________________
२८१
પંચાક્ષારી મત્રોને પ્રશસ્ત પ્રયાણ રીતે તેમને તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથમાં
જ્યાં જ્યાં તંત્રકાર શબ્દ વાપર્યો છે, ત્યાં ત્યાં આ તંત્રના રચયિતા એમ સમજવું.
મંત્રસાધનાને વિકાસ થવામાં આ તંત્રએ ઘણું ફળ આપે છે, પરંતુ તેમાં એક યા બીજા કારણે કેટલીક એવી કિયાએ પણ દાખલ થઈ ગઈ છે કે જે પ્રચલિત નીતિનિયમથી વિરુદ્ધ છે અને તેથી શિષ્ટ સમાજને તેના પર ધૃણા થાય છે, પરંતુ એ તંત્રે સર્વથા તરછોડવા ચોગ્ય નથી. તેમાં મંત્રસાધના અંગે ઘણું મહત્વની સામગ્રી ભરેલી છે. તેને હંસ-ક્ષીર-નીર ન્યાયે ઉપયોગ કરી લેવું જોઈએ.
આટલું પ્રાસંગિક કહ્યા પછી હવે મૂળ વાત પર આવીએ. આ મંત્રને સામાન્ય અર્થ તો એટલે જ થાય છે કે “» શિવને નમસ્કાર છે. અહીં શિવ શબ્દમાં જે અર્થગાંભીર્ય છે, તે વિચારવું ઘટે છે. શિવ એટલે નિરુપકવતા, શિવ એટલે મંગલ, શિવ એટલે કલ્યાણ, શિવ એટલે મોક્ષ. શિવ એ આ બધા ભાવેની સાક્ષાત્ મૂર્તિ છે અને તેથી જ મહાદેવ તરીકે વિખ્યાતિ પામેલા છે.
ઉપદ્રનું શમન કરવું, શાંતિ પ્રસારવી, આનંદમંગલનું વાતાવરણ પ્રસારવું, એ આ મંત્રની ખાસ ખૂબી છે અને તેને આપણે સહુ કેઈ અનુભવ કરી શકીએ તેમ છીએ.
હાલ તે આ મંત્રજપને જે અદ્ભુત પ્રયાગ અમારા જોવામાં આવ્યે, તેનું જ અહીં વર્ણન કરીશું.