________________
[૧] કારને મહિમા
આ વસ્તુ સરસ છે, અતિ મહત્વની છે કે અતિશય લાભદાયી છે એ ખ્યાલ આવ્યા પછી જ તેના માટે આકર્ષણ થાય છે, તેના માટે પ્રેમ જાગે છે અને તેના માટે જે કંઈ પ્રયત્ન, પ્રયાસ કે પુરુષાર્થ કરવાની જરૂર જણાય, તે કરવાને ઉત્સાહ પ્રકટે છે.
હિમાલયની શોભા અપૂર્વ છે. કાશ્મીર એક અતિ સુંદર પ્રદેશ છે.” “તાજમહાલ એક વાર જીદગીમાં અવશ્ય જોવા જેવું છે. આ ગાલ ઉત્પન્ન થવાથી જ આજે દૂર-સુદૂરના હજારે પ્રવાસીઓ આપણું દેશમાં આવે છે અને તેની સરસતા, સુંદરતા કે ભવ્યતા નિહાળીને પિતાના દિલ તથા દિમાગને પ્રસન્ન કરી રહ્યા છે.
વનરાજ અર્થાત્ સિંહને નજીસ્થી નિહાળવાનું શકય છે અને એક સાથે બે, ત્રણ, ચાર કે તેથી પણ વધારે સિંહે નિર્ભયપણે જોઈ શકાય છે એ ખ્યાલ આવ્યા પછી સૌરાષ્ટ્ર-ગીરનાં જંગલમાં દર વર્ષે દેશ-વિદેશના હજારે ૨ "