SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે રોગની કબૂલાત કરી દવા લેવા તૈયાર થવું તેનું નામ ગહ. પ્રતિક્રમણ અને નિંદા વગરની ગહ નકામી છે. પરંતુ પ્રતિક્રમણ અને નિંદા કરતાં આ ગર્તામાં સત્વ વધારે જોઈએ. ગુરુ પાસે પાપ કબૂલ કર્યા પછી ગુર જે ઠપકો આપે તે સાંભળવો પડે અને તેનું જે કાંઇ પ્રાયશ્ચિત્ત આપે તે પણ વહેલી તકે પૂરું કરી આપવું પડે તો જ ગહ સાચી કહેવાય. સાધુપણામાં આવ્યા પછી પોતાના પાપની નિંદાગહીં કરવાના બદલે સહવર્તીની નિંદા કે ગહ કર્યા કરે તે પ્રતિજ્ઞા પાળી ન શકે. સાધુપણામાં ગમે તેટલું દુઃખ આવે તોપણ એક વાત નક્કી છે કે ગૃહસ્થપણા જેટલું પાપ અહીં નથી જ - એ સૌથી મોટું જમાપાસું છે, તેથી દુ:ખની ફરિયાદ કરવી નથી. જેને દુ:ખ અકળાવી મૂકે તેનું સંસારની અસારતાનું ભાન ટકે નહિ. જેલમાંથી નીકળ્યા પછી ખાવાપીવાનાં ઠેકાણાં ન હોય છતાં જેલ સારી લાગે ? કે “હાશ છૂટ્યો’ એનો આનંદ હોય ? તેમ સાધુપણામાં પણ દુ:ખનો પાર ન હોવા છતાં સંસારથી છૂટ્યાનો આનંદ હોય. પરિષહ-ઉપસર્ગ વેઠવા છતાં પાપથી બચ્યાનો આનંદ હોય. પાપ ભૂંડું લાગે તો દુ:ખ રૂડું લાગે. પાપ શેમાં છે ? પાપ વિરાધનામાં નથી, ઇચ્છા મુજબ જીવવામાં છે. ઇચ્છાનું પાપ દેખાય તેને આજ્ઞાપાલનમાં દુ:ખ ન લાગે. ગુવંજ્ઞા માટે ગંગાનદીનું પાણી કઈ દિશામાં વહે છે તેની ખાતરી કરવા નદીમાં દાંડો મૂકવામાં પાપ નથી અને ઉપરથી હાથ પર કાચા પાણીનું ટીપું પડે ત્યારે હાથ હલાવવામાં પાપ છે. બધાં પાપોથી મુક્ત બનાવે અને પાપથી મુક્ત ન બનીએ ત્યાં સુધી બધા પાપના પાપત્વને દૂર કરે એવું રસાયણ આ ગુર્વાજ્ઞાનું પાલન છે. ગુરુભગવંતને પૂછીને પ્રવૃત્તિ કરે, તેમની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરે તેને માથે કોઈ બોજો રહેતો નથી. કોઈ પૂછે કે ‘આમ કેમ કરો છો ? આ કેમ વાપરો છો ? આ કેમ વાપરતા નથી ?'... આ દરેક પ્રશ્નોના જવાબમાં 'ગુરને પૂછો.’ એમ કહી શકાય - એવું જીવન કેળવવું છે. આ તો વાચનામાં જવાનું પૂછવા આવે ને છાપું પૂછયા વગર વાંચે : ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા - એવી દશા ન જોઈએ. આવા વખતે ‘પૂછીએ તોય બોલે, ન પૂછીએ તોય બોલે !' એવો વિકલ્પ કરવાના બદલે આપણા મનની ખામીઓને ઓળખી લઈને જે કહે તે તહત્તિ કરવા તૈયાર થઈ જવું. હવે મહાવ્રતોરૂપ ચારિત્રધર્મને ત્રીજા અર્થાધિકારથી જણાવે છે. કોઈને પણ દુ:ખ આપવું નહિ, બીજાની પાસે કોઈને દુ:ખ અપાવવું નહિ અને કોઈને દુ:ખ જે આપતા હોય કે અપાવતા હોય તેને સારા માનવા નહિ : આ મહાવ્રતોનું સામાન્યસ્વરૂપ છે. સાધુધર્મની આરાધના માટે કેવી અનુકૂળતા જોઈએ તે જાણવા માટે આ માર્ગ સમજવાની જરૂર છે. આપણે પાંચ મહાવ્રત પાળી ન શકીએ તોપણ જેઓ મહાવ્રત પાળી રહ્યા છે તેમને આપણે સહાયક બનીએ તો ચોક્કસ આ ભવમાં જ, નહિ તો ભવાંતરમાં પણ ચારિત્રમોહનીયના ક્ષયોપશમને પામી શકીએ - એ આશયથી આ વિચારણા આપણે શરૂ કરી છે. સાધુભગવંતો તમારી ઇચ્છા મુજબ ન વર્તે અને ભગવાનની આજ્ઞા મુજબ વર્તે એમાં તમે રાજી ખરા ? આજે શ્રાવકવર્ગ મોટા ભાગે સમજવા માટે નથી આવતો, સમજાવવા માટે આવે છે તેથી તેઓ પોતાનું ચૂકી જાય છે. સાધુભગવંતો ભગવાનની આજ્ઞામાં હશે તો પોતે પણ માર્ગે રહેશે અને તમને પણ માર્ગે જ ચલાવશે. આપણે જોઈ ગયા કે સાધુ જીવનિકાયનો દંડસમારંભ કરે નહિ. જીવ, અજીવ વગેરે દુનિયાના કોઈ પણ પદાર્થમાં સામાન્યધર્મ અને વિશેષ ધર્મ હોય જ છે. સામાન્યવિશેષઉભયાત્મક વસ્તુ હોય છે. જીવત્વસ્વરૂપ સામાન્યધર્મ બતાવ્યા પછી તેમાં સ્ત્રીત્વ કે પુરષ વગેરે વિશેષ ધર્મો પણ જોવા મળે છે. તે જ રીતે અહીં સિં છ0 દં... થી સામાન્યથી દંડ-સમારંભનો પરિહાર જણાવ્યો, હવે વિશેષથી જણાવવા માટે અહીં પાંચ મહાવ્રતોનું સ્વરૂપ જણાવે છે. એક વાર આચાર્યભગવંતે બધા સાધુઓને પાંચ મહાવ્રતો કયાં છે - એમ પૂછ્યું. ત્યારે સાધુઓ કહેવા લાગ્યા કે પહેલું પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ.. ત્યારે સાહેબે કહ્યું કે પહેલું પ્રાણાતિપાત નહિ. પહેલું પ્રાણાતિપાતવિરમણ, બીજું મૃષાવાદવિરમણ... એ રીતે નામ દેવાય. પ્રાણાતિપાત તો પાપ છે, પ્રાણાતિપાતવિરમણ એ વ્રત છે. પાપ અને પાપની વિરતિ : એ બંન્ને જુદાં છે. પહેલા મહાવ્રતનું સ્વરૂપ જણાવતાં ફરમાવે છે કે : पढमे भंते ! महव्वए पाणाइवायाओ बेरमणं, सव्वं भंते ! पाणाइवार्य पच्चक्खामि, से सुहमं वा बायरं वा तसं वा थावरं वा, नेव सयं पाणे अइवाइजा नेवऽन्नेहिं पाणे अइवायाविजा पाणे अइवायंतेऽवि अन्ने न समाजाणामि, जावजीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समाजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । पढमे भंते ! महब्बए उवट्टिओमि सव्वाओ पाणाइवायाओ वेरमणं ॥१।। (सूत्र-३) (૯૫)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy