________________
૧૨૧૮ (રાગ : દેશી) ગુરૂગમ વિના રે, આતમ ચિન્યા વિના રે; ભ્રમણાને ભાંગ્યા વિના રે, લખ ચોરાસી નહીં મટે હો જી. ધ્રુવ કાગડોળે કોયલ રે, રંગે રૂપે એક છે હો જી;
એ તો એના બોલ થકી ઓળખાય. આતમe હંસલો ને બગલો રે, રંગ રૂપે એક છે હો જી;
એ તો એના ચારા થકી ઓળખાય. આતમ0 નૂગરા ને સૂગરા રે, રંગ રૂપે એક છે હો જી;
એ તો નેણ – વેણ થકી ઓળખાય, આતમe પતિવ્રતાને ગુણકા રે, રંગે રૂપે એક છે હો જી;
એ તો એના નુર થકી ઓળખાય. આતમe મત્સ્યદરનો ચેલો રે અવધૂત ગોરખ ' બોલિયા હો જી;
અમને દેજો સંતોના ચરણોમાં વાસ, આતમ0
૧૨૨૦ (રાગ : દેશી ઢાળ) મનસા માલણી જી રે, ગોરખ જાગતા નર સેવ. જાગતા નર સેવ, તુજને મળે નૂરીજન દેવ. ધ્રુવ થડ બ્રહ્મા ને ડાળ વિષ્ણુ, કૂલ શંકર દેવ જી; તિનો દેવકું તો તોડ ડારે, અબ કરે કિનકી સેવ ? ગોરખ૦ પથ્થર પૂજે હર મિલે, તો મેં પૂજાં સારા પહાડ જી; જિસકી ભલી ચક્કી બની, પીસ ખાય સંસાર, ગોરખo ટાંકી દે દે મૂરતિ ઘડિયા, છાતી પર દે પાય જી ; એ રે મૂરતિ જો સતકી હોતી, તો ઘડને વાલેકું ખાય. ગોરખ એ પથ્થરકી મૂરતિકો, કોઈ દીયે જલમેં ડાલજી ; આપ ડૂબે, તે નિકું તારે ? કોન કરે સંભાળ ? ગોરખo સેવ સુંવાળી ને લાપસી, ભાઈ, ધરી દેવની પાસ જી ; જમનારો તો જમી ગયો, ને દેવને ન આવી વાસ. ગોરખo પૂજારીના ઓશિયાળા ઠાકોર બેઠા ઠામે ઠામ જી; બંદીવાન મંદિરના ઠાકોર, કે'વાના ભગવાન. ગોરખ૦ એક ભૂલ્યો, દૂજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર જી; એક ન ભૂલ્યો જોગી ‘ ગોરખો', ગુરુ-ભજન આધાર. ગોરખ૦
૧૨૧૯ (રાગ : ચલતી) ગુરૂર્ન જ્ઞાન શીખાયા જી, મુજકો દ્દીર બનાયા જી. ધ્રુવ બેટા શહેરમૈ જાના, ટુકડા રોટી લે આનો; વાસી તાજી મત લાના, ટૂકડે બિના ના આના. ગુરૂનેo બેટા જંગલમેં જાના, થોડી લડી લે આના; સૂકી લીલી મત લાના, ઔર લકડી બિના નહીં આના. ગુરૂનેo બેટા સંતોમેં જાના, થોડા જ્ઞાન કર આના; જૂને જ્ઞાનમેં મત જાના, નવે જ્ઞાનકો મત સુનના. ગુરૂને એહ ‘ગોરખ” ઘરકી બાની, કોઈ બીરલે નરને જાની. ખોજ કરી જો પરખ કરે તો, હિરદે બીચ સમાની. ગુરૂને૦
૧૨૨૧ (રાગ : દેશી ઢાળ) વાણી વાણી રે મારા સંગુરુની વાણી; જીવતાં પરણાવી બાવે મૂવાં ઘેર આણી જી. ધ્રુવ ખીલો. દૂઝે રે, પેલી. ભેંશો વલોવે; સસરો પારણિયે ને વહુજી હીંચોળે જી. વાણી.
વર્ષા સમ વારિ નહી, પ્રેમ સો નહી ત્યાગ; વેણ સમી ચિનગારી નહી, વિરહ સમી નહી આગ.
૭૫૪)
સાજણ તમારા સ્નેહમાં, સુકાણાં અમ શરીર; એક પાપી નૈણાં નો સૂક્યાં, એ તો ભરભર લાવ્યાં નીર.
૯૫૫)
ભજ રે મના
ભજ રે મના