________________
૨૧૦૪ (રાગ : ભૈરવી) મીરાં બની રે બાંવરિયા, આવો પધારો મેરે સાંવરિયાં,
અબ તો પધારો નટવર નાગરિયાં. ધ્રુવ ઘરવાળા લોક મને બાવરી બતાવે રે, સંગરી સહેલ્યો. હા પર આંગળી ઉઠાવે રે;
છેડે સારા અને નાગરિયાં. મીરાંo સારા સુખ પાયા મેંને કાન્હા થારે કારણે, સંસાર દુ:ખ છોડયા રે કાન્હા થારે કારણે;
છોડયા પિયરિયા પ્યારા સાસરિયા. મીરાંo મેં તો મર ગઈ લાજકી મારી, મેરે ગલિયનમેં ગિરધારી, મેં તો ઝૂમ ઝુમકે ગાઊં, મેં તો નાચું ઔર નચાઊં;
મેરે રોમ રોમમેં ગિરધારી. મીરાંo મેરે આંગણમેં ગિરધારી, મેરે નયનોંમેં ગિરધારી, મેરે સપનોં મેં ગિરધારી, મેરે સાંસોંમેં ગિરધારી;
મેરે રોમ રોમમેં ગિરધારી. મીરાંo
પ્રેમમાં હૃદય ભીંજાય, કોમળ હૃદય નિર્મળ થાય, પ્રભુની પ્રેરણા સમજાય, સંદેશા સના અમૃત પાય;
ઊજળું ભાવિ ઘડાશે, પ્રભુના સાથમાં, મીરાંની ગિરધર ગોપાળ લેવું નામ, રાત-દી શ્વાસનું કામ, જાગૃતિ સાચી એનું ધ્યાન, હિત છે ઠરવાનું ઠામ;
સંઘળું સૂઝશે સદાય - એની શાંતિમાં, મીરાંની અનાદિની સાચી રીત, ગિરધર ગોપાળ સાથે પ્રીત, મીરાંની એમાં છે જીત, કહું છું તમારું એમાં હિત,
આવીને સામે હસે છે ! એના પ્રેમમાં. મીરાંની પ્રેમની ઊંચી છે સગાઈ, એમાં નથી કાંઈ નવાઈ, માર્ગ સીધો આડું - ન ક્યાંય, સીધું સમાં પહોંચી જવાય,
ગિરધર ગોપાળ રહેશે, પ્રસન્નમાં. મીરાંની
૨૧૦૫ (રાગ : દેશી ઢાળ) મીરાંની સૌથી મોટી નાવ, પ્રભુના પ્રેમીઓ બેસી જાવ, હૃદયે એક જ પ્રભુનો ભાવ, તારવા સંસાર સાગર નાવે;
આવો ! પ્રેમથી પહોંચાડું, પ્રભુના ધામમાં. ધ્રુવ સઘળી વાસના બળી જાય, પ્રભુનાં પ્રગટ દર્શન થાય, મમતા ગર્વની રાખ થાય, ગિરધર ગોપાળની સહાય;
આવો ! આવો ! બોલાવું, સાચા એ સ્થાનમાં. મીરાંની
૨૧૦૬ (રાગ : સારંગ) મૂંગા વાચો પામતા, પંગુ ગિરિ ચઢી જાય ! ગુરુ કૃપા બળ ઓર છે, અંધ દેખતા થાય ! ધ્રુવ જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર ! એ અચરજ નજરે તરે, મરણ બને છે મિત્ર ! મૂંગા અખંડ વિશ્વાસે વસું, સાચા શ્રી ગુરુરાજ ! રડવડતો કાયમ રાખશે ? બનું નહિ નારાજ. મૂંગા મુજ અવગુણ, ગુરુરાજ ગુણ, માનું અનંત અમાપ; બાળક કર પહોળા કરી, દે દરિયાનું માપ. મૂંગા સમર્થ શ્રીમદ્ રાજચંદ્ર, હું શ્રદ્ધાળુ બાળ; અચૂક આશ્રય આપીને, પળ પળ લ્યો સંભાળ, મૂંગા
કાલ કહે મેં કલ કરું, આગે વિસમી કાલ દો કલકે બિચ કાલ હૈ, સકે તો આજ સંભાલ
૧૨ શ્વે
માયા માથે શિંગડા, લંબાં નવ નવ હાથ આગે મારે શિંગડા, પીછે મારે લાતા
ભજ રે મના
૧૨૩
ભજ રે મના