SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩૧ (રાગ : કલાવતી) પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ ! પિયાલો આવ્યો છે તત્કાળ; વખત ગયા પછી પસ્તાવો થાશે પાનબાઈ ! અચાનક ખાશે તમને કાળ. ધ્રુવ ભાઈ રે ! જાણવી હોય તો વસ્તુ જાણી લેજ, નીકર જમીનમાં વસ્તુ જાશે; નખશિખ ગુરૂજીએ હૃદયમાં ભરી તો આ, ઠાલવવાનું ઠેકાણું કે'વાશે. ( પી લેવો ભાઈ રે ! આપ રે મુવા વિના અંત નહિ આવે, ગુરૂગમ વિના ગોથાં મરને ખાવે; ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું જેથી, આપાપણું ગળી તરત જાવે. પી લેવો ભાઈ રે! વખત આવ્યો છે મારે ચેતવાનો પાનબાઈ ! માન મેલીને થાવ હોંશિયાર; ગંગાસતી’ એમ બોલિયાં રે, હવે તમે હેતનાં બાંધો. હથિયાર. પી લેવો ૧૨૩૩ (રાગ : ફ્લાવતી) મનને સ્થિર કરી આવો રે મેદાનમાં ને, મિટાવું સરવે કલેશ રે; હરિનો દેશ તમને એવો દેખાડું ને, જ્યાં નહિ વર્ણ ને વેશ રે. ધ્રુવી સૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ ચાલવું ને, સૂક્ષ્મ કરવો વે’વાર રે; શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ ને, વરતી ન ડોલે લગાર રે. મનને કુબુદ્ધિવાળાનો સંગ તજવો ને, રે'વું એકાંતે અસંગ રે; કૂંચી બતાવું એનો અભિયાસ કરવો ને, ચડાવવો નિત્ય નવો રંગ રે. મનને ચિત્ત વિષયમાંથી ખેંચવું ને, રે'વું સદાય ઈન્દ્રિયજીત રે; ગંગાસતી' એમ બોલિયાં રે, તેથી થાય નૈ વિપરીત ચિત્ત રે. મનને ૧૨૩૨ (રાગ : દેશી) ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું ને, મેલવું અંતરનું અભિમાન રે; સંદૃગુરૂ ચરણમાં શીશ નમાવી, કર જોડી લાગવું પાય. ધ્રુવ જાતિપણું છોડીને અજાતિ થાવું ને, કાઢવો વરણ વિકાર; જાતિભાંતિ નહીં હરિના દેશમાં ને, એવી રીતે રે'વું નિમનિ. ભક્તિo પારકા અવગુણ કોઈના જુએ નહિ ને, એને કહીએ હરિના દાસ રે; આશા ને તૃષ્ણા એક નહિ ઉરમાં, એનો દૃઢ કરવો વિશ્વાસ. ભક્તિ ભક્તિ કરો તો એવી રીતે કરજો, કે રાખજો વચનમાં વિશ્વાસ રે; ‘ગંગાસતી ' એમ બોલિયાં પાનબાઈ, એને કહીએ હરિના દાસ. ભક્તિo ૧૨૩૪ (રાગ : બહાર) મેરૂ તો ડગે પણ જેના મન નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ; વિપદ પડે પણ વણસે નહિ રે, ઈ તો હરિજનનાં પરમાણ રે. ધ્રુવ ચિત્તની વૃત્તિ જેની સદાય રે'વે નિર્મળ, કરે નહીં કોઈની આશ; દાન રે દેવેને રે'વે અજાચકનૈ , વચનમાં રાખે વિશ્વાસ. મેરૂ હરખને શોકની ના'વે જેને હેડકીને, આઠે પહોર આનંદ; નિત્ય રે'વે સત્ સંગમાંને, તોડે મોહ માયા કેરા ફંદ. મેરૂ૦ તન મન ધન જેણે ગુરુજીને અર્યા રે, ધન્ય નિજારી નરને નાર; એકાંતે બેસીને અલખ આરાધેને , પ્રભુજી પધારે એને દ્વાર. મેરૂo સંગતુ કરો તો તમે એવાની કરજોને, ભજનમાં રે'વે ભરપૂર; ‘ગંગાસતી’ તો એમજ બોલ્યાને , જેના નેણમાં વરસે સાચા નુર. મેરૂ૦ પઢને સે જડતા ભર્ગ, તપ સે પાપ નશાય; કલહ ન હોવે મૌન સે, જગને સે ભય જાય. હદ૨) નીચોં કી સંગતિ કિયે, નીચ બુદ્ધિ હો જાય; || દૂધ સર્પ કે પેટ મેં, તુર્ત મહા વિષ થાય. ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy