SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯૦ (રાગ : વસંતમુખારી) સુખ આતે હૈં, દુઃખ આતે હૈં, ઈન આતે-જાતે સુખ-દુઃખમેં, હમ મસ્ત રહતે હૈં. ધ્રુવ ગાતે ગાતે ફકીરા કહ જાતા, કોઈ પૈદા હુઆ કોઈ મર જાતા; ઈસ જન્મ મરણ કે ખેલમેં, હમ મસ્ત રહતે હૈં. સુખ કભી માન મિલા, જી ભર ભરકે, અપમાન હુઆ જી ભર ભરકે; ઇસ માન અપમાન કે ખેલમેં, હમ મસ્ત રહતે હૈં. સુખ સુખ ગુરુ જ્ઞાન પિટારા ખોલા હૈ, યે જગ સારા એક મેલા હૈ; ક્ષણ ક્ષણ બદલતે સુખ દુઃખમેં, હમ મસ્ત રહતે હૈં. યહી તો જીના, જીના હૈ, વિષ છોડકે, અમૃત પીતે હૈ; હમ અમૃત પીતે રહતે હૈં, ઔર મસ્ત રહતે હૈં. સુખ ૨૧૯૧ (રાગ : કામોદનટ) સુખમાં કે દુઃખમાં પ્રેમ પ્રભુનો જોઈ, હસતા રમતા રહીએ, પ્રારબ્ધમાં જે આવી મળે તેને, સુખથી સહેતા જઈએ. ધ્રુવ સુખમાં પ્રભુનો પ્રેમ સાચો પારખીએ, ને દુઃખમાં જીવનને ઘડીએ. ને સુખમાં છકીને પ્રભુપ્રેમ ના વિસારીએ, દુઃખમાં ધીરજને ધરીએ! હસતા૦ પ્રેમમાં વિષમતા હોય સદાયે, એમાં દોષ પ્રભુને શો દઈએ ? સુખ દુઃખ સરખાં સમજી જીવનમાં, દૃષ્ટિ વિષમતા ન ધરીએ ! હસતા૦ સુખ । માંહી સ્નેહ સદા એનો નિતરતો, દુઃખ માંહી ભાવ નીરખીએ; સુખમાં વધે છે ભોગ, દુઃખમાં વધે છે ભાવ, બેઉને પ્રસાદ ગણી લઈએ ! હસતા૦ સુખમાં દીસે છે છત, દુઃખમાં અછત, પણ દુઃખને બંધવ ગણી લઈએ; માંગ્યું મળે છે એ ઈશની પ્રેમાળતા, મળતાને માણી લઈએ !હસતા પીરસે છે પ્રેમથી એ સાચી સમજથી, દૃષ્ટિનો દોષ પરહરીએ; પીરસનારને પ્રેમથી નીરખતાં, પીરસેલું ભોગવતાં જઈએ !હસતા ભજ રે મના પઢત ગુનત રોગી ભયે, બઢ્યા બહુત અભિમાન ભીતર ભડકા જગતકા, ઘડી ન પડતી શાન ૧૩૦૮૦ ૨૧૯૨ (રાગ : માલશ્રી) સુમિરન કર લો જી હીરા જન્મ અનમોલ; ચોલા રંગ લો જી, ઇસકા ન લાગે મોલ. ધ્રુવ કૃપા કરકે હરિ ને તુજકો, માનસ જનમ દિલાયા, શ્વાસ શ્વાસ તૂ ચેતન હો પર, વૃથા જન્મ ગવાયાં; કાહે ભટકો જી, ઘટ મેં હીરા મોલ. સુમિરન૦ ના કોઈ તેરા સંગી-સાથી, જગ હૈ ખેલ પરાયા, આજ હુઆ જો તેરા અપના, કલ હોગા બેગાના; પ્રભુ કે હો જાઓ જી, અન્તર કે પટ ખોલ, સુમિરન૦ સતગુરુ દાતે કર દી કૃપા, પ્રેમ સે જ્ઞાન સુનાયા, ઘટ હી મેં તેરે પ્રભુ હૈ બૈઠા, અપને મેં હી બતાયા; ગુરૂ સે પ્રીત કર લો જી, કછુ ન લાગે મોલ. સુમિરન ૨૧૯૩ (રાગ : કાલિંગડા) સોનાના પીંજરમાં મારો પૂરાયો આતમરામ; પૂરાયો આતમરામ મારો, મૂંઝાયો આતમરામ રે. ધ્રુવ કાયા રૂપી પિંજર મારૂ માયા રૂપી તાર; મોહ બંધનમાં એવો બંધાયો, ક્યારે થશે છૂટકારો રે ? સોના લોભ લાલચમાં હું લપટાયો, જીભે ન મૂક્યો સ્વાદ; પ્રભુ તમારું નામ લેવામાં, કરી રહ્યો છું પ્રમાદ રે. સોના મનમાં સદાયે મંથન કરું છું, કેમ કરી છુટાય ? તારે શરણે આવે તેની જલ્દી મુક્તિ થાય રે. સોના જપ તપ તીરથ સબ કરે, ઘડી ન છાંડે ધ્યાન કહે કબીર ભક્તિ બિના, કબૂ ન હોય કલ્યાન ૧૩૦૯ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy