SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જાગ્રત, સ્વપ્ત, સુષુપ્તિ જડ હૈ, જાને નહીં ગતિ મોરી; તીનોં અવસ્થાઓં મેં જાનું, શુદ્ધ સ્વરૂપ લહ્યો રી; નૈતિ, નૈતિ, બેદ કો રી.કૌનસે શુદ્ધ સામાન્ય સ્વરૂપ હમારો, બુદ્ધિ વિશેષ તો રી; પ્રારબ્ધ તોલો વિશેષ પ્રકાશક, ફેર નહિ દેખ પરો રી; સમાન ગતિ હૈ મોરી,કીનસે અજ અવિનાશી અખંડ જો વસ્તુ સચ્ચિદાનંદ કહ્યો રી; વિશ્વનાથ ગુરુ સો હિ બતાવત, ‘ડોસે’ મનમાં લહ્યો રી; જાતે ભવપાર કર્યો રી.કૌનસે ૧૩૦૩ ડોસા ભગત (રાગ : સોરઠ) ગુરૂકી અજબ કલાભાઈ, મુમુક્ષુ સમજો મનમાંહિ. ધ્રુવ ચાર વેદ ષટ્ શાસ્ત્ર અઢારા, પુરાન કંઠ કર ગાવે; તદપિ સદ્ગુરૂ કૃપા બીના કબી, અનુભવ લેશ ન આવે. ગુરૂ૦ આપ મતિર્સે પ્રયત્ન અપનો, જ્યું જ્યે બહોત ચલાવે; ગર્વ ગર્દમેં હું હું પ્રાણી, બહુત ડુબતા જાવે. ગુરૂવ મંત્ર યંત્ર અરૂ તંત્ર જાદુ સબ, જૂઠા ઠાઠ કહાવે; બેદ મંત્ર ગુરૂ મુખર્સે સુનલે, સત્ય અર્થ સમજાવે. ગુરૂ૦ ગુરૂ શરણ રહી શ્રમણ મનન કરી, નિદિધ્યાસકું ધ્યાવે; બિના પ્રયાસે સો નર સહેજે, સચિ સુખ હો જાવે. ગુરૂ૦ કહે ડોસો ગુરૂ વિશ્વનાથસેં, જીવન મુક્તિ પાવે; સ્વરૂપમેં હો જાવે સમરસ, જન્મ મરણ દુ:ખ જાવે. ગુરૂ૦ ભજ રે મના અમને અદકાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર; બોલે પાપી પ્રાણીયો, એ તારો ઉપકાર. ૮૦૨ ૧૩૦૪ (રાગ : ભીમપલાસ) સંત પુરુષનું શરણ ગ્રહીને પ્રેમે હરિરસ પીજે રે; શ્રવણ મનન નિદિધ્યાસ કરીને, લક્ષ યથારથ લીજે રે. ધ્રુવ વૈરાગ્યાદિક સાધન સંપન્ન, થઈ સત્સંગતિ કીજે રે; અનુબંધ ચારેને પક્ડી, ચિત્તને સ્થિર કરી દીજે રે, સંત દેહ ભાવને દૂર કરીને, હરિ ગુરુ ભેદ તજીજે રે; તન મન ધન વાણીથી તોષી, સદ્ગુરુ પ્રસન્ન કીજે રે. સંત કામી ક્રોધી, કપટી, લોભી, એથી દૂર રહી જે રે; દેહ વિષે અહંકાર મમત્ત્વ, કરે તે જનથી બી જે રે, સંત વેદ વચન સદ્ગુરુ મુખેથી જાણી સુધા ગ્રહીજે રે; હરતાં ફરતાં ઉધમ કરતાં, ચિંતન એજ કરીજે રે. સંત એ લક્ષણ રાખે અધિકારી, ચરણે શીષ ધરીજે રે; કહે ‘ડોસો’ ગુરુ વિશ્વનાથથી, ભવજળ સઘ તરીજે રે. સંત તનુપાનંદજી (મનન આશ્રમ, ભરૂચ) ૧૩૦૫ (રાગ : કેદાર) શેનો નશો ? શાનો નશો ? એ પૂછશો કોઈ નહીં, ચકચૂર હું બ્રાહ્મીનશામાં, મને છેડશો કોઈ નહીં; નિંદા ભલે, ચર્ચા ભલે, ઉપહાસ હો ભલે સર્વદા, પણ બ્રહ્મધેન ઉતારવા, તસ્દી તમે લેશો નહીં. ધ્રુવ મદમસ્ત નિજાનંદમાં, તદ્રુપ હું મુજ આત્મમાં, અમરત ભરેલી મુજ મસ્તીમાં, વિષ ઘોળશો કોઈ નહીં; ધૈર્યો હતો અવિદ્યાએ, ઘોર્યાં કર્યું અજ્ઞાનમાં, ગુરુશબ્દોએ જગાડીઓ, હવે જાગવા કહેશો નહીં. શેનો કાપ ક્લેશ કંકાશને, કાપ પાપ પરિતાપ; કાપ કુમતી કરૂણા કીજે, કાપ કષ્ટ સુખ આપ. ૮૦૩ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy