________________
શ્કારને અર્થવિસ્તાર
૫૭ ૩૦કારની ઉપર્યુકત ત્રણ માત્રાઓથી અતિરિક્ત એક ચેથી માત્રા નાદ રૂપ છે, પરંતુ તે અવ્યવહાર્ય છે. આ અવ્યવહાર માત્રા પ્રપંચોનું ઉપશમન કરનાર અને શિવરૂપ છે. આ ચતુર્થ માત્રાને નાદ એ જ આત્મા છે. આ રીતે વષ્કારરૂપ આત્મા જ આત્મામાં પ્રવેશ કરે છે. તેને જે જાણે છે, તે પોતાની સર્વ કામનાઓને પ્રાપ્ત કરે છે.
અહીં પ્રસંગવશાત એ પણ જણાવી દઈએ કે એકી સાથે બે મંત્રની ઉપાસના થઈ શકતી નથી, અર્થાત કોઈ પણું એક મંત્રની જ ઉપાસના થઈ શકે છે, એટલે મંત્રપાસના કરવાની ઈચ્છાઅભિલાષાવાળાએ જે મંત્ર શ્રેષ્ઠ હાય તેની જ પસંદગી કરવી જોઈએ. કારની તુલનામાં કોઈ મંત્ર ઊભું રહી શકે એમ નથી, એ હકીકત છે, તેથી તેની જ પસંદગી કરવી એગ્ય છે, હિતાવહ છે, કલ્યાણકારી છે.
બીજમંત્રવિચનમાં કહ્યું છે કે, “ભગવન્નામજપમાં કેટલાંક નામે તેમાં છુપાયેલા સંદેશાઓ અને સંકેતેને કારણે જ જપ કરવા યોગ્ય માનવામાં આવે છે અને તેથી જ તેઓ મંત્રની સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે –
પાલ- નામમાં ગોપાલનને સંદેશ અને ઈન્દ્રિયસંચમને સંકેત છૂપાયેલે છે.
રામ-નામમાં જગતને આનંદિત કરવાને તથા આત્માનંદમાં રમણ કરવાને સંકેત નિહિત છે.
* આ માત્રાને અધમાત્રા, અભિન્ક, અમાત્ર તથા તુરીય ચિત્માત્ર પણ કહે છે.