________________
ડૂચા નાંખ્યા હોય, આંખે પાટા બાંધ્યા હોય, નાક-કાન પણ બંધ કર્યા હોય, હાથ-પગ બાંધી દીધા હોય, પાંચે ઇન્દ્રિયોના વ્યાપારને અટકાવી દેવામાં આવે અને પછી સોંય મારવામાં આવે તો તેને વેદના થાય પણ તે વ્યક્ત ન કરી શકે ને ? તેવી જ રીતે એકેન્દ્રિયપણામાં કે બેભાન અવસ્થામાં વેદના થતી હોવા છતાં તે વેદના વ્યક્ત કરી શકાય એવી નથી હોતી..
સવ કોઈ કોમામાં હોય તો તેને સમાધિ આપવા, નિર્ધામણા કરાવવા જવાય ?
કદાચ નિર્ધામણા કરાવતી વખતે ભાન આવી જાય - એવી સંભાવનાથી કરાવાય. જોકે સમાધિ કોઈના વચનમાં નથી, આપણી સમજણમાં છે. ભગવાનનાં વચનો પણ, આપણે સમજીએ તો આપણને સમાધિ આપે. આપણી પાસે જો સમજણ જ ન હોય તો મહાગોપ અને મહાનિર્ધામક એવા ભગવાન પણ આપણને કામ ન લાગે, તો બીજા કઈ રીતે સમાધિ આપી શકે ?
સ૦ બેભાન અવસ્થામાં શુભ ભાવ આવી શકે ?
પહેલાં શુભભાવમાં હોય અને પછી બેભાન થાય તો શુભ ભાવ છે - એમ માની શકાય. સાધુભગવંતો સ્વાધ્યાય કરતાં ઢળી પડે તો શુભ ભાવમાં ગયા કહેવાય. તમે પૈસા ગણતાં ઢળી પડો તો અશુભભાવમાં ગયા - એમ જ માનવું પડે ને ? તેથી કાયમ માટે શુભ ભાવમાં, શુભ ઉપયોગમાં રહેવું.
સહ આયુષ્યનો બંધ પહેલાં પડી ગયો હોય તો ?
આયુષ્યનો બંધ પડી ગયો હશે તો એક ભવ બગડશે, પણ આરાધના હશે તો ભવોભવ સુધરશે. શ્રી કૃષ્ણ મહારાજને, શ્રી શ્રેણિક મહારાજને આયુષ્યનો બંધ પડી ગયો હતો છતાં આરાધના છેલ્લી ઘડી સુધી સુંદર પ્રકારે કરી ને ? આરાધનાનો ત્યાગ ન કર્યો ને ? તો તમને કેમ આવો વિચાર આવે છે ? ઉપયોગ એ આત્માનું અસાધારણ લક્ષણ છે. અશુભ ઉપયોગમાં તો આત્મા કાયમ રહેવાનો જ, તેને શુભ ઉપયોગમાં રાખવા પ્રયત્ન કરવો છે. શરીરમાં ઉપયોગ નથી, કારણ કે શરીર તો જડ છે. તેથી નક્કી છે કે ઉપયોગનો જે આશ્રય છે તે જ આત્મા છે.
(૫) કષાય : કોધાદિ કષાયને કરનાર આત્મા જ છે, શરીર નહિ : આમાં તો કોઈ બેમત નથી ને ? ક્રોધ, માન, માયા, લોભ : આ બધા પર્યાય શરીરમાં
(૩૪) :
ઘટતા નથી તેથી આ પર્યાયોને ધારણ કરનાર આત્મદ્રવ્ય સત્ છે - એ સમજી શકાય છે. જેમ કુંડલ, મુદ્રિકા, મુગટ વગેરે પર્યાયને ધારણ કરનાર સુવર્ણદ્રવ્ય છે તેમ ક્રોધાદિપર્યાયને પામનાર જે દ્રવ્ય છે તે આત્મા છે. કષાય એ કર્મસહિત આત્માનું લક્ષણ છે. શુદ્ધઆત્મા કપાય કરતો નથી. અનાદિથી આત્મા અશુદ્ધ છે. અશુદ્ધ આત્મા કર્મ બાંધે છે અને એ કર્મના કારણે આત્મા કષાયાદિ અશુભ અવસ્થાને પામે છે. કષાય પણ આત્મા કરે છે અને કષાયનો જ્ય કરીને ઉપશાંત પણ આત્મા જ થાય છે.
સવ ભગવાનના કાનમાં ઠોકાયેલા ખીલા કઢાયા ત્યારે આત્મા તો શાંતઉપશાંત હતો, તો શરીરે જ રાડ પાડી ને ?
શરીરે રાડ નથી પાડી, શરીર દ્વારા આત્માએ જ રાડ પાડી હતી. પીડા કાનમાં હતી, એ પીડાનો અનુભવ કરવા છતાં આત્મા સાબૂત હતો, લેપાયો ન હતો. આ તો પીડા અસહ્ય હોવાથી રાડ પડી ગઈ. બાકી આત્માનો સમભાવ હણાયો ન હતો, માટે ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન રાડ પાડે તોપણ તેમને કર્મબંધ ન થાય, આપણે તો મૌન રહીએ તોય કર્મ બાંધ્યા વિના ન રહીએ. કોઈ આપણો રોગ જાણી ન જાય માટે પીડા છુપાવીએ, વટ મારીએ તો તે માયા જ છે ને ? આ માયા પણ આત્મા કરે છે અને લોભ પણ આત્મા કરે છે; શરીર નહિ. શરીરને કેટલું જોઈએ ? પેટમાં પડ્યું એટલું ને ? બે વસ્ત્ર મળે તો શરીરને માટે તો પૂરતાં છે, છતાં વધારે જોઈતું હોય તો તે આત્માને જ જોઈએ છે ને ? આ રીતે કષાયને કરનાર આત્મા છે - એ સિદ્ધ થાય છે.
(૬) લેશ્યા : કષાયની જેમ લેશ્યાના કારણે પણ આત્માની સિદ્ધિ થાય છે. આ ચોથા અધ્યયનમાં જીવનું અસ્તિત્વ વિસ્તારથી સમજાવ્યું છે. ત્રીજા અધ્યયનમાં બતાવેલા આચારમાં ટકવા માટે અને એ આચારના પાલન દ્વારા ફળ સુધી પહોંચવા માટે જીવનું અસ્તિત્વ સ્વીકારવું જરૂરી છે. જેઓ આત્માના અસ્તિત્વને ન સ્વીકારે તેઓ પાપના પંથે ગયા વિના ન રહે. અનાચારના ત્યાગ અને આચારના પાલન માટે આત્માનું અસ્તિત્વ સમજાવવું પડે, એ અસ્તિત્વમાં હેતુઓ બતાવવા પડે, એ હેતુઓ દ્વારા સિદ્ધ થયેલ અશુદ્ધ આત્માને શુદ્ધ બનાવવા માટે રત્નત્રયીનો માર્ગ બતાવવો પડે, એ માર્ગે ચાલતા જે અતિચાર લાગે તે
(૩૫)