________________
४२
મંત્રચિંતામણિ ઝેર ઉતરી જાય છે. વળી કેટલાંક તેનો પાઠ કરતાં વિવિધ પ્રકારના રોગોનું નિવારણ થાય છે, તે કેટલાંક તેને પાઠ કરતાં આવી પડેલી આપત્તિઓમાંથી ઉદ્ધાર થાય છે.
મંત્રવિજ્ઞાનના પ્રારંભિક વક્તવ્યમાં અમે ઉવસગગહર તેત્રના પાઠથી આપત્તિનું નિવારણ થયાના બે દાખલાઓ આપ્યા છે. તે સિવાયના બીજા પણ અનેક ચમત્કારે અમારા અનુભવમાં આવ્યા છે. એટલું જ નહિ પણ જેણે જેણે અમારી પાસે આપત્તિઓની ફરિયાદ કરી, તેમને આ સ્તંત્રની નિયમિત ગણના કરવાનું સૂચવતાં તેમણે આ સ્તોત્રની ગણના શરૂ કરેલી અને તેનાં પરિણામ ઘણું સંતોષકારક આવેલાં છે તેથી જ પ્રસ્તુત પ્રકરણમાં આપત્તિનિવારક અદ્ભુત સ્તોત્ર તરીકે તેની રજૂઆત કરીએ છીએ.
આ તેત્રની રચના આજથી લગભગ ૨૩૫૦ વર્ષ પૂર્વે મહાન જૈનાચાર્ય શ્રી ભદ્રબાહ સ્વામીએ કરેલી છે કે જેઓ
જ્યોતિષ તથા મંત્રવિદ્યામાં પરમ નિષ્ણાત હતા. એમ કહેવાય છે કે કોઈ વ્યંતરને ઉપદ્રવ દૂર કરવા માટે તેમણે પ્રાચીન મહાવિદ્યાઓના ગ્રંથમાંથી ઉદ્ધાર કરીને આ તેંત્ર બનાવેલું અને તેને સામુદાયિક પાઠ કરતાં વ્યંતરકૃત ઉપદ્રવ તરત જ શમી ગયેલ. ત્યાર પછી આ સ્તોત્રને વ્યાપક પ્રમાણમાં પાઠ થવા લાગે અને આજે પણ ઘણુ ભાવિકે તેને નિયમિત પાઠ કરે છે.
આ સ્તોત્રને મૂળ પાઠ નીચે પ્રમાણે સમજો :