચ્ચખાણ લે તેને પ્રતિજ્ઞાભંગ વગેરે દોષો લાગ્યા વિના ન રહે. એક વાર એક મહાત્મા પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા દરેક સ્થાને કરાવતા હતા. આચાર્યભગવંતને આ વાતની ખબર પડી તો તરત તેઓશ્રીએ કહ્યું કે - આ શું માંડ્યું છે ? આ ક્રિયા કરનારની જવાબદારી કેટલી વધે છે - એની ખબર પડે છે ? આ ક્રિયા કરનારથી એક પણ વસ્તુ અણહકની લેવાય નહિ, પોતાના ઘરમાં નીકળેલું નિધાન પણ નહિ લેવાય, રસ્તે પડેલી માટી પણ ન લેવાય... આ બધી સમજણ આપીને (૯૯)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy