________________
પ્રકાશકીય
ચાલુ વર્ષના જુન માસના બીજા અઠવાડિયામાં મંત્રવિજ્ઞાનનું પ્રકાશન થયું, ત્યારે અમારા મનમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો હતું કે ગુજરાતી પ્રજા આ ગ્રંથને સત્કાર કરશે ખરી? પણ ત્યાર પછીના થોડા જ દિવસોમાં અમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો. અનેક સારા સારા માણસો અમારા કાર્યાલયમાં જાતે આવીને આ ગ્રંથ ખરીદી ગયા, એટલું જ નહિ પણું તેને માટે અભિનંદન પણ આપતા ગયા. બહારગામથી પણ તેની વરદીઓ આવવા લાગી, જે આજ પર્યત ચાલુ રહી છે.
વિશેષમાં આ ગ્રંથના પાઠકએ અમારી સાથે કેટલેક પત્રવ્યવહાર પણ કર્યો છે અને મંત્રસાધનામાં તેમને જે મુશ્કેલીઓ નડી રહી છે, તેનું માર્ગદર્શન પણ માગ્યું છે, જે અમે યથામતિ વ્યથાશક્તિ આપ્યું છે. આજે આ ગ્રંથની માત્ર ગણતરીની નકલો જ બાકી
રહી છે.
આ રીતે આ ગ્રંથને સત્કાર થવામાં તેની બહુમૂલ્ય સામગ્રી કરતાયે પત્રકાર બંધુઓએ તેના પ્રકાશનમા જે રસ દાખવ્યો અને તેની જે વિસ્તૃત સમાલોચનાઓ કરી તે ખાસ કારણભૂત છે. તે માટે અમે મુંબઈ સમાચાર સાપ્તાહિક, ગુજરાત સમાચાર, કિસ્મત માસિક, ગાયત્રી વિજ્ઞાન માસિક, ખેડા વર્તમાન સાપ્તાહિક વગેરેના ખાસ આભારી છીએ. મુંબઈ સમાચાર સાપ્તાહિકે તે આ ગ્રંથના અમુક પ્રકરણા લેખરૂપે છાપીને જનતાનું આ ઉ૫યોગી ગ્રંથ પ્રત્યે સવિશેષ ધ્યાન ખેંચ્યું છે, તે માટે તેમને પુનઃ પણ આભાર માનીએ છીએ.