________________
૩૧૨
મંત્રચિંતામણિ દિવસથી તેના ભાગ્યનું ચક્ર ફરવા માંડે છે અને સર્વે કાર્યોમાં શુભ ચિહ્નો દષ્ટિગોચર થવા લાગે છે.
આ પ્રગમાં રેજના આશરે ત્રણથી ચાર કલાક જાપ છે, પણ તેનું વળતર બહુ મોટું મળે છે. વધારે સ્પષ્ટ કહીએ તે તેનાથી ગમે તેવી મહાન વિપત્તિઓ દૂર થઈ જાય છે, સન્મતિની પ્રાપ્તિ થાય છે, અદ્ધિ-સિદ્ધિ સાંપડવા લાગે છે અને તેમાં ક્રમશઃ વધારે થવા લાગે છે.” (૨) ગણેશ્વકપ
સર્વ વિને દૂર કરવા માટે તથા દ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ કરવા માટે આ કલ્પ કરવા જેવો છે. એમ કહેવાય છે કે બર્બરિકના મિત્ર વિજયે આ કલ્પથી મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
આ ક૫ બે કે ત્રણ નદીઓના સંગમસ્થાને એકાંતમાં વસીને કરે જોઈએ. તે વખતે ચિત્તવૃત્તિ તદ્દન શાંત રાખવી જોઈએ.
પ્રથમ સુખાસને બેસીને ભૂમિશુદ્ધિ, ભૂતશુદ્ધિ તથા પ્રાણાયામની ક્રિયા કરવી. પછી સંધ્યાવંદન, ગાયત્રી જપ આદિ નિત્ય કર્મ કરીને “ ગુખ્યો નમઃ' એ મંત્રોચ્ચાર પૂર્વક ગુરુદેવને નમસ્કાર કરવા તથા તેને અષ્ટોત્તરશત (૧૦૮) જપ કર. પુનઃ ગુરુદેવને વંદન કરીને પછી આ કલ્પના મંત્રજપને આરંભ કર. - આ કલ્પને મુખ્ય મંત્ર નીચે મુજબ છેઃ