________________
૧૨૩૫ (રાગ : કલાવતી)
રમીએ તો રંગમાં રમીએ, મેલી દઈએ લોકની મરજાદ, હરિના દેશમાં ત્રિગુણ નવ મળે, નો હોય ત્યાં વાદવિવાદ. ધ્રુવ ભાઈ રે ! કરતાપણું કોરે મૂકો, ત્યારે આવશે પરપંચનો અંત; નવધા ભગતીમાં નિરમળા રે'વું, એમ કહે છે વેદ ને સંત. રમીએ૦ ભાઈ રે ! સાંગોપાંગ એક રસ સરખો પાનબાઈ! બદલાય ન બીજો રંગ;
સાચની સંગ કાયમ રમવું પાનબાઈ ! કરવી ભગતી અભંગ. રમીએ ભાઈ રે ! ત્રિગુણ સહિત મરને કરે નિત ક્રિયા, લાગશે નૈ કરતાનો ડાઘ; ‘ગંગા' રે સતી એમ બોલિયાં, તેને નડે નહિ કરમનો ભોગ. રમીએ
૧૨૩૬ (રાગ : કલાવતી)
વચન વિવેી જે નરનારી પાનબાઈ, તેને બ્રહ્માદિક લાગે પાય; જથારથ વચનની સાન જેણે જાણી, તેને કરવું હોય તેમ થાય. ધ્રુવ વચનમાં સમજે તેને મહાસુખ થાય રે, ઈ તો ગત ગંગાજી કહેવાય; એકમના થઈને આરાધ કરે તો તો, નકલંક પરસન થાય. વચન વચને થાપ ને વચને ઉથાપ પાનબાઈ ! વચને મંડાય જોને પાઠ;
વચનના પૂરા તે તો નહિ રે અધૂરા, વચનનો આવો જોને ઠાઠ, વચન વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ ! વચન છે ભક્તિનું જોને અંગ; ‘ગંગા રે સતી’ એમ બોલિયાં રે, કરવો વચનવાળાનો સંગ. વચન
૧૨૩૭ (રાગ : દેશી ઢાળ)
પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને રંગ હરિ રાચે રે; વ્રજ વનિતા કર તાળી બજાવે, નટવર થેઈ થેઈ નાચે રે. ધ્રુવ મોટા મુનિવર દેહ દીને, આત્મદર્શન ઈચ્છે રે; પિંડ બ્રહ્માંડથી પ્રીત તજે પણ, પ્રેમનો રાહ ન પ્રીછે રે. પ્રેમ૦
ભજ રે મના
કર્મ ઉદય સે જો મિલે, અન્ન પાન ધન માન; ઉસમેં હી સંતોષ કર, રહતે ચતુર સુજાન.
७८४
પ્રેમનો મારક શુકજી પ્રીછે, કાં પ્રીછે વ્રજનારી રે; મુનિ નારદ રહે મગ્ન પ્રેમવશ, કાં વૃષભાન કુમારી રે. પ્રેમ
પ્રેમની આગળ સાધન સર્વે, રવિ આગળ જેમ તારા રે;
‘મુક્તાનંદ’ કહે પ્રેમનો મારગ, પ્રીછે તે પ્રભુજીને પ્યારા રે. પ્રેમ
૧૨૩૮ (રાગ : ચલતી)
સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું ને, ઈ ચાર વાણી થકી પાર રે; સ્વમમાં પણ ચળે નહીં ને, એ તો નિર્ભય નર ને નાર રે.ધ્રુવ
ભાઈ રે ! ભેદવાણીપણાનો સંશય ટળી ગયો ને, મટી ગયો વર્ણ વિકાર રે;
તન મન ધન પોતાનું નથી માન્યું ને, સત્ ગુરૂ સાથે એકતાર રે.સત્ય
ભાઈ રે ! એવાને ઉપદેશ તરત લાગે ને, જેણે પાળ્યો સાંગોપાંગ અધિકાર રે;
આ અલૌકિક વસ્તુ એવાને કે'જોને, નહિ તો સમજીને રહેજો સમાઈ રે. સત્ય ભાઈ રે ! હરિ ગુરૂ સંતને એકરૂપ જાણજો ને, રહેજો સ્વરૂપમાં લીન રે; ‘ગંગાસતી' એમ બોલિયાં ને, તમે સમજુ છો મહાપ્રવીણ રે. સત્ય
૧૨૩૯ (રાગ : કલાવતી)
વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઈ ! નહિતર અચાનક અંધારા થાશે; જોતજોતામાં દિવસ વહી ગયા પાનબાઈ ! એકવીસ હજાર છસોને કાળ ખાશે.ધ્રુવ ભાઈ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઈ ! આ તો અધૂરિયાને નો કે'વાય; આ ગુપત રસનો ખેલ છે અટપટો, આંટી મેલો તો પૂરણ સમજાય. વીજળી૦ ભાઈ રે ! નિર્મળ થઈને આવો મેદાનમાં પાનબાઈ ! જાણી લીઓ જીવની જાત; સજાતિ વિજાતીની જુગતી બતાવું ને, બીબે પાડી દઉં બીજી ભાત. વીજળી ભાઈ રે ! પિંડ બ્રહ્માંડથી પરે છે ગુરૂ પાનબાઈ ! તેનો દેખાડું હું તમને દેશ; ‘ગંગાસતી' રે એમ જ બોલિયાં રે, ત્યાં નહીં માયાનો જરીએ લેશ. વીજળી
જૈસા જગમેં ઔર સે, તુમ ચાહો વ્યવહાર; વૈસા હી ઉનસે તુમ્હે, કરના હોગા યાર.
o૫
ભજ રે મના