________________
[૪] વ્યાધિવિનાશક નારાયણ મંત્ર
જે મંત્ર અત્યંત પ્રભાવશાળી હોય અને અનેક કાર્યોની સિદ્ધિ કરનારે હોય, તેને મહામંત્ર કહેવામાં આવે છે. રામનામને એટલા માટે જ મહામંત્ર કહે છે અને પ્રસ્તુત નારાયણ મંત્રને પણ એ જ કારણે મહામંત્ર ગણવામાં આવે છે.
શાસ્ત્રોમાં તેની અષ્ટાક્ષરી મંત્ર તરીકે વિશેષ પ્રસિદ્ધિ છે, કારણ કે તેમાં નીચે પ્રમાણે આઠ અક્ષરે આવે છે.
ॐ नमो नारायणाय ।
(મંત્રપ્રયાગ વખતે આ મંત્રને છેડે ૩૦ લગાડવામાં આવે છે, તે સંપુટ સમવે.)
મહાભારત-અનુશાસનપર્વમાં આમંત્રને મહિમા વર્ણવતાં જણાવ્યું છે કે
किं तस्य बहुभिर्मन्त्रैः किं तस्य बहुमित्रतैः । नमो नारायणायेति मन्त्रसर्वार्थसाधकः ।।
ના ચાતિ વિવલસાણા अन्तकाले जपाचान्ति तद् विष्णोः परमं पदम् ॥