________________
૧પ૦
મંત્રચિંતામણિ, થયેલાં હોઈ તેમાંના કેઈને પણ અનાવશ્યક અર્થાત્ બીનજરૂરી લેખી શકાતાં નથી.
આજે વિમાને હોવા છતાં મેરે ચાલે છે, મેટ હોવા છતાં ઘોડાગાડીએ ચાલે છે અને ઘોડાગાડીઓ હેવા છતાં બળદગાડાં પણ ચાલે છે, કારણ કે સ્થાન પર તે દરેકની આવશ્યક્તા છે.
એક નગરમાં દાખલ થવાના આઠ દરવાજા હોય તે તેમાંના કેને આવશ્યક અને કેને અનાવશ્યક કહીએ? જુદી જુદી દિશાઓમાંથી આવનાર મનુષ્યને માટે તે દરેકને ખાસ ઉપગ હોય છે. જે નગરમાં દાખલ થવાને એક જ દરવાજે હિય તે કેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેની કલ્પના કરવાનું કામ જરાયે અઘરું નથી.
તાત્પર્ય કે વ્હીકારની ઉપાસના કારની ઉપાસના જેવું જ પરિણામ લાવનારી હોવા છતાં તેને પિતાની વિશેષતા છે અને તેથી જ પુરાતનકાલથી માંડીને આજ સુધીમાં અનેક મહાપુરુષોએ તેની અનન્ય મને આરાધના કરેલી છે. દેવી ભાગવતમાં કહ્યું છે કેपुरा कृतयुगे राजन् गायत्रीजयतत्पराः।
तारहृल्लेखयोश्चापि जपे निष्णातमानसाः ।। “હે રાજન ! પહેલાં કૃતયુગમાં દ્વિજે ગાયત્રીને જપ કરવામાં તત્પર હતા, તેમ જ તાર એટલે કાર અને હલેખા એટલે હકાર, તેને જપ કરવામાં પણ નિષ્ણાત માનસવાળા હતા.”