________________
૧૧૬૭ (રાગ : ચલતી)
શિવ થતાં શી વાર છે? જીવ તને શિવ થતાં શી વાર છે ? ધ્રુવ હું મારું તજવું ને પ્રભુ પ્રભુ ભજવું, જઠો સકળ સંસાર છે. જીવ તને૦ વૈરાગ્ય રાખવો ને બ્રહ્મરસ ચાખવો, રહેવું પરાની પાર છે. જીવ તને૦ સાર અસાર વિચાર કરી લેવો, એમાં શું મોટો ભાર છે ? જીવ તને૦ સત્-ચિત્-આનંદ જોવો સરવમાં, જડ દુઃખ મિથ્યા માર છે. જીવ તને સહજ ઉપાય પણ રહેવું સીધા, માર્ગ ખાંડાની ધાર છે. જીવ તને૦ નિજ સ્વરૂપ માની નિર્ભય થવું, ત્યાંથી તે કોણ કાઢનાર છે ? જીવ તને૦ ‘કરક' રહેવું બેધડક થઈને, શિવ સહુનો સરદાર છે. જીવ તને૦
કરમાબાઈ
૧૧૬૮ (રાગ : ધોળ)
વહેલા વહેલા આવો મારા શામળા, ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો; ગામને પછવાડે મારું ઝૂંપડું, આંગણીયામાં તુલસીનો છોડ જો. ધ્રુવ આપેલી એંધાણીયે વહેલા આવજો, ભૂલે ચૂકે નવ જાશો બીજે ઘેર જો; ખાંડીને, ખૂંદીને રાંધ્યો ખીચડો, ખીચડામાં નાખ્યા તલના તેલ જો. વહેલા૦ મીઠો રે લાગે તો ફરીવાર માંગજો, જરાય ન શરમાતા મારા શ્યામ જો; જળ રે જમનાની ઝારી ભરી લાવીયા, આચમન કરોને દીનાનાથ જો. વહેલા૦
બીડલાં મંગાવ્યા નાગરવેલના, મુખવાસ કરોને મારા શ્યામ જો;
* કરમાબાઈ'ની વિનંતી હરી સાંભળો, દેજો દેજો સંત ચરણમાં વાસ જો. વહેલા
ભજ રે મના
ગૃહસ્થાશ્રમીને શીખવું, નીતિ ધર્મનું જ્ઞાન; વિદ્યા વિનય વિવેક ગુણ, શીખી થવું ગુણવાન.
૭૨૪
કરસનદાસ માણેક
કરસનદાસ માણેકનો જન્મ તા. ૨૮-૧૧-૧૯૦૧ના રોજ કરાંચીમાં થયો
હતો. તેમના પિતાનું નામ નરસિંહભાઈ હતું. તેમનું મૂળ વતન જામનગર જિલ્લામાં હડિયાણા ગામ છે. * હરિના લોચનિયા’ અને ‘માલિની’ તેમનાં જાણીતા કાવ્યો છે. તેમનું અવસાન તા. ૧૮-૧-૧૯૭૮ના રોજ વડોદરામાં થયું હતું. ૧૧૬૯ (રાગ : ભૈરવી)
જીવન અંજલિ થાજો, મારૂં જીવન અંજલિ થાજો. ધ્રુવ ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો; દીન-દુખિયાનાં આંસુ હોતાં, અંતર કદી ન ધરાજો, મારૂ સત્ની કાંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો; ઝેર જગતનાં જીરવી જીરવી, અમૃત ઉરનાં પાજો. મારૂ૦ વણથાક્યાં ચરણો મારાં નિત, તારી સમીપે ધાજો; હૈયાના પ્રત્યેક સ્પંદને, તારૂં નામ રટાજો. મારૂ વમળોની વચ્ચે નૈયા મુજ, હાલકડોલક થાજો; શ્રદ્ધા કેરો દીપક મારો, ના કદીયે ઓલવાજો. મારૂ ૧૧૭૦ (રાગ : ચલતી)
ધીરે ધીરે પધારો નાથ.
ધ્રુવ
વાટ નિહાળીને નેણ ઝંખાયા, હૈયુ અધીરું થાય; ઝૂકી ઝૂકી મારી ડોક દુઃખે હવે જીવ મારો ઘોળાય. ધીરે પાંપણ પાથરી સેજ બિછાવું હું, પ્રાણપંખે ઢોળું વાય; નયન જલાવીને આરતી અવું, આંસુધારે ધોવું પાય. ધીરે લોહ પિંજરમાં ખાતો લથડિયાં, કેદી આતમ કીર; જુગ જુગના પ્યાસીની પ્યાસ બુઝાવો, પાઈ પ્રીતિના નીર, ધીરે ભોગ ન માંગુ, હું યોગ ન માંગું, મુક્તિનું મારે શું કામ ? આપ પધાર્યે લોહપિંજર મારૂં, થાશે મુક્તિનું ધામ ! ધીરે૦
નીતિથી ધન મેળવી, વિધિએ કરવું દાન; દાન વિનાનું ધન સફળ, માનો ધૂળ સમાન. ૦૨૫
ભજ રે મના