________________
જા કી કથાકે સરવન તેં હી, સરવન જાગત હોઈ;
બ્રહ્મા, વિષ્ણુ-મહેશ અરૂ દુર્ગા, પાર ન પાર્ટી કોઈ. સાધો સુમિર-સુમિર જન હોઈ હૈ રાના, અતિ ઝીના સે ઝીના; અજર અમર અરણ્ય, અવિનાસી, મહાબીન પરબીના. સાઘો અનંત સંત જાકે આસ-પિઆસા, અગન મગન ચિર જીવૈ;
જન ‘દરિયા’ દાસનકે દાસા, મહાકૃપા - રસ પીવૈ. સાધો
૧૩૪૭ (રાગ : કાફી)
સાધો ! હરિ પદ કઠિન કહાની,
કાજી પંડિત મરમ ન જાનૈ, કોઈ કોઈ વિરલા જાની. ધ્રુવ અલહકો લહના અગહકો ગહના, અજરકો જરના, બિન મૌત મરના;
અધરકો ધરના, અલખકો લખના, નૈન બિન દેખના, બિનુ પાની ઘટ ભરના. કોઈ અમિલસૂં મિલના, પાંવ બિન ચલના, બિન અગિનકે દહના, તીરથ બિન ન્હાવના; પંથ બિન જાવના, વસ્તુ બિન પાવના, બિન ગેહકે રહના, બિના મુખ ગાવના કોઈ રૂપ ન રેખ બેદ નહિં સ્મૃતિ, નહિં જાતિ બરન કુલ-કાના; જન ‘દરિયા' ગુરૂગમð પાયા, નિરભય પદ નિરવાના. કોઈ
૧૩૪૮ (રાગ : નટ બિલાવલ)
હૈ કોઈ સંત રામ અનુરાગી, જાકી સુરત સાહબ સે લાગી. ધ્રુવ અરસ-પરસ પિવકે સંગ રાતી, હોય રહી પતિબરતા;
દુનિયાં ભાવ ક નાહિં સમâ, જ્યોં સમુદ્ર સમાની સરિતા, જાકીo મીન જાય કરિ સમુદ્ર સમાની, જહ દેખૈ તહં પાની; કાલ કીરકા જાલ ન પહુંચે, નિર્ભય ઠૌર લુભાની. જાકી
ભજ રે મના
તુલસી જીનકે મુખસે, ભૂલે નિર્સે રામ; પાઉંકે જાતિયાં, મેરે તનકે યામ.
ઉસકે
૮૨૪
બાવન ચંદન ભÖરા પહુંચા, જહ બૈઠે તહં ગંધા; ઉડના છોડકે થિર હૈ બૈઠા, નિસદિન કરત-અનંદા. જાકી
જન ‘દરિયા’ ઈક રામ ભજન કર ભરમ બાસના ખોઈ;
પારસ પરસિ ભયા લોહ કંચન, બહુરિ ન લોહા હોઈ. જાકી
કવિ દલપતરામ
(ઈ. સ. ૧૮૨૦ – ૧૮૯૮)
દલપતરામ ડાહ્યાભાઈ કવિનો જન્મ વતન વઢવાણમાં તા. ૨૮-૧-૧૮૨૦ ના રોજ થયો હતો. તેમણે અમદાવાદમાં આવીને વસવાટ કર્યો હતો. અર્વાચીન
ગુજરાતી કવિતાના સુધારાયુગના તેઓ મહત્ત્વના સર્જક છે. તેમની સમગ્ર કવિતા ‘દલપત ગ્રંથાવલિ’ના ત્રણ ભાગમાં સંગૃહીત થઈ છે. ગુજરાતના સંસ્કાર ઘડતરમાં એમની કવિતાનો ફાળો નોંધપાત્ર છે. ગુજરાતના હાસ્યકવિઓમાં તેમનું સ્થાન મહત્ત્વનું છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિધાસભા)ના તેઓ મંત્રી હતા. ‘ બુદ્ધિપ્રકાશ’ સામયિકના તેઓ સ્થાપનાકાળથી જ તંત્રી હતા. ૭૮ વર્ષની ઉંમરે તા. ૨૫-૩-૧૮૯૮ ના રોજ તેમનો દેહવિલય થયો હતો. ૧૩૪૯ (રાગ : મનોહર છંદ)
ઊંટ કહે, આ સભામાં, વાંકાં અંગવાળા ભૂંડા; ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકાં; ભેંસને તો શિર વાંકાં, શિંગડાંનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ; ‘અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.'
તુલસી છોટે નર હિં સે, બને ન મોર્ટે કામ; નગારા નાં બને, સો ચુવાકે ચામ. ૮૨૫
મઢત
ભજ રે મના