________________
જપવિધિ
પ્રાતઃકાલમાં સૂર્યોદય થયા પછી તેની સામે બેસીને જપ કરવાની તક મળે છે, તેમજ આ સમય પણુ પ્રમાણમાં શાંત અને પવિત્ર હોય છે, તેથી તેની પસંદગી કરવી એગ્ય છે.
જે પ્રાતઃકાલમાં સમય ન મળે તે રાત્રે સૂતાં પહેલાં કારને જપ કરે ઈષ્ટ છે. તેનાથી પણ ઘણે લાભ થવા સંભવે છે. તે અંગે મંત્રવિજ્ઞાન પૃ. ૧૭૨ પર આપેલ દાખલ ધ્યાનમાં રાખવા જેવું છે. જ પસંખ્યા
- હવે જપની સંખ્યા પર આવીએ. સામવેદીય સંન્યાસેપનિષદ્દના બીજા અધ્યાયમાં કહ્યું છે કે
यस्तु द्वादशसाहस्रं प्रणवं जपतेऽन्वहम् । तस्य द्वादशभिर्मासः परं ब्रह्म प्रकाशते ।।
જે મનુષ્ય પ્રતિદિન પ્રણવને ૧૨૦૦૦ જપ કરે છે, તેને બાર મહિનામાં જ પરબ્રહ્મનાં દર્શન થાય છે.”
ત્યાં એમ પણ કહ્યું છે કેसर्वेषामेव पापानां सङ्घाते समुपस्थिते ।
तारं द्वादशसाहस्रमभ्यसेच्छेदनं हि तत् ॥ • જે મનુષ્યનાં સર્વ પ્રકારનાં પાપને સમૂહ એકત્ર થઈ ગયો હોય (અને તેના વિનાશને અન્ય- કેઈ ઉપાય ન હેય તે) નિત્ય ૧૨૦૦૦ સંખ્યા પ્રમાણુ કારને જય કરવાથી તેનું છેદન થાય છે, એટલે કે તેને સંપૂર્ણ નાશ થઈ જાય છે.?