________________
૨૧૬
મંત્રચિંતામણિ એવું પતરું લેવું, તેને સાફ કરવું અને ત્યાર બાદ પચામૃતમાં ડૂબાડી શુદ્ધ જળથી ધોઈને તેને કામમાં લેવું, અર્થાત્ તેના પર કુશળ કારીગર પાસે કાર કેરાવે.
માયાબીજકલ્પમાં કહ્યું છે કેसुप्रकाशे ताम्रमये पट्टे मायाक्षरं गुरु । कारितं परमात्मत्वममलं लभते स्फुटम् ॥
જે ઉપાસક સુપ્રકાશિત ત્રાંબાના પતરા ઉપર મોટો હીકાર કરાવે, તે નિર્મલ એવા પરમાત્મપણાને નિશ્ચયથી પામે છે.”
તાત્પર્ય કે આ હીકાર કરાવીને તેની નિત્ય-નિયમિત ઉપાસના કરવાથી મનુષ્ય પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકે છે.
પ્રારંભિક અવસ્થામાં કઈ પણ આલંબન વિના મનની સ્થિરતા થઈ શકતી નથી, વળી મંત્રાક્ષરનું સ્વરૂપ વારંવાર નિહાળ્યા વિના તેની યથાર્થ આકૃતિ મનમાં ઉઠી શકતી નથી, એટલે આ પ્રકારના મંત્રપટનું વિધાન કરેલું છે.
આ મંત્રપટ સમક્ષ જપ તથા ધ્યાનને સારી રીતે અભ્યાસ થયા પછી હી કારનું ચિંતન, માત્ર મનવૃત્તિ વડે પણું સારી રીતે થઈ શકે છે. મહાપુરુષ હૃી કારનું સ્મરણ આ રીતે કરે છે. મંત્રપટની પ્રાણપ્રતિષ્ઠા
જેમ મૂતિ તૈયાર થયા પછી તેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં