________________
પંડિત શ્રી ધીરજલાલ શાહ કૃત
સમરકલા અંગે શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈને અભિપ્રાય
સામાન્ય જનતાને ચમત્કાર, મંત્રસિદ્ધિ કે ગપ્રક્રિયા લાગે એવી સ્મરણકક્ષાની શતાવધાનની કલા પાછળ શાસ્ત્રીય સિદ્ધતિ રહેલા છે, એમ જ્યારે શ્રી ધીરજલાલે અમને સમજાવ્યું, ત્યારે તેમની હત્યવિશુદ્ધિ માટે મને ખૂબ માન ઉત્પન્ન થયું. આપણા દેશમાં વિદ્યા–કલાને ગુપ્ત રાખવાની એક પ્રથા પડી ગઈ છે. કાં તો કલાકાર કલાર બને છે, કા કલાની આસપાસ ગૂઢ રહસ્યભર્યું વાતાવરણ ઉત્પન્ન કરી પોતાની મહત્તા વધારવા મથે છે. આને પરિણામે આપણે કેટલીક કલાઓ અને કેટલાક હુન્નરે બગડી ગયા અને નાશ પણુ પામ્યા. શ્રી ધીરજલાલે સ્મરણુકલાનું ઊડું અવગાહન કર્યું છે અને તેના પરિણામે તેઓ પોતાના ગુરુપદની મહત્તા ઠીક ઠક વધારી શકયા હતા, પરંતુ તેમણે તેમ ન કરતાં પિતાના અભ્યાસ અને પિતાની તપશ્ચર્યાનાં ફલ આ “સ્મરણકલા” નામના અપૂર્વ ગ્રંથમાં ગુજર્જર જનતા સમક્ષ ખુલ્લાં મૂકી દીધા છે અને સ્મરણકલની વિધવિધ કુચીઓ ગુજ૨ જનતાના હાથમાં મૂકી છે. આ ગ્રંથને ઠીક ઠીક વિચાર કરીને હું અપૂર્વ કહું છું. મને યાદ છે ત્યાં સુધી, સ્મરણકલા વિષે આવો કઈ ગ્રંથ ગુજરાતીમાં પ્રસિદ્ધ થયે નથી. મૂલ્ય રૂપિયા ૫=૦૦ રજી. પિસ્ટેજ ખર્ચ રૂા૧=૨૦
મુખ્ય પ્રાપ્તિસ્થાન : પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-હ,
( વી. પી. થી મોકલવામા આવે છે.)