________________
२४
મંત્રચિંતામણિ
एतद्ध्येवाक्षरं ब्रह्म, एतद्ध्येवाक्षरं परम् । एतद्ध्येवाक्षरं ज्ञात्वा, यो यदिच्छति तस्य तत् ।।
આ જ ઋાર અક્ષર અમર અર્થાત્ સગુણ બ્રહ્મ છે અને આ જ ઋાર અક્ષર પર અર્થાત્ નિર્ગુણ બ્રહ્મ છે. આ સર્વવ્યાપી અવિનાશી અક્ષરબ્રહ્મને જાણીને જે સાધક જે ફલની ઈચ્છા કરે છે, તેને તેજ ફક્ત મળે છે.”
एतदालम्बनं श्रेष्ठमेतदालम्बनं परम् । एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते ।।
બ્રહ્મની ઉપાસનામાં આ ઋારમંત્રનું આલંબન શ્રેષ્ઠ અને સર્વોત્તમ છે. આ આલંબનનું જ્ઞાન પ્રાપ્ત કરી સાધક બ્રહ્મકમાં પહોંચી આનંદમય જોતિ સ્વરૂપ મહિમાને અનુભવ કરે છે.”
પ્રશ્નોપનિષમાં શિબિપુત્ર સત્યકામ અને પિપલાદ મહર્ષિ વચ્ચે સંવાદ આ પ્રમાણે નેંધાયેલ છે? _ 'सं यो ह वै तद् भगवन् ! मनुष्येषु प्रायणान्तमोङ्कारमभिध्यायोत । कतमं वाव स तेन लोकं जयतीति ? ॥५-१॥'
હે ભગવન ! મનુષ્યમાં જે પુરુષ પ્રાણપ્રયાણ પર્યત આ ક્કારનું નિરંતર ધયાન ધરે છે, તેના વડે તે કયા લોકને જિતી લે છે?”
'तस्मै स होवाच, एतद्वै सत्यकाम! परं चापरं च ब्रह्म यदोङ्कारः । तस्माद्विद्वाने तेनैवायतने कतरमन्वेति ॥५-२॥'