________________
૨૨૧૦ (રાગ : નહિંસ) હું તારામાં, તું મારામાં, આ અણુઅણુનાં અણસારામાં,
તને પરખી ગયો પલકારામાં. ધ્રુવ આ સૂરજનાં અંગારામાં, શીતલ શશીનાં સથવારામાં, તારાઓના ઝબકારામાં, તને પરખી ગયો પલકારામાં. હુંo લખ ચોરાશી વણઝારામાં, આ તનમનનાં ધબકારામાં, આ ત્રિભુવનના ભણકારામાં, તને પરખી ગયો પલકારામાં હું સારામાં નઠારામાં, અજવાળામાં અંધારામાં , આ પાપ પુણ્યનાં ભારામાં, તને પરખી ગયો પલકારામાં. હુંo
૨૨૧૨ (રાગ : ભૈરવી) હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર હે શંભો ત્રિલોચન, હે સંક્ટ વિમોચન, હે ત્રિપુરારી વંદન ; જય જય વિભારૂપ શંકર કૃપાલા હે પશુપતિ દયાલા.
હે ચંદ્રમૌલી બાલેન્દુભાલે ત્રિલોચનવિશાલા, ચિદાનંદદાતા હે જગદીશનાથા; ભસ્માંગલેપન ગલે રૂંડમાલા, નિરાકાર ઓંકાર શંકર દયાલા.
હે ચંદ્રમૌલી વિમલ નીલકંઠ સુખદ શૂલપાણિ, મૃગાદીશ ચાસમાંબર વેદવાણી ; હે આશુ પ્રભાવબ્ધ મહિમા તુમ્હારી, જય જય ઉમાનાથ જય જય તુમ્હારી.
હે ચંદ્રમૌલી
૨૨૧૩ (રાગ : યમન)
૨૨૧૧ (રાગ : નારાયણી) હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી; હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ધ્રુવ મારાં પાપ ભર્યા છે એવાં, તારી ભૂલ્યો કરવી સેવા; મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંક્ટo હે પરમકૃપાળુ વ્હાલા !, મેં પીધા વિષના પ્યાલા; વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંક્ટo મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો; મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી; અવળ સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટo ભલે છોરું-કછોરું થાયે, તું માવતર કહેવાયે; મીઠી છાયાને દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંક્ટo છે બાળનું જીવન ઉદાસી, તારે ચરણે લે અવિનાશી; મન-મંદિરમાં રમનારા , તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટo
સબ ઘટ મેરા સાઈયાં, ખાલી ઘટ નહિ કોયા
બલિહારી ઘટકી સહી, જા ઘટ પરગટ હોય. ભજ રે મના
૧૩૨)
હે પ્રભુ આનંદદાતા જ્ઞાન હમક્ક દીજીએ; શીધ્ર સારે દુર્ગુણોકો દૂર હમસે કીજીએ. ધ્રુવ લીજીયે હમકો શરણ મેં, હમ સદાચારી બને; બ્રહ્મચારી ધર્મ રક્ષક વીર વ્રતધારી બને. હેo પ્રેમસે હમ ગુરુ જનોંકી નિત્ય હી સેવા કરે; સત્ય બોલે જૂઠ ત્યાગે, મેલ આપસમેં કરે. હેo નિંદા કિસીકી હમ કિસીસે ભૂલ કર ભી ના કરે; ધૈર્ય બુદ્ધિ મન લગાકર વીર ગુણ ગાયા કરે. હેo. ઐસા અનુગ્રહ ઔર કૃપા, હમરે હો પરમાત્મા; હો સભી નરનારી દિલસે, સબકે સબ ધરમાત્મા. હેo. હે પ્રભુ ! યહ પ્રાર્થના હૈ, આપ ઇસે મંજુર કરે; હો સુખી સંસાર સબ યહ ભાવ રગરગમેં ભરે. હેo
કબીર હદકા ગુર, મિલે, બેહદ કા ગુરુ નાહિ, બેહદ આપે ઉપજે, અનુભવકે ઘર માંહિ
ભજ રે મના