________________
-
-
-
-
૧૩ર
મંત્રચિંતામણિ પરમસ્થાનને પ્રાપ્ત થયેલી વ્યક્તિ એમ સમજવામાં આવે છે. જૈન દષ્ટિએ અષ્ટાદશ દેષરહિત, વિશિષ્ટ અતિશયવંત, સર્વજ્ઞ અને સર્વદશી એવા ધર્મપ્રવર્તક મહાપુરુષ તે અરિહંત નામના પ્રથમ પરમેષ્ઠી છે. સર્વ કર્મોને ક્ષય કરીને આત્માની વિશુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરનાર પરમાત્મા તે સિદ્ધ ભગવંત નામના બીજા પરમેષ્ઠી છે. લેકસમૂહને આચારનું શિક્ષણ આપનાર ત્યાગી વિરાગી મહાત્મા તે આચાર્ય નામના ત્રીજા પરમેષ્ઠી છે. સાધુસંતને અધ્યાત્મશાસ્ત્રોનું જ્ઞાન આપનાર ત્યાગી વિરાગી મહાત્મા તે ઉપાધ્યાય નામના ચેથા પરમેષ્ઠી છે. અને સંયમાદિ સાધન વડે નિર્વાણુગની સાધના કરનારા ત્યાગી વિરાગી મહાત્મા તે સાધુ નામના પાંચમા પરમેષ્ઠી છે. તેમાં સિદ્ધને માટે અશરીરી અને સાધુને માટે મુનિ એ વૈકલ્પિક પ્રયોગ છે.
જૈન ધર્મને એ આદેશ છે કે શ્રેયસ્ અર્થાત્ આત્મકલ્યાણની અભિલાષાવાળાએ આ પાંચ પરમેષ્ઠીનું સતત મરણ કરવું તથા તેમનું ધ્યાન ધરવું.
જેના નવપદાત્મક પ્રસિદ્ધ નમસ્કાર મંત્રમાં આ પાંચ પરમેષ્ઠીને જ નમસ્કાર કરવામાં આવે છે. જેમકે
नमो अरिहंताणं । અરિહંતોને (અહેતાને) નમસ્કાર છે.
नमो सिद्धाणं। * * આત્માની શક્તિને અવરોધ કરનારા પૌગલિક અથવા ભૌતિક પદાર્થને કર્મ કહેવામાં આવે છે.