________________
ગોરખનાથ
મહાયોગી સુપ્રસિદ્ધ મહાપુરૂષ ગોરખનાથના જીવન વૃત્તાંત બાબતે અનેક ધારણાઓ છે. તેઓ વિ.સં. ૧૦મી શતાબ્દીના અંતમાં હોય તેમ લાગે છે. તેઓ યોગી મત્સ્યેન્દ્રનાથના શિષ્ય હતા.
૧૨૧૪ (રાગ : લાવણી)
અધર મહેલમાં વસે ગણેશા, ઘર લે ઉનકા ધ્યાન; ભક્તિ મરજીવાનાં કામ. ધ્રુવ તારૂ ટળિયું નહિ અભિમાન, ફ્લીરી મહાપુરૂષનાં કામ. ભક્તિ ગંગા, જમુના, સરસ્વતી, તરવેણી નિજ ધામ; શૂર હોય સો સન્મુખ રે'વે, નહિ કાયરનાં કામ. ભક્તિ
કામ ક્રોધ તારો વસે કાયામાં, લજ્જા રાખે શ્રીરામ; દશ દરવાજા બંધ કર્યા, તોય ન પામિયો વિશ્રામ. ભક્તિ ઘેરી ઘેરી નદિયાં ચલે, ઊતરે વિરલા નર ઠામ;
મહ્યંદર પ્રતાપે ‘ ગોરખ' જતિ બોલ્યા, શૂર ચડ્યા નિર્વાણ. ભક્તિ
૧૨૧૫ (રાગ : મલ્હાર)
અબ મેં ક્યા કરૂ ? મેરે ભાઈ, મૃગલા ગયા ખેત સબ ખાઇ. ધ્રુવ કેસર કસ્તૂરી કા ગારા, ગંગા જમના પાણી;
રામ
લછન ભરભરકે લાવે, સિંચે સીતા માઇ. અબ પાંચ મૃગ પચીસ મૃગલી, રહેવે ઈસ વનમાંહી; યે વનમેં હૈ ખેત હમારા, સો હૈ ચરી ચરી જાઈ. અબ જાગું તબ તો ભાગી જાવે, સોવું તો ફિર આઈ; ભીતર પેઠે ઉજાડ કરે સબ, ઇનર્સે મચી લડાઈ. અબ
ધ્યાન-તીર સુમરના ભાલા, જ્ઞાનકમાન ચડાઈ; નૂરત સુરત દો સાથી આગે, ત્યાગકી વાટ કરાઈ. અબ
ભજ રે મના
મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યું કવેણ; ધોડો ભાંગ્યો ખેડતાં, નહિ સાંધો, નહિ રેણ.
૭૫૨
સદ્ગુરૂ સન્મુખ રક્ષક લીના, ઢાલ અભેદ બનાઈ; અબધૂત ‘ગોરખ' બોલ્યા વાણી, મૃગકું મારા હઠાઈ. અબ
૧૨૧૬ (રાગ : બૈરાગી ભૈરવ)
આતમ દેવ અલખ કરી જાનો,
ઈન સંગ ધ્યાન લગાવો રે, સાધુ ઈન સંગ ધ્યાન લગાવો. - ધ્રુવ અંધકાર મેં સબ જગ ભૂલા, તુમ ઈન સંગ મત જાઓ રે. સાધુ૦ (૨) પાંચ માર પચીસ હટાવો, સુરતા ધૂની જગાવો રે, સાધુ૦ (૨) નૂરત સુરત સે નામ રટો દિલ, પ્રેમકા રંગ લગાવો રે. સાધુ૦ (૨) તલભર તાળા રજભર કૂંચી, સદ્ગુરૂ ખોલ બતાયો રે. સાધુ૦ (૨) કામ ક્રોધક જાલા-અંતર, ૐ કા જાપ જપાયો રે. સાધુ૦ (૨) શીશ ઉતાર દિયા સદ્ગુરૂકું, અજર અમર પાયો રે. સાધુ૦ (૨) ‘ગોરખનાથ' કરે વિનતી, મહ્યંદર પાર લગાયો રે. સાધુ૦ (૨)
૧૨૧૭ (રાગ : હિંદોલ)
એરણ અજબ બનાયા-મેરે સદ્ગુરુને.
આગ મિલાકર એરણ થાપી, ઘડિયા તાર મિલાયા; નૂરત-સૂરતી નલી મિલાકે, ઊલટા પવન ચલાયા. એરણ હરદમ હથોડા સુરતા સાણસી, શિકલ અકલ મિલાયા; કુબુદ્ધિ કાટકે લકડા જલાયા, આતમકું ખૂબ તાયા. એરણ સત્યકા સાહેબને પ્રેમરસ પાયા, મેરી તલપ બુઝાયા; મમતા મારી મન વશ કિયા, આતમકું સુખ આયા. એરણ નાભિકમલસે નાવ ચલાયા, ત્રિકુટી ધ્યાન લગાયા; મત્સ્યદરપ્રતાપે ‘ગોરખ' બોલા, અમર થાણા થપાયા. એરણ
લેને આઈ આગ ઔર અંગ આગ દે ગઈ; એક નૈન બાન મેં કરોડ બાતા કહ ગઈ.
૦૫૩
ધ્રુવ
ભજ રે મના