________________
ધારેલા પ્રશ્નોને ઉત્તર મેળવવાને પ્રગ
૩૧૯
કરવું જોઈએ અને મારા પ્રશ્નનો ઉત્તર અવશ્ય મળશે” એવી દઢ શ્રદ્ધા રાખવી જોઈએ.
ગત ખંડમાં કબીરજીએ સદ્ગ કેવી રીતે મેળવ્યા? તેનું વર્ણન કરેલું છે, તે આ બાબતમાં ઘણું માર્ગદર્શક છે. કલાકે વીત્યા, ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો, છતાં તેમણે શ્રદ્ધા ન છેડી તે આખરે આકાશવાણી થઈ અને તેમને જે પ્રશ્નને ઉત્તર જોઈતું હતું, તે બરાબર મળે.
એક વાર એક સાધકે એક પ્રશ્નનો ઉત્તર મેળવવા શ્રી પદ્માવતીજીનું દાન ધર્યું અને સ્થિર આસને બેસી રહ્યા. કલાક થયે, બે કલાક થયા, એમ કરતાં ચાર-છ–આઠ ક્લાક વ્યતીત થઈ ગયા, પણ તેમને ઉત્તર મળે નહિ. પરંતુ તેઓ દઢ નિશ્ચયવાળા હતા, એટલે એ જ સ્થિતિમાં ત્રણ દિવસ ને ત્રણ રાત્રિ બેસી રહ્યા. છેવટે તેમને ઉત્તર મળે, એટલું જ નહિ પણ શ્રી પદ્માવતી દેવીની તેમના પર કૃપા થઈ અને ચેડા વખતમાં જ તેઓ મુફલીસમાંથી માલેતુજાર બની ગયા.
ગત વર્ષે અમને એક એવા સાધકને મેળાપ થઈ ગયે કે જેમણે આ રીતે પાંચ દિવસ સુધી શ્રી શંકર ભગવાનનું ધ્યાન ધર્યું હતું અને આખરે તેમની પાસેથી ભાવી જીવનનું માર્ગદર્શન તથા આશીર્વાદ મેળવ્યા હતા.
કેઈ પણ મેટી પ્રવૃત્તિનું મંડાણ કરતાં પહેલાં કે કોઈ ભારે જવાબદારી ઉઠાવતાં પહેલાં અમે પૂજા દરમિયાન મંત્રદેવતા આગળ પ્રશ્ન મૂકતા રહ્યા છીએ અને તેને ઉત્તર