________________
શ્રી નમસ્કાર મહામંત્ર
રાત્રે સૂતાં પહેલાં પણ આ રીતે મંત્રજપ કરે ઈષ્ટ છે. એક વાર મહાવરે પડી ગયે, પછી આ રીતે જપ કરવામાં કંઈ જ કઠિનતા જણાતી નથી.
દિવસ–રાત થઈને આ મંત્રની ઓછામાં ઓછી એક માલા ફેરવવી જોઈએ, એટલે કે અષ્ટોત્તરશત (૧૦૮) ની ગણના કરવી જોઈએ, તે જ ધારેલે લાભ થવા માંડે છે અને યશની પ્રાપ્તિ થાય છે.
કેટલાક રજની વીશ કે તેથી અધિક માલાઓ ગણે છે, પણ તેમાં જપના નિયમનું પાલન કરતા નથી, એટલે તેમને એ જપને કેઈ વિશિષ્ટ પ્રભાવ જોવામાં આવતું નથી. શ્રદ્ધા અને મનશુદ્ધિ એ બે મંત્રજપની અનિવાર્ય શરતે. છે, એટલે દરેક સાધકે તેનું પાલન કરવું જ જોઈએ. જે સાધક શ્રદ્ધા અને મનઃ શુદ્ધિપૂર્વક શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે છે, તેના દુઃખ-દારિદ્રને થોડા વખતમાં નાશ થાય છે, સૌભાગ્યની વૃદ્ધિ થવા લાગે છે, સર્વ કામમાં સારા સમાચાર સાંપડે છે અને આનંદમંગલ વર્તાઈ રહે છે.
નમસ્કાર મંત્રને ગણનારે દ્ધી દુઃખી ન હોય. એ ઉક્તિ જૈન સમાજમાં ઘણી પ્રચલિત છે અને તેમાં ઘણું તથ્ય સમાયેલું છે.
શ્રી નમસ્કાર મહામંત્રને જપ કરનારે તેનું ધ્યાન પણ ધરવું જોઈએ, જેથી સિદ્ધિ સત્વર થાય છે. આ સ્થાન જપ કરતાં પહેલાં કે પછી પણ અનુકૂળ સમયે કરી શકાય છે.