________________
-
-
મંગલકારી મંત્રપ્રયાગ
૨૫૦ હિય? નક્કી આ તે ભૂત, પ્રેત, કે ચૂડેલ છે, પરંતુ હું ગભરાયે નહિ. મેં પરમાત્માના મંગલમય નામનું અનન્ય શ્રદ્ધાથી સમરણ કરવા માંડ્યું, એટલે થેડી જ વારમાં એ સ્ત્રીઓ ત્યાંથી ચાલી ગઈ અને ફરી કઈ પણું સ્વરૂપમાં દેખાઈ નહિ. પછી હું ત્યાં નિશ્ચિત મને સૂઈ રહ્યો અને બીજા દિવસે સવારે ત્યાંથી ચાલતો થયો.”
આ વિષયમાં શ્રી જયદયાલજી ગાયદાને અનુભવ પણ ધ્યાનમાં લેવા જેવું છે. તેઓ કહે છે: “નામને અભ્યાસ હું બાલપણથી જ કરવા લાગ્યા હતા. જેથી ધીમે ધીમે મારા મનની વિષયવાસના ઓછી થતી ગઈ અને પાપમાંથી હવા માટે મને ઘણું જ સહાયતા મળી. વળી કામ-ક્રોધાદિ અવગુણ ઓછા થતા ગયા અને અંતઃકરણમાં શાંતિને વિકાસ થા. કદી કદી નેત્ર બંધ કરવાથી ભગવાન શ્રી રામચંદ્રજીનું ધ્યાન સારા સ્વરૂપે થવા લાગ્યું. સાંસારિક સ્કૂરણાઓ ઘણુ ઓછી થતી ગઈ. ભેગમાં વૈરાગ્ય થયે. એ વખતે મને વનવાસ અથવા એકાંત સ્થાનમાં રહેવાનું વધારે અનુકૂલ લાગતું હતું.
આ રીતે અભ્યાસ થતાં થતાં એક દિવસ સવપ્નમાં શ્રી સીતાજી તથા શ્રી લક્ષમણુજી સહિત ભગવાન શ્રી રામચંદ્રજીનાં દર્શન થયાં તથા તેમની સાથે વાતચીત પણ થઈ શ્રી રામચંદ્રજીએ વર માગવા માટે મને ઘણું કહ્યું, પરંતુ મારી ઈચ્છા વર માગવાની થઈ નહિ. અને ઘણે આગ્રહ કરવાથી મેં એટલું જ માંડ્યું કે “આપનાથી મારે વિયેગ ક્કી ન થાય.” આ બધું નામજપનું જ ફલ હતું.