________________
મંચિંતામણિ કહેવામાં આવ્યું કે કેટલીક વાર સવપ્નને બદલે અવાજથી પણ ઉત્તર આવે છે, એટલે સાવધ રહ્યા હતા. વધારે સ્પષ્ટ કહીએ તે બાર વાગ્યા પછી ડી નિદ્રા કરીને ત્રણ વાગતાં બરાબર જાગ્રત થઈ ગયા હતા.
ચારમાં પાંચ મીનીટ કમ હતી, ત્યારે અમારા એ સગાને રવપ્ન થયું અને તેઓ જાગી ગયા. તેમજ આગલા દિવસે આપેલી સમજ મુજબ પથારીમાં બેસીને પ્રભુમરણ કરવા લાગ્યા. આ પરથી અમે એટલું અનુમાન તે જરૂર કર્યું કે તેમને નકકી સ્વપ્ન આવ્યું, પણ એ વખતે કંઈ પણ પ્રશ્ન કર્યો નહિ. સવારના છ વાગ્યા પછી તેમણે અમને કહ્યું કે “આ પ્રકારનું સ્વપ્ન આવ્યું છે.” પછી બંને જણ સાથે મંદિરે ગયાં અને પ્રભુનાં દર્શન કરી પાછા ફર્યા. બાદ તેમને પારણું કરાવ્યું.
તે પછી અમે પેલા મિત્રને મળ્યા. તેઓ અમારી રાહ જોઈ જ રહ્યા હતા. તેમને સ્વપ્નની હકીક્ત કહી અને તેમાં મળેલા ઉત્તર પ્રમાણે કામ કરવાને નિશ્ચય કર્યો. અમને જણાવતા આનંદ થાય છે કે એ ઉત્તર સારો હતો અને એ પ્રમાણે કામ કરતાં જે અર્થલાભ થશે, તેનાથી અમારા એ મિત્રની મુશીબત ટળી ગઈ હતી.
અહીં પ્રસંગવશાત્ એ પણ જણાવી દઈએ કે જે એ ઉત્તર પ્રમાણે મન મૂકીને કામ કર્યું હતું તે ઘણી લાભ થાત, પણ એ કામ અમુક પ્રમાણમાં જ થયું હતું અને અમારા મિત્રને સુશીબતમાંથી બહાર નીકળવા માટે