________________
૩૪કારની આકૃતિ ધ્યાન ધરીએ, પણ નાદ-બિંદુ આદિનું ધ્યાન ન ધરીએ તે ધ્યાનની પ્રક્રિયા અધૂરી રહે છે અને તે નિર્વાણપદની સિદ્ધિ કરી શકતી નથી. તેથી જ કહેવાયું છે કે “જાપબિન્દુયુવાં નિત્યં શનિ જિના–ચેગી પુરુષે કારતું બિહુ સાથે. (ચંદ્રકલા સાથે) નિત્ય ધ્યાન ધરે છે.”
કેટલાકને કારની આ આકૃતિમાં ગણપતિ એટલે ગજાનન, ગણેશ કે વિનાયકનાં દર્શન થાય છે અને તેઓ એની વિનાયક તરીકે સ્તુતિ કરે છે. જેમકે
उध्वशुण्डमधाशुण्डं द्विधा व्यावृत्तशुण्डकम् । सर्गविसर्गसन्धीश नौम्योङ्कारविनायकम् ॥
“ઊર્ધ્વ , અધઃ સૂંઢ તેમજ બેવડી વળી ગયેલ સુંઢવાળા અને એ રીતે સર્ગ, વિસર્ગ અને સંધિના ઈશ્વર એવા કારરૂપી વિનાયકને હું પ્રણામ કરું છું.'
તાત્પર્ય કે સ્કારને એક ભાગ હાથીએ સૂંઢ ઊંચી કરી હોય એવે છે, એક સુંઢ નીચી કરી હોય એવે છે અને એક ભાગ સૂંઢ બેવડી વળી ગઈ હોય એવે છે. તે અનુક્રમે સર્ગ એટલે સૃષ્ટિ, વિસર્ગ એટલે સંહાર અને સર્ગ-વિસર્ગની સંધિ એટલે સ્થિતિનું સૂચન કરે છે. આ. ત્રણેય વસ્તુ પર આધિપત્ય ભેગવનાર ૩ષ્કાર એ ખરેખર વિનાયક રૂપ છે. તેને હું પ્રણામ કરું છું.
પાછળના ચિત્રનું નિરીક્ષણ કરવાથી આ વસ્તુ વધારે. સ્પષ્ટ થશે?