________________
કારની ઉત્પત્તિ હતું. પછી સરસ્વતીની સ્તુતિ બેલ્યા, ત્યારે ત્યાં સરસ્વતીનું ચિત્ર દેખાયું.
અમે કહ્યું : “તમે એનું ઠામ-ઠેકાણું પૂછયું?” ત્યારે તેમણે કહ્યું કે હું બનતાં સુધી એને પતે મેળવી આપીશ, પણ “સાધુજન રમતા ભલા, એને પતે શું મળે?
ત્યાર પછી કેટલાક વર્ષે મુંબઈની એક જાણીતી હોસ્પીટલના ડોકટરે અમને આવી જ શક્તિવાળા એક સાધુને જોયાની વાત કરી, પરંતુ તેમણે પણ એ સાધુ-મહાત્માનું નામ-ઠેકાણું પૂછ્યું ન હતું કે તેમની આ વિદ્યાનું રહસ્ય સમજવા પ્રયત્ન કર્યો ન હ! તેઓ તે પ્રામાણિકપણે એમ જ માનતા હતા કે આ એક પ્રકારનું જાદુ છે અને આ સાધુ પેટ ભરવા માટે તેને ઉપયોગ કરે છે! આપણું દેશમાં વિદ્યાવાનેની કેવી કદર થાય છે, તે જુઓ! ખરેખર આપણે વિદ્યાનું મહત્વ વિસરી ગયા છીએ અને તેથી જ આપણ અનેક અદ્દભુત વિદ્યાઓને કાયમને માટે લેપ થઈ ગયા છે.
તાત્પર્ય કે શખશક્તિના આવા ચમત્કારે આજે પણ થાય છે અને તે મંત્રવિદ્યાની શક્તિ પર સત્યતાની મહેર મારી જાય છે.
સૃષ્ટિમાં પ્રથમ નાદ ઉત્પન્ન થયે, એટલે કે પ્રણવનું પ્રાકટય થયું, ત્યારથી તે અખલિત ચાલુ છે અને તે સૃષ્ટિના અંત સુધી ચાલુ જ રહેશે. બ્રહ્માંડના ખૂણે ખૂણે, તેમજ આપણી નસ-નાડીઓમાં પણ તે પ્રણવ ધબકી રહ્યો છે.