________________
બુદ્ધિ-સ્મૃતિ વધારનારા પ્રાગા
૩૯
નાચા/એ તેનુ તેલ સ્મૃતિ વધારવા માટે અતિ ઉત્તમ માનેલું છે. સેાળમા સૈકામાં તૈલ’ગણુ દેશમાં ( આજના આંધ્ર પ્રદેશમાં) થઈ ગયેલા ઈલેશ્વર ઉપાધ્યાયે આ તેલના પ્રયાગથી પાતાની પાઠશાળામાં ભણતા ૫૦૦ વિદ્યાથી ઓને ઘણા બુદ્ધિમાન્ તથા સ્મૃતિમાન અનાવ્યા હતા તથા તેની નાચી નામની પુત્રી પણ તેનાથી ઘણી જ તીવ્ર સ્મૃતિવાળી થઈ હતી.
તેના પ્રયોગ સામાન્ય રીતે નીચે પ્રમાણે કરવામાં આવે છે: સારી માલકાંગણી પસંદૅ કરી તેનુ' તેલ કઢાવવુ.. (હાલ યંત્ર દ્વારા ગાંધી લેાકેા તેનુ તેલ કાઢી આપે છે. ) આ તેલનાં ૧૦ ટીપાં પતાસાં પર નાખવાં. પછી તે પતાસું ખાઈને ઉપર દૂધ પીવુ'. ખોરાકમાં જૂના ચાખા તથા દૂધ વાપરવું. પાણી બિલકુલ વાપરવું નહિ, અથવા તા ઘણુ ઓછું વાપરવુ', તેલનુ' પ્રમાણ અબ્બે ટીપાંથી વધારતાં જવુ, પણ અે તાલા જેટલું થાય, એટલે આગળ વધારવુ' નહિ. કુલ ૪૦-૪૨ દિવસ આ પ્રયોગ કરવાથી ઘણા લાભ થાય છે, પરંતુ મને ત્યાં સુધી આ પ્રયેાગ કાઈ કુશલ વૈદ્ય કે અનુભવી પુરુષની દેખરેખ નીચે કરવા, જેથી બીજી કોઈ પ્રતિકૂલ અસર થાય નહિ અથવા થવા લાગે તે તેનુ સમયસર નિવારણુ કરી શકાય.
( બ્રાહ્મી ચૂણુ, શંખાવલી ચૂણું, સારસ્વત ચૂર્ણ, અપામાર્ગાદિ ચૂણુ, વિશ્વાવ ચૂણુ, વૃદ્ધદારુકમૂલ ચૂણું, શતાવરી ચૂણુ તથા ક્લ્યાણકાવલેહ આદિ પણ બુદ્ધિસ્મૃતિને સુધારવા