________________
મંત્રચિંતામણિ ફેલાવવામાં આવેલું છે. તટસ્થ ભાવે કરાયેલું ઈતિહાસનું અવલેન તે એમ કહે છે કે જ્યારે જગતની અન્ય પ્રજાએ અજ્ઞાનરૂપી અંધકારથી સબડતી હતી અને ધર્મ–કર્મની+ ભાવનાથી સાવ જ અપરિચિત હતી, ત્યારે ભારતવર્ષમાં જ્ઞાનને માર્તડ અનેરી આભાથી પ્રકાશિત હતા અને તેના સામાન્ય માનવીઓ પણ ધર્મ-કર્મની ભાવનાથી રંગાયેલા હતા.
સુજ્ઞજનેએ અહીં એ વિચાર કર ઘટે કે જે દેશમાં અનેક અવતારી પુરુષ થયા હોય, અનેક તીર્થકરે અને અનેક તથાગતાએ ભવ્ય જ્ઞાનગંગા વહાવી હેય તથા વિદ્વાનના વૃદેએ વિવિધ વિષયના સહસાવધિ ગ્રથની રચના કરી હોય, ત્યાં અંધકારયુગ કયાંથી હોય? બાકી ચડતી-પડતીનું ચક્ર તે દરેક દેશ અને દરેક પ્રજા પર ફરી વળે છે અને તેના લીધે પરિસ્થિતિમાં કેટલુંક પરિવર્તન થાય છે. એ રીતે આ દેશની પરિસ્થિતિમાં કેટલુંક પરિ. વર્તન થયું છે અને સ્વાર્થી તરએ મંત્રવિદ્યાને દુરુપયોગ કરતાં મંત્રવિદ્યા નિંદાઈ છે. આજે પણ કેટલાક અંશે તેવી જ પરિસ્થિતિ છે, તેથી મંત્રવિદ્યા પોતાનું મૂળભૂત ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકતી નથી. પરંતુ સમજુ-શાણા લેકેનું એ કર્તવ્ય છે કે તેઓ આ વિદ્યાને–આ વિજ્ઞાનને ઊંડાણથી અભ્યાસ કરે અને તેમાં જે કલ્યાણકારી તત્વે રહેલાં છે, તેને પ્રકાશમાં લાવવાને પુરુષાર્થ આદરે.
મેક્સમૂલર એક ધુરંધર લોકપ્રસિદ્ધ પશ્ચિમી વિદ્વાન + અહીં કર્મને અર્થ નિત્ય-નૈમિત્તિક કર્મ સમજવું.