________________
મચિંતામણિ
તાત્પર્ય કે જે ધનવાન લક્ષમીવાન થવા ઈચ્છતે હેય તેણે હકારનું સુવર્ણસમ પીતવણે ધ્યાન ધરવું.
यः श्यामलं कज्जलमेचकामं वां वीक्षते वा तुषधूमधूनम् । विपक्षपक्षः खलु तस्य वाता
हताऽभवद् यात्यचिरेण नाशम् ।।
જે ઉપાસક કાજળ કે મેચક મણિ જેવા શ્યામવર્ણ રૂપે અથવા ફેતરાના ધુમાડા જેવા ધૂમ્રવર્ણરૂપે તને જુએ છે–તારું ધ્યાન ધરે છે, તેને શત્રુસમૂહ પવનથી વિખરાયેલાં વાદળાંની જેમ ખરેખર! ક્ષણવારમાં નાશ પામે છે.”
તાત્પર્ય કે જે શત્રુઓથી ઘેરાઈ ગયેલ હોય અને તેમને દૂર કરવા ઈચ્છતો હોય, તેણે હકારનું ધૂમ્રવર્ણ અથવા શ્યામવર્ણ ધ્યાન ધરવું.
જૈન મંત્રવિશારદોની એ માન્યતા છે કે— पीतं स्तम्भेऽरुणं वश्ये, क्षोभणे विद्रुमप्रभम् । कृष्णं विद्वेषणे ध्यायेत् , कर्मधाते शशिप्रभम् ।।
સ્તંભન કરવામાં પીળા રંગનું ધ્યાન, વશીકરણ કરવામાં રાતા રંગનું ધ્યાન, ક્ષોભ પમાડવામાં પરવાળાની કાંતિ સરખું ધ્યાન, વિદ્વેષણ કર્મમાં કાળા રંગનું ધ્યાન અને કર્મને નાશ કરવા માટે ચંદ્રની કાંતિ જેવું ઉજવણ ધ્યાન ધરવું જોઈએ.’