________________
૧૧૭૧ (રાગ : ભૈરવ)
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે ? ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ! ધ્રુવ ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુશળધાર વરસી જાય છે ! મને ઘર-હીણાં ઘૂમે હઝારો ઠોકરાતાં ઠેર ઠેર; ને ગગનચુંબી મહેલો જનસૂનાં રહી જાય છે ! મને દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના; લાખ ખાંડી લૂંટનારા મહેફ્ટેિ મંડાય છે ! મને કામધેનુ ને મળે ના, એક સૂકું તણખલું; ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે ! મને
છે ગરીબોના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું;
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે ! મને
૧૧૭૨ (રાગ : ધોળ)
રામ તણાં રખવાળાં અમને રામ તણા રખવાળાં. ધ્રુવ છોને ગગન ગ્રસીને ઊભા વાદળ કાજળકાળાં; પ્રલય તણા ઉદરેથી ઊગશે અંતે તો અજવાળાં. અમને
છો પગ નીચે પૃથ્વી પ્રજળે, જીવન બને છો જ્વાળા અગન તણા અંતરથી વહેશે, અમીઝરણાં ઉજમાળા. અમને
રુંવે રૂંવે જંજીર જડી છો, ડગલે ડગલે ભાલા અંતે તેજ-કિરણ-ઘણ તૂટશે, તિમિરતણાં સૌ તાળાં, અમને૦
ભજ રે મના
પ્રીતે પર ઉપકાર કર, પ્રભુજી થાય પ્રસન્ન; સર્વ જીવને સુખ થવા, ધર્મે ખરચો ધન.
૭૨૬
૧૧૭૩ (રાગ : શિવરંજની)
હરિ આવું તારે દ્વારે,
કૈ નવ સાથે, ખાલી હાથે, સંધલ અશ્રુધારે. ધ્રુવ શૂલની પેઠે આતમ-દલદલ, પ્રોવાયાં અંધકારે; વાટ-વિહોણાં જગ-વગડામાં, ઝાંખે ઉર-અજવાળે ! હરિ
કૈક યુગોથી અડવડતો હરિ, કામને કારાગારે; કદમ કદમ પર કંર્દમ ગળો, પ્રપંચ પારાવારે. હરિ અશરણ આવું હું શરણ તમારે, કૃપણ કૃપાનિધિ આ રે ! ભવરણ ભાળી ભયાકુલ આવું અનાથને અધિકારે. હરિ
૧૧૭૪ (રાગ : બિહાગ)
હરિવર ! તુ મારું હથિયાર,
તુ જ કવચ, હરિ શિરસ્ત્રાણ તું, ઢાલ તું તું તલવાર ? ધ્રુવ જલ-થલ-નભ છલછલ લહર્યો તું, તું ભીતર તું બહાર;
તું હરિ હુંમાં તું અરિ માં હરિ, કોનો કરું સંહાર ! હરિવર૦ ક્રોધથી રાતાં નયન કરી હું કરવા ઘણું પ્રહાર; અધવચ્ચે થંભુ દુશ્મનમાં દેખી તુજ દિદાર. હરિવ૦ સૌ છાવણીયે તારી છાયા, સૌ પક્ષોની પાર; સૌની હારે અશ્રુધાર તું, સૌની જીતે હાર ! હરિવર૦ હું એક જ શત્રુ હરિ મારો હું મુજ કારાગાર; મુજને મુજ કરથી છોડાવો, કરી મારો સંહાર, હરિવર૦
જબસે દિલદાર હુઆ સાંવલિયા પ્યારા, તબસે છુટા જગતસે સંબંધ હમારા; હરબાર હર જગહ એક કર યહી પુકારા, હૈ છિપા કિઘર લિવર ઘનશ્યામ હમારા.
વમન કરી પાછું ગળે, સૂકર શ્વાન શિયાળ; ત્યાગ કરી પાછું ગ્રહે, તે ત્યાગીને ગાળ.
૦૨૦
ભજ રે મના