________________
૩ર૭
બુદ્ધિ-સ્મૃતિ વધારનાર પ્રયોગ પૂજા કરવી તથા શ્વેત પુષ્પની મનેહર-સુંદર માલા ચડાવવી. પછી તેમની આગળ કેળાં, સંતરા, મેસંબી, દાડમ, સફરજન, કેરી, ચિફ આદિ પૈકી કઈ પણ ફળ મૂકવું. જે બે-ત્રણ જાતનાં ફલે મૂકાય તે ઉત્તમ. આ બધી ક્રિયા નાહી-ધોઈને શુદ્ધ શ્વેત વસ્ત્ર પહેરીને કરવી.
ત્યાર બાદ નીચેને શ્લેક બોલી પ્રાર્થના કરવી? या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता, सामां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा ॥
જે મેગરાના પુષ્પ, ચંદ્રમા, બરફ અથવા મેતીના હાર જેવી વેત વર્ણવાની છે, જે શ્વેત પદ્મ (કમલ) પર બેઠેલી છે, જેને હાથ વીણાના શ્રેષ્ઠ દંડથી વિભૂષિત થયેલ છે, જેણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલાં છે, જે બ્રહ્મા, વિષ્ણુ, શંકર આદિ દેવે વડે સદા વંદાય છે, અને જે જાદ્ય એટલે મતિમાંઘ-મતિમંદતાને સંપૂર્ણપણે નાશ કરનારી છે, તે ભગવતી સરસ્વતી મારું રક્ષણ કરે.
ત્યાર બાદ થોડી વાર સુધી સરસવતી દેવીનું ધ્યાન ધરવું, તેમાં તેમનું આ ચિત્ર જ સ્મૃતિપટ પર લાવવું અને જાણે તેઓ આપણુ પર અનુગ્રહ કરી રહ્યા છે, એવી ભાવના કરવી.
ત્યાર બાદ મૂલમંત્રને ૧૦૦૮ જપ કરે અને પલાશ